પોરબંદર માં ૫ વર્ષ પૂર્વે નાગાબાવા બની વૃદ્ધ સાથે અઢી તોલા સોનાની ૩ વીંટી ની છેતરપિંડી કરનાર શખ્શ ને પેરોલ ફર્લો સ્કવોડે પીપળેજ ગામે થી ઝડપી લીધો છે.
પોરબંદરના ઝુંડાળા વિસ્તાર માં મેર બોર્ડીંગ પાસે રહેતા જયેન્દ્રભાઈ દામજીભાઈ લુક્કા નામના વૃદ્ધ ગત તા ૩૦/૬/૨૦૧૯ ના રોજ સવારના રાણીબાગ પાસે આવેલ મામા કોઠાના મંદીરે દર્શન કરી મંદિર બહાર ઉભા હતા ત્યારે એક નાગાબાવા એ તેની પાસે આવી કાલભૈરવ નુ મંદીર કયાં આવ્યું છે. તેમ પુછતાં તેઓએ બંદર રોડ પોલીસ ચોકીની બાજુમાં આવ્યું હોવાનું જણાવ્યું હતું. ત્યાર બાદ તે શખ્શે તેની પાસે થી એક રૂપિયા નો સિક્કો માંગતા જયેન્દ્રભાઈ એ સિક્કો આપતા તેણે તે સિકકો લઇ હાથ માં રાખી પરત આપી જયેન્દ્રભાઈ ના માથા માં હાથ ફેરવી જણાવ્યું હતું કે આ સિકકો વાપરતો નહીં.
તે પછી તેણે જયેન્દ્રભાઈ એ હાથમાં પહેરેલ અઢી તોલા સોનાની અને ૫૦ હજાર ની કીમતની સોનાની ૩ વીંટી આપવાનુ કહેતાં જયેન્દ્રભાઈ એ વીંટીઓ આપી દીધી હતી. ત્યાર બાદ તે આગળ ચાલવા લાગ્યો હતો અને જયેન્દ્રભાઈ ને વીંટી પરત લેવા પાછળ આવવા જણાવ્યું હતું. આથી તેઓ તેની પાછળ ચાલતા હતા. તે દરમ્યાન આ શખ્સ નંબર પ્લેટ વગર ની કાર માં નાસી ગયો હતો. ત્યાર બાદ તા.૨૬/૭/૨૦૧૯ ના રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે આવી ટોળકીને પકડી હોવાની જાણ થતા તેઓ રાજકોટ ગયા હતા. અને કોર્ટ માં રાજકોટ પોલીસે ૩ શખ્સો ને રજુ કર્યા હતા. જેમાંથી પોતાની પાસે સોનાની વીંટી લઇ જનાર એક શખ્સ ને જયેન્દ્રભાઈ ઓળખી ગયા હતા આથી તેની સામે ફરિયાદ નોંધાવી હતી.
જો કે ત્યાર બાદ તે શખ્શ નાસી ગયો હતો. અને છેલ્લા ૫ વર્ષ થી નાસતો ફરતો હતો પોરબંદર પેરોલ ફર્લો સ્કવોડના પો.સબ.ઇન્સ. એચ.એમ.જાડેજા તથા પેરોલ ફર્લો સ્કોડ સ્ટાફ તેને ઝડપી લેવા પ્રયત્નશીલ હતા તે દરમ્યાન એ.એસ.આઇ. જે.આર.કટારા તથા પો.હેડ.કોન્સ. હરેશભાઇ સીસોદીયા તથા પ્રકાશભાઇ નકુમ તથા વજશીભાઇ વરુને સંયુક્ત બાતમી મળી હતી કે આ શખ્શ કિરણ ફૂલચંદ સોની (ઉવ ૩૫, રહે. ફલેટ નંબર ઈ ૪૦૪ પ્રથમ પેરેડાઇઝ, ભમરીયા કુવા, વટવા, અમદાવાદ મુળ, અંબેમાં ના મંદિરની બાજુમાં રાણીવાડા ગામ રાજસ્થાન)નામનો શખ્શ હાલ પીપળેજ ગામે પીલાણા રોડ ઉપર મહાલક્ષ્મી જવેલર્સ નામની દુકાન ચલાવે છે જેથી પોલીસ તુરંત ત્યાં દોડી ગઈ હતી અને કિરણ ની ધરપકડ કરી પુછપરછ કરતા પોતે વૃદ્ધ સાથે નાગાબાવા બની છેતરપિંડી કરી હોવાની કબુલાત આપી હતી. આથી પોલીસે તેની વધુ પુછપરછ હાથ ધરી છે.