Saturday, July 27, 2024

|| तुम रक्षक काहू को डरना ||

ગૌરવ:પોરબંદરના થેલેસેમિયાગ્રસ્ત મહિલા લેકચરરે નેટની પરીક્ષા પાસ કરી

પોરબંદર ની ગુરુકુળ મહિલા કૉલેજના અંગ્રેજી વિભાગના મુલાકાતી વ્યાખ્યાતા થેલેસેમિયાગ્રસ્ત હોવા છતાં મજબુત મનોબળ દાખવી અથાગ મહેનત કરી નેટની પરીક્ષા પાસ કરતા બિરદાવવામાં આવ્યા છે.

પોરબંદરની ગુરૂકુળ મહિલા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના અંગ્રેજી વિભાગના મુલાકાતી વ્યાખ્યાતા કુ. પારુલ શુક્લાએ પ્રાધ્યાપક માટે ખૂબ જરૂરી એવી નેશનલ એલીજીબિલીટી ટેસ્ટ એટલે કે નેટની પરીક્ષા પાસ કરી પરિવાર તથા સંસ્થાનું ગૌરવ વધાર્યું છે. આ પરીક્ષા પાસ કરનાર કુ. પારુલ શુક્લા પોતે થેલેસેમિયા રોગથી ગ્રસ્ત છે. અને તેમ છતાં ‘અડગ મનના મુસાફરને હિમાલય પણ નડતો નથી.’ એ ઉકિતને તેઓએ આ પરીક્ષામાં ઉત્તીર્ણ થઈને ઉજાગર કરી છે. તેમને આ અનોખી સિદ્ધિ પ્રાપ્ત કરવા બદલ કૉલેજના પ્રિન્સિપાલ ડૉ. અનુપમ નાગર , અંગ્રેજી વિભાગના અધ્યક્ષા ડો. કેતકીબેન પંડ્યા તથા સૌ શિક્ષકોએ ખૂબ અભિનંદન આપ્યાં હતા અને હજુ પણ તેઓ ઉત્તરોત્તર પ્રગતિ કરતા રહે તેવી શુભેચ્છાઓ સહ આશીર્વાદ પાઠવ્યા હતાં.

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે