Saturday, July 27, 2024

|| तुम रक्षक काहू को डरना ||

કલા ઉત્સવ-૨૦૨૨ માં પોરબંદર જિલ્લા કક્ષાએ શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ વિદ્યાલય, છાંયા નો ઉત્કૃષ્ઠ દેખાવ

શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ શૈક્ષણિક સંકુલ, છાયાના સંસ્થાપક શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રકાશદાસજીના રૂડા આશીર્વાદ અને મેનેજિંગ ટ્રસ્ટી શાસ્ત્રી સ્વામી ભાનુપ્રકાશદાસજી ના સંપૂર્ણ માર્ગદર્શન હેઠળ ચાલતી શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ વિદ્યાલય, છાયા-પોરબંદરના વિદ્યાર્થીઓ પોરબંદર જિલ્લા કક્ષાએ કલા મહાકુંભ ૨૦૨૨ અંતર્ગત યોજાયેલ સ્પર્ધાઓમાં ગત તારીખ 07/10/2022, શુક્રવારના ના રોજ ભાગ લીધો હતો.

જિલ્લા કક્ષાના કલા ઉત્સવ – ૨૦૨૨ આધારિત સરકાર દ્વારા ઓયોજિત વિવિધ સ્પર્ધાઓમાં માધ્યમિકમાં વાદ્ય સંગીત સ્પર્ધામાં આ શાળાના વિદ્યાર્થી પરમાર મોહમ્મદહુસૈન સલીમભાઇએ જિલ્લામાં પ્રથમ સ્થાન મેળવ્યુ અને ઉચ્ચતર માધ્યમિક માં શાસ્ત્રીય સંગીત સ્પર્ધામાં શાળાની વિદ્યાર્થીની રામદતી હેત્વીબેન દેવેન્દ્રગીરીએ જિલ્લામાં પ્રથમ સ્થાન મેળવ્યુ હતું. જે બદલ આયોજકો એ પ્રમાણપત્રો અને ઇનામો આપી પ્રોત્સાહીત કર્યા હતા.

કલા મહાકુંભ ૨૦૨૨ માં જિલ્લા કક્ષાએ વાદ્ય અને નૃત્યમાં એમ બે સ્પર્ધાઓમાં પ્રથમ નંબર મેળવવા બદલ સંસ્થાના સંસ્થાપક શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રકાશદાસજી, મેનેજિંગ ટ્રસ્ટી શાસ્ત્રી સ્વામી ભાનુપ્રકાશદાસજી, શાળાના આચાર્ય વિપુલભાઇ બારૈયા, શિક્ષકો તથા સ્વામિનારાયણ ગુરુકલ શૈક્ષણિક સંકુલ, છાયામાં ચાલતી વિવિધ શાળા, કોલેજોના આચાર્ય અને ડાયરેક્ટરોએ અભિનંદન પાઠવ્યા હતા

આચાર્ય વિપુલભાઈ બારૈયાની સતત નિગરાની અને માર્ગદર્શન મુજબ ચાલતી સ્કૂલ જેમાં ક્વોલિફાઈડ, અનુભવી તથા તલસ્પર્શી જ્ઞાન ધરાવતા શિક્ષકો દ્વારા શિક્ષણ આપવામાં આવે છે. અને વિવિધ સ્પર્ધાની તૈયારી સાથે પૂરતું માર્ગદર્શન આપવામાં આવે છે.

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે