પોરબંદર માં યુવતી પતિને મળવા માટે જતી હોવાનું તેના બોયફ્રેન્ડને પસંદ ન આવતા પાંચ મહીના તેનું સ્કુટર સળગાવી નાખ્યુ હતું. જે મામલે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
પોરબંદરના દેવદર્શન એપાર્ટમેન્ટ સામેની ગલીમાં રહેતી રીયા જીતુભાઈ ગોસ્વામી(ઉવ ૨૫)એ નોંધાવેલ પોલીસ ફરીયાદ મુજબ ગત તા.રપ સપ્ટેમ્બર ૨૦૨૩ ના તે પોતાની ઘરે હતી ત્યારે ચેતન પરમાર નામનો શખ્શ તેનો બોયફ્રેન્ડ હોવાથી મીત્રતાના નાતે બેસવા આવ્યો હતો. ચેતનને કોઇએ એવા સમાચાર આપ્યા હતા કે, રીયા તેના પતિ દેવ ચમને મળવા માટે ગઇ હતી આથી ચેતન રીયા સાથે આ બાબતે બોલાચાલી કરીને ઝગડો કરવા લાગ્યો હતો અને ‘હવે તું તારા પતિ દેવ ચમને મળવા માટે જતી નહી જો જઈશ તો તારે અને મારે આવા ઝગડા થતાં રહેશે હવે તું આનું પરીણામ જોઈ લેજે” કહીને ચેતન તેના ઘરેથી ચાલ્યો ગયો હતો.
ત્યારબાદ રીયા પતિ દેવ ચમને મળવા માટે ચોપાટી પાસે આવેલ તેના ઘરે ગઇ હતી તે દરમ્યાન ૧૧:૧૫ વાગ્યે રીયાની માતાનો તેને ફોન આવ્યો હતો કે, ‘તારુ સ્કૂટર સળગી રહયુ છે આથી રીયા તુરંત જ પોતાના ઘરે તાત્કાલીક આવી પહોંચી હતી અને તપાસ કરતા એંસી હજાર રુપીયાનુ તેનુ જ્યુપીટર સ્કુટર સળગતુ હતુ એ દરમ્યાન કોઈએ પોરબંદર ફાયરબ્રીગેડને જાણ કરી દેતા ફાયરબ્રીગેડની ટીમ આવી પહોંચી હતી. અને ત્યારબાદ આગ બુઝાવાઈ હતી. રિયા એ ઘરના સીસીટીવી કેમેરાના ફુટેજ ચેક કરતા આ સ્કુટર ચેતન પરમારે સળગાવ્યુ હોવાનુ જાણવા મળ્યુ હતું.
આથી રીયાએ ચેતનને ફોન કરીને પુછતા તેણે એવુ જણાવ્યુ હતુ કે પોતે આવેશમાં આવીને સ્કુટર સળગાવ્યુ છે પણ હવે તેને નવુ સ્કુટર અપાવી દેશે તેવી વાત કરી હતી આથી તે યુવતીએ જે-તે વખતે તેની સામે પોલીસ ફરીયાદ કરી ન હતી. અને ત્યારપછી ચેતન પરમારે પોતાનુ સ્કુટર રીયાને વાપરવા માટે આપ્યુ હતું. પરંતુ રીયાના નામનું બીજુ સ્કૂટર અપાવ્યુ ન હતુ તેથી અંતે તેણે કમલાબાગ પોલીસ મથકમાં ચેતન ગગુભાઈ પરમાર વિરુધ્ધ ફરીયાદ નોંધાવી છે
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ આ ચેતન નામના શખ્શે ટીવીના ઓડીશનમાં જજ તરીકે ગયેલી રીયા સાથે જાહેરમાં ઝગડો કરીને તેના વાળ ખેંચી ક્રાઉન તોડી નાંખ્યો હતો અને તે સમયે ફરીયાદમાં એવુ જણાવ્યુ હતું કે, ચેતન ઘણાં લાંબા સમયથી તેનો પીછો કરીને સતામણી કરતો હતો અને હવે તેણે ચેતનને પોતાનો મીત્ર ગણાવીને પાંચ મહીના પહેલા સ્કુટર સળગાવ્યું હોવાની ફરિયાદ નોંધાવી છે. ત્યારે કમલાબાગ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.