Thursday, November 21, 2024

|| तुम रक्षक काहू को डरना ||

પોરબંદરમાં બરડા જંગલ સફારી ફેઝ-૧નો કપુરડી નેસ ખાતે પ્રારંભ થયા બાદ તુરંત ફેઝ-૨ ની કામગીરી હાથ ધરાશે:જાણો ફેઝ ૨ ક્યાંથી શરુ થશે

દેવભૂમિ દ્વારકા જિલ્લાના કપુરડી નેસ માં આવેલ વનવિભાગની ચેકપોસ્ટ ખાતેથી બરડા જંગલ સફારી ફેઝ-૧ નું પ્રારંભ વનમંત્રીના હસ્તે ધનતેરસ તા. ૨૯ ઓકટોબર ના રોજ કરવામાં આવશે. ત્યાર બાદ તુરંત બરડા જંગલ સફારી ફેઝ-૨ નું પણ કામ હાથ ધરવામાં આવશે.

પોરબંદર નજીક આવેલ બરડા ડુંગર માં બરડા જંગલ સફારી પ્રારંભ થવા અંગે છેલ્લા ઘણા દિવસો થી ચર્ચા ચાલી રહી હતી અગાઉ ૧૭ ઓક્ટોબર ના રોજ શરુ થશે તેવી વાતો પણ આવી હતી પરંતુ અંતે વનવિભાગે સ્પષ્ટતા કરી જણાવ્યુ છે કે તા. ૨૯ને મંગળવારે બપોરે ૨ વાગ્યે ગુજરાત વનવિભાગ દ્વારા નાગરિકોને જીવસૃષ્ટિ, પર્યાવરણ અને કુદરતી દ્રશ્યોને જાણવા અને માણવાના હેતુસર બરડા જંગલ સફારી ફેઝ ૨ નો પ્રારંભ કરવામાં આવશે નાયબ વન સંરક્ષક લોકેશ ભારદ્વાજે જણાવ્યું હતું કે ભાણવડ નજીકના કપુરડી નેશના નાકેથી એટલે કે જયાંથી કીલેશ્વર જવા માટે પ્રવાસીઓ જંગલમાં પ્રવેશે છે ત્યાંથી આ બરડા જંગલ સફારી ફેઝ ૧ નો શુભારંભ થશે.વન અને પર્યાવરણમંત્રી મુળુ બેરા, જામનગરના સાંસદ પુનમબેન માડમ, દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયતના પ્રમુખ રિધ્ધિબા શક્તિસિંહ જાડેજા, દેવભૂમિ દ્વારકાના ધારાસભ્ય પબુભા માણેક, પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડીયા સહિત મહાનુભાવો ઉપસ્થિત રહેશે.

બરડા સફારી નો રૂટ ૨૭ કિ.મી.નો રહેશે. જેમાં કપુરડીથી શરૂઆત થઇને ત્યારબાદ ચારણ આઈ બેરિયરથી થઇ અજમા પાટ અને ભુખબરા નેશ સુધીના વિસ્તારને આવરી લેવામાં આવ્યો છે. સફારી દરમિયાન પ્રવાસીઓને બરડાની પ્રાકૃતિક સુંદરતા, કિલેશ્વરની કીલગંગા નદીના રમણીય દ્રશ્યો, પહાડી અને ડુંગરાળ ભુપ્રદેશ ઉપરાંત વન્યજીવોને તેઓના કુદરતી નિવાસસ્થાનથી જોવાની નજીક જોવાની તક મળશે.સફારીના રૂટ ઉપર જવા માટે છ પેસેન્જરોની કેપેસીટી ધરાવતી ચોકકસ પ્રકારની ઓપન જીપ્સી મૂકવામાં આવશે જેમાં ગાઇડની વ્યવસ્થા પણ રાખવામાં આવશે. સફારી માટેની પરમીટ ફી ૪૦૦ રૂા. અને ગાઇડ ફી ૪૦૦ રૂા. તેમજ જીપ્સીની ફી ૨૦૦૦ રૂા. રાખવામાં આવી છે ટિકિટનું બુકીંગ કપુરડીના નાકેથી ઓફલાઇન મોડ મારફતે મારફતે શરૂ કરવામાં આવશે અને સફારી માટેની પરમીટ પણ બુકીંગ કાઉન્ટર ખાતેથી ઉપલબ્ધ કરાવવામાં આવી છે.અને ઓનલાઈન બુકિંગ માટે ની પણ પ્રોસેસ શરુ થઇ છે વહેલીતકે પ્રવાસીઓ ઓનલાઈન બુકિંગ પણ કરાવી શકશે પ્રવાસીઓની સલામતી અને જાગૃતતા માટે ગાઈડની સગવડતા ઉપલબ્ધ કરાવવામાં આવી છે તેની સાથોસાથ સફારી રૂટ વિસ્તારમાં અલગ અલગ જગ્યાએ વિવિધ સુચનાઓ દર્શાવતા બોર્ડ પણ મુકવામાં આવ્યા છે.

શિયાળા અને ઉનાળામાં દરરોજ ત્રણ-ત્રણ કલાકની જંગલની સફર બરડા જંગલ સફારીમાં શિયાળા અને ઉનાળાની સીઝન દરમિયાન દરરોજ બે વખત ત્રણ-ત્રણ કલાકની સફર નક્કી થઈ છે. જેમાં શિયાળાની સીઝન દરમિયાન સવારે ૬:૪૫ થી ૯:૪૫ અને બપોરે ૩ થી ૬ એમ કુલ બે ભાગમાં કરી શકાશે જયારે ઉનાળાની સીઝન દરમ્યાન સવારે ૬ થી ૯ અને બપોરે ૩ થી ૬ એમ બે ભાગમાં સફર કરી શકાશે.
ફેઝ ટુ ની પણ તૈયારી શરુ
ભારદ્વાજે વધુ માં જણાવ્યું હતું કે બરડા સફારી ફેઝ ૧ નો પ્રારંભ થયા બાદ ટૂંક સમય માં ફેઝ -૨ નો પણ પ્રારંભ કરવામાં આવશે જેના માટે પ્લાનિંગ થઇ રહ્યું છે ફેઝ -૨ નો રૂટ ફેઝ-૧ કરતા અલગ હશે અને તેનો પ્રારંભ ભાણવડ નજીક આવેલ ગુલાબસાગર ડેમ પાસે થી કરવામાં આવશે.

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે