પોરબંદર ખાતે શ્રી રાજાભાઈ ખેરાજભાઈ લાદીવાલા જન્મ શતાબ્દી વર્ષ ૧૦-જાન્યુઆરી-૨૦૨૨ થી ૧૦-જાન્યુઆરી-૨૦ર૩ તથા લીલાવતીબેન આર. લાદીવાલા સ્મૃતિ પ્રસંગે સમગ્ર વર્ષ દરમ્યાન તેમનાં સુપુત્રી દુર્ગાબેન આર. લાદીવાલા પરિવાર દ્વારા અનેકવિધ સેવાકીય- સમાજોપયોગી કાર્યો હાથ ધરવામાં આવ્યા હતા.
શ્રી રાજાભાઈ ખેરાજભાઈ લાદીવાલાનાં જન્મ શતાબ્દી વર્ષ સમાપન પ્રસંગે તા. ૮-જાન્યુઆરી-૨૦૨૩ નાં સવારે ત્રિવિધ કેમ્પનું આયોજન કરવામાં આવેલ. (૧) નિઃશુલ્ક બ્લડ ગ્રુપ ચેક-અપ તથા બ્લેક ડોનેશન કેમ્પ . આ કેમ્પનું આયોજન પોરબંદરની જ NGO રેડ ક્રોસ સોસાયટી, આશા બ્લડ બેન્ક એન્ડ કમ્પોનન્ટ સેન્ટર તથા શ્રી ગર્વન્સેન્ટ ભાવસિંહજી હોસ્પીટલ ને સાથે રાખી સવારે ૯:૩૦ વાગ્યાથી બપોરે ૧:૦૦ વાગ્યા સુધી યોજવામાં આવેલ, જેમાં પરિવારનાં સભ્યો દ્વારા પણ બ્લડ ડોનેટ કરવામાં આવ્યું અને બ્લડ ડોનેટ કરનાર દરેક ડોનરને પરિવાર તરફથી ગીફ્ટ આપી પ્રોત્સાહિત કરવામાં આવેલ. આ કેમ્પ આશા ચીલ્ડ્રન હોસ્પીટલ ખાતે યોજવામાં આવેલ.
(૨) નિ:શુલ્ક વર્ષ ૦ થી ૧૪ વર્ષનાં બાળકો માટે આંખ ચેક-અપ તથા નિદાનનાં કેમ્પનું આયોજન ડો. નિખિલભાઈ રૂપારેલીયાનાં સહકારથી કરવામાં આવ્યું, જેનો પણ જરૂરિયાતમંદ પરિવારનાં બાળકોએ તેમની આંખ ચેક-અપ કરાવી લાભ લીધો, આ કેમ્પ ડો. નિખિલભાઈ રૂપારેલીયાનાં કલીનીક પર યોજવામાં આવેલ.
(૩) નિઃશુલ્ક મેગા ફીઝયોથેરાપી સારવાર કેમ્પઃ જેમાં પોરબંદરનાં અસંખ્ય દર્દીનારાયણોએ લાભ લીધો અને આ સારવાર રાજકોટનાં સારવાર કેન્દ્રનાં અરવીંદભાઈ વાળા તથા તેમની ટીમ તેમજ પોરબંદરનાં સારવાર નિષ્ણાત વિમલભાઈ શાહ તથા તેમની ટીમ દ્વારા આપવામાં આવી અને આ કેમ્પ દર રવિવારે નિયમિતપણે ગોપનાથ મંદિર ખાતે યોજવામાં આવે છે.
તા. ૮–જાન્યુઆરી-૨૦૨૩ નાં ઉપરોકત ત્રિવિધ સમાજોપયોગી સેવા કેમ્પ ઉપરાંત પરિવાર દ્વારા આ લાદીવાલા દંપતીને શબ્દાંજલી-શ્રધ્ધાંજલી-સ્મરણાંજલી આપવા માટે સાંજે ૫:૩૦ વાગ્યાથી પોરબંદરનાં શ્રી તન્ના હોલ ખાતે જન્મશતાબ્દી સમાપન સમારોહનું આયોજન કરાવમા આવેલું, શરૂઆત આર્ય કન્યા ગુરૂકુળનાં પૂર્વ આચાર્ય પુષ્પાબેન જોષી દ્વારા પ્રાર્થનાથી કરવામાં આવી.
આ સમાપન સમારોહ પ્રસંગે દુર્ગાબેન આર. લાદીવાલા એ શબ્દોથી સૌનું સ્વાગત કર્યા બાદ પરિવારનાં સભ્યો દ્વારા શ્રી રામકૃષ્ણ મિશનનાં શ્રી રામકૃષ્ણદેવનાં “દિવ્ય જીવનનાં સોપાનો” એ પુસ્તિકા આપીને સૌનું સ્વાગત કરવામાં આવ્યું, ત્યારબાદ પધારેલા મહેમાનોમાંથી અનિલભાઈ કારીયા, ભરતભાઈ રાજાણી એ શબ્દો દ્વારા ભાવ વ્યકત કરેલ, ડૉ. સુરેખાબેન શાહે રાજાભાઈ લાદીવાલાનાં લેખો, અનુવાદો, તેમનાં માટેનાં લેખો વગેરેનું સંપાદન જે બુકમાં દુર્ગાબેન આર. લાદીવાલા દ્વારા કરવામાં આવ્યું છે તે “હયાતી નાં હસ્તાક્ષર” પુસ્તકનો તલસ્પર્શી અભ્યાસ કરી ખૂબ જ ઊંડાણપૂર્વક રાજાભાઈ તેમનાં જીવન કાળ દરમ્યાનનાં કાર્યો-આધ્યાત્મિક પ્રવૃતિઓ વિષે માર્મિક પ્રવચન કર્યું કે તેઓએ જે અતિશય ગહન તેવો થિયોસોફીકલ સોસાયટીનો ગ્રંથ LIGHT OF THE PATH નું અંગ્રેજી ભાષા માંથી ગુજરાતી ભાષા માં ‘“માર્ગ પ્રકાશિની’ પુસ્તક સ્વરૂપે અનુવાદિત કયોં છે, તે પુસ્તકને પુનઃ પ્રિન્ટ કરવા માટે સોએ સહકાર આપવો અને તેમણે ગુગલ સર્ચ કરીને જાણ્યું છે કે આધ્યાત્મિક જગતનું એક અમુલ્ય ઘરેણું છે.
ત્યારબાદ ખૂબ જ જાણીતા ભાગવત કથાકાર ચંદ્રેશભાઈ સેવકે ખૂબ જ ભાવમય શૈલીમાં ભાવપૂર્વક શબ્દાંજલી દ્વારા શ્રધ્ધાંજલી અને સ્મરણાંજલી આપી અને તેમનાં પ્રવચન વખતે સમગ હોલનાં બધા જ ભાવુક બની ગયેલા.વિમલભાઈ શાહ, ઇતિહાસવિદ અને પુરાતત્વવિદ ડો. નરોતમભાઈ પલાણ, રશ્મીબેન રાડીયા, મધુબેન કારીયા, ભારતીબેન વ્યાસ, શ્રી શીલાબેન માખેચા વગેરે સૌએ આ પ્રસંગે લાગણી સભર શબ્દોમાં શ્રધ્ધાંજલી-સ્મરણાંજલી આપી.
તા. ૦૮-જાન્યુઆરી-૨૦૨૩ નાં યોજાયેલ ત્રિવિધ કેમ્પમાં સેવા આપનાર આશા કોમ્પોનન્ટ બ્લડ બેંક, રેડક્રોસ સોસાયટી, ગવર્મેન્ટ ભાવસિંહજી હોસ્પીટલ, ડો. નિખિલભાઈ રૂપારેલીયા તેમજ રાજકોટ તથા પોરબંદરનાં સારવાર કેન્દ્રનાં બધા જ ટીમ મેમ્બર્સનું સન્માનપત્ર દ્વારા પરિવાર દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું.
અને LAST BUT NOT THE LIST ડૉ. સુરેશભાઈ ગાંધી એ પણ પધારીને ખૂબ જ રસમય શૈલીમાં સ્મરણાંજલી આપી. આ કાર્યક્રમનું સંચાલન અદભુત રીતે કરી પુજાબેન રાજાએ સમગ્ર કાર્યક્રમને ચાર ચાંદ લગાડી દીધા.આ પ્રસંગે અનેક આપ્તજનસમા સ્વજનોએ દુર્ગાબેન આર. લાદીવાલાનું પણ સન્માન કરેલું.
આ પ્રસંગમાં પરિવારનાં જયભાઈ લાદીવાલા, કૌશલ્યાબેન તથા મહેન્દ્રભાઈ રૂઘાણી, હરકિશનભાઈ સામાણી તથા રાજેન્દ્રભાઈ બગડાઈ, ચિંતનભાઈ તન્ના, રામભાઈ પાબારી તેમજ રસિકભાઈ ભરાણીયા, મોહનભાઈ લાખાણી, મુકેશભાઈ ઠક્કર, ડો, અનિલભાઈ દેવાણી, પાયલબેન સી. સેવક,રાજેશભાઈ લાખાણી વગેરે સમાજનાં અનેક અગ્રણીઓ તેમજ સ્વજન સમા મહેમાનોની સુગંધી ઉપસ્થિતિ રહેલ.પરમ પૂજય ગોં, ૧૦૮ શ્રી વસંતબાવા, પરમ પૂજય શાસ્ત્રી સ્વામી ભાનુપ્રકાશ સ્વામીજી તેમજ અનેક સંતો મહંતોએ તેમનાં શુભેચ્છા સંદેશ પાઠવેલ.
પરિવારની દીકરી ઓ રસનાબેન જયભાઈ લાદીવાલા, ખ્યાતિબેન ચિંતનભાઈ તન્ના, કોમલબેન રામભાઇ પાબારી, પુજાબેન કુશલભાઈ રૂઘાણી તથા મનાલીબેન કેવલભાઈ રૂઘાણી એ પણ ખૂબ જ સહકાર આપેલ તેમજ પરિવારનાં બાલ ગોપાલ ચિ. કિષા, ચિ. જાન્સી, ચિ, જેનીલ, ચિ. અનુશ્રી, ચિ. ઓમ તથા ચિ. રૂહી એ પણ આ પ્રસંગને માણ્યો. કાર્યક્રમનાં અંતે ઋણ સ્વીકારની લાગણી વલભાઈ મહેન્દ્રભાઈ રૂઘાણીએ વ્યકત કરેલ.

