Tuesday, December 3, 2024

|| तुम रक्षक काहू को डरना ||

પોરબંદર નો લોકમેળો લુંટમેળો ન બને તેની તકેદારી રાખવા તંત્ર ને રજૂઆત

પોરબંદરમાં જન્માષ્ટમીનો લોકમેળો લુંટ મેળો ન બને તે માટે તંત્ર ને યોગ્ય કાર્યવાહી કરવા શિવસેના દ્વારા રજૂઆત કરાઈ છે.

પોરબંદરમાં જન્માષ્ટમીના તહેવારો દરમિયાન પાંચ દિવસ માટે લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રાંત અધિકારીના અધ્યક્ષસ્થાને રચાયેલી કમિટી દ્વારા કરાયેલા લોકમેળાના આયોજનમાં ચકડોળ સહિતની રાઇડ્સમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ ટિકિટનો દર રૂ.૩૦નું ભાવ બંધણું રાખવા શિવસેનાના જિલ્લા ઉપપ્રમુખ ભગવાનજીભાઈ ચાવડા દ્વારા કલેકટરને પત્ર લખી રજુઆત કરવામાં આવી છે. જેમાં જણાવ્યું છે કે ગત વર્ષે પણ લોકમેળો લુંટ મેળો બન્યો હતો. અને રૂ.૩૦નું ભાવબંધણું હોવા છતાં ચકડોળના સંચાલકોએ પોતાની મનમાની ચલાવી અચાનક જ ટિકિટના દર રૂ.૫૦કરી દીધા હતા.

ત્યારે ચાલુ મેળા દરમિયાન શિવસેનાના કાર્યકરોએ દખલગીરી કરી ઉચ્ચ અધિકારીઓને મેળાના સ્થળ પર બોલાવી તાત્કાલિક ટિકિટના દર રૂ.૩૦ કરાવ્યા હતા. ત્યારે આ વખતે પણ ટિકિટના દર રૂ.૩૦ રાખવા જોઈએ. કારણ કે હાલ પોરબંદરમાં અનરાધાર વરસાદ પડ્યો છે. જેના કારણે લોકોને મોટું આર્થિક નુકસાન પણ સહન કરવું પડ્યું છે, એક તરફ મોંઘવારી અને બીજી તરફ વધુ પડતી બેરોજગારીને કારણે લોકો આર્થિક સંકટ ભોગવી રહ્યા છે, તેવા સમયે પોરબંદરવાસીઓ પર ખોટું આર્થિક ભારણ ના આવે તે માટે જન્માષ્ટમીના લોકમેળામાં ચકડોળ સહિતના રાઈડ્સનું ભાવ બંધણું જરૂરી છે.

વધુ માં એવી પણ રજુઆત કરવામાં આવી છે કે જે ખાણીપીણીના સ્ટોલ હોય છે. તેમાં પણ કેટલાક સ્ટોલ ધારકો એમ.આર.પી. કરતા વધારે પૈસા વસુલી લોકોને લુંટતા હોય છે, તે લુંટ પણ બંધ થવી જોઈએ અને ખાદ્ય પદાર્થોના ભાવ એમ.આર.પી. પ્રમાણે અથવા તો તેનાથી નીચા ભાવે લોકોને ચીજવસ્તુઓ મળી શકવી જોઈએ. જો મેળા કમિટી દ્વારા આ પ્રકારે ભાવ બંધણું કરવામાં નહી આવે તો આવનારા દિવસોમાં ઉગ્ર આંદોલન પણ કરવામાં આવશે તેવું પણ જણાવવામાં આવ્યું છે.

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે