પોરબંદર ના બળેજ ગામે ગેરકાયદે ચાલી રહેલ ખાણ પર તંત્ર દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે અને ૮ ચકરડી અને જનરેટર સીટ ૧૫ લાખ નો મુદમાલ કબજે કર્યો છે.
પોરબંદર જિલ્લામાં ગેરકાયદે થતા ખનીજના ખનન તથા વહનની પ્રવૃતિને અટકાવવાના ભાગ રૂપે કલેક્ટર કે.ડી.લાખાણીની સુચનાથી બળેજ ગામે ગેરકાયદે ચાલી રહેલી બિલ્ડીંગ લાઈમસ્ટોનની ખાણ પર કુતિયાણા ના નાયબ કલેક્ટર,રાણાવાવ મામલતદાર તથા પોરબંદર મામલતદાર કચેરીના સ્ટાફ દ્વારા ચેકિંગ હાથ ધરાયું હતું. જેમાં ૨ ખાણો ઝડપાઈ હતી. આ ખાણો માં ૮ ચકરડી તથા ૧ જનરેટર સેટનો ઉપયોગ સરકારી જમીનમાં ખનન માટે ઉપયોગ કરતા હોવાનુ જણાતા બન્ને મળી ૧૫ લાખ નો મુદામાલ સીઝ કરવામાં આવ્યો છે. અને તમામ મુદ્દામાલ નવી બંદર મરીન પોલિસ સ્ટેશન ખાતે જમા કરાવ્યો છે. બન્ને ખાણની માપણી તેમજ આગળની દંડાત્મક કાર્યવાહી ત્વરીત રીતે કરવા કલેક્ટર દ્વારા ભુસ્તરશાસ્ત્રીની કચેરીને સુચના આપવામાં આવતા ખાણખનીજ ની ટીમે સર્વે હાથ ધર્યો છે.