Sunday, September 8, 2024

|| तुम रक्षक काहू को डरना ||

રાણાવાવ ના બોરડી નજીક બિનવારસુ પડેલ ટ્રક માંથી ૮૦ પેટી દારૂ મળી આવ્યો

રાણાવાવ ના બોરડી થી સખપુર જતા રસ્તે એલસીબી ટીમ ને બિનવારસુ ટ્રક માંથી ૮૦ પેટી દારૂ મળી આવ્યો હતો પોલીસે ૮ લાખ નો મુદામાલ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.

પોરબંદર એલસીબીના જણાવ્યા મુજબ, પોરબંદર જિલ્લામાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની પ્રવૃત્તિ નેસ્તનાબુદ કરવા આપેલ સુચનાઓ તથા માર્ગદર્શન અન્વયે એલ.સી.બી.ના ઇન્ચાર્જ પી આઈ આર કે કાંબરીયા તથા એલ સી બી સ્ટાફના માણસો રાણાવાવ પોસ્ટે વિસ્તારમાં ગત મોડી રાત્રે પેટ્રોલીંગમાં હતા. દરમ્યાન ૨ વાગ્યે એલ.સી.બી હેડ કોન્સટેબલ હીમાંશુભાઇ મક્કા તથા ગોવિંદભાઈ મકવાણા તથા કોન્સટેબલ નટવરભાઇ ઓડેદરાને સંયુકત રીતે મળેલી હકીકત આધારે, બોરડી ગામથી જામસખપુર ગામ તરફ જતા જાહેર રસ્તામાં આઇસર ટ્રક રજી.નં.GJ-16-AW-6982માં ભારતીય બનાવટના વિદેશી દારૂનું કટીંગ થવાનું છે.

આથી એલસીબી સ્ટાફે રેઇડ કરતા આઇસર ટ્રક રજી.નં.GJ-16-AW-6982 નો મળી આવેલ જેની ઝડતી તપાસ કરતા ટ્રકમાં કોઇ હાજર મળી આવેલ નહીં પરંતુ ટ્રકની અંદર ભારતીય બનાવટના વિદેશી દારૂની અલગ-અલગ બ્રાન્ડની કંપની શીલપેક કાચની બોટલો ભરેલ પુઠ્ઠાના બોક્ષ નંગ-80બોટલો નંગ-960 કિં.રૂ.3,84,000નો મુદામાલ તથા મળી આવેલ આઇસર ટ્રક રજી.નં.GJ-16-AW-6982 કિ.રૂ.4,40,000 મળી કુલ કિ.રૂ.7.84,000 મળી આવતા આઇસર ટ્રક રજી.નં.GJ-16-AW-6982ના ચાલક વિરુદ્ધ રાણાવાવ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનનો ગુન્હો રજી. કરવામાં આવ્યો છે. જોકે આ દરોડા દરમ્યાન ટ્રક ડ્રાઇવર નાશી જવામાં સફળ રહ્યો હતો.

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે