Saturday, July 27, 2024

|| तुम रक्षक काहू को डरना ||

પોરબંદર ના કુછડી ગામે 3 ગેરકાયદે ખાણો ઝડપાઇ

પોરબંદર ના કુછડી ગામે ખાણ ખનીજ વિભાગે દરોડા પાડી3 ગેરકાયદે ખાણો ઝડપી સ્થળ પર થી દસ લાખ નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

દિવાળી ના તહેવારો બાદ પોરબંદર ખાણ ખનીજ વિભાગ પણ હરકત માં આવ્યું હોય તેમ લાભ પાંચમ ની મોડી સાંજે કુછડી ગામે ગેરકાયદે ખાણો અંગે ચેકીંગ હાથ ધરાયુ હતું. જેમાં 3 ગેરકાયદે ખાણો ઝડપાઇ હતી. આ ખાણો માંથી ૮ ચકરડી મશીન તથા એક ટ્રેકટર બિનઅધિકૃત બિલ્ડિંગ લાઇમસ્ટોન ખનીજના ખનન કરતા બિન વારસુ હાલતમાં મળી આવ્યા હતા.

આથી ખાણ ખનીજ વિભાગે કુલ રૂ 10 લાખ નો મૂદા માલ કબ્જે કરી મશીનરી તથા વાહનને સીઝ કરી મિયાણી મરીન પોલીસ સ્ટેશને મૂકવામાં આવ્યા હતા. અને સ્થળ પર કેટલી ખનિજચોરી થઈ છે તે અંગે સર્વે હાથ ધર્યો છે. ત્રણ માંથી એક પણ ખાણ માં સ્થળ પર કોઈ હાજર ન મળી આવતા અનેક ચર્ચાઓ જાગી છે.

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે