માધવપુર ના મેળા માં ૧૨૦૦ થી વધુ પોલીસકર્મીઓ રાઉન્ડ ધ કલોક ફરજ બજાવી રહ્યા છે. તો બીજી તરફ કોઈ બીમાર પડે તો તાત્કાલિક સારવાર માટે મેળા ગ્રાઉન્ડ માં જ કામચલાઉ દવાખાના પણ ઉભા કરવામાં આવ્યા છે.
માધવપુર ખાતે આયોજિત લોકમેળા માં હજારો ની માનવમેદની ઉમટી રહી છે. મેળા માં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ૭ ડીવાયએસપી સહિત ૧૨૦૦ નો પોલિસ અને સુરક્ષા ટીમનો સ્ટાફ તૈનાત કરાયો છે. ડીવાયએસપી અને ૧૨ જેટલા પી.આઇ, તેમજ ૫૫ જેટલા પીએસઆઇની ટીમ મેળા ગ્રાઉન્ડમાં ખડેપગે ફરજ પર છે. માધવપુર મેળામાં સી-ટીમના મહિલા પોલીસ કર્મચારીઓ, ખાનગી તથા યુનીફોર્મમાં રહી મહીલા તથા બાળકોની સુરક્ષાને ધ્યાને લઇ સુસજ્જ છે.
સર્વેલન્સ સ્કોર્ડ- સમગ્ર મેળા ગ્રાઉંન્ડમાં મોબાઇલ ચોરી કે અન્ય કોઇ બનાવ ન બને તેના માટે તકેદારી રાખી રહી છે સમગ્ર મેળા ગ્રાઉંન્ડમાં થતી હીલચાલ ઉપર નજર રાખી રહી છે. સી.સી.ટી.વી. કંન્ટ્રોલરૂમ,પી.એ. સીસ્ટમ–૨૪ કલાક માટે ચાલુ રાખવામાં આવ્યો છે. જેનો જરૂર પડ્યે તાત્કાલીક ઉપયોગ કરવા, મેળા ગ્રાઉન્ડ – બીચ ઉપર વોચ ટાવર રાખવામાં આવ્યા છે. જેમાં પોલીસ કર્મચારી દુરબીન તથા વોકીટોકીથી સજ્જ રહી મેળા ગ્રાઉંન્ડ ઉપર બાજ નજર રખાઈ રહી છે. માઉન્ટેન પોલીસનું દરીયાઇ કાંઠા વિસ્તારમાં પેટ્રોલીંગ કરી સતત વોચ-તકેદારી રાખવામાં આવી રહી છે.
નાગરીકોની સુવીધાને ધ્યાને રાખી મેળા ગ્રાઉંડ તથા સભાસ્થળ ખાતે ૨૪ કલાક માટે પોલીસ હેલ્પ ડેસ્ક(બુથ) ઉપલબ્ધ રાખી તાત્કાલીક નાગરીકોના પ્રશ્નોનું નીરાકરણ કરાઇ છે. દરીયા કાંઠે બનતી દૂર્ઘટનાને પહોચી વળવા માટે ૨૪ કલાક માટે બીચ ઉપર કર્મચારીઓ ફાયર બ્રીગેડ વાહન સાથે બંદોબસ્ત, પાર્કીગ ઉપર વ્યવસ્થીત પાર્કીગ થાય તે માટે પોલીસ બંદોબસ્ત, મેળા દરમીયાન ટ્રાફીક સમસ્યાને પહોચી વળવા માટે રોડ ઉપર ટ્રાફીક પોલીસ કર્મચારી દ્વારા ૨૪ કલાક બંદોબસ્ત, હાઇવે રોડ ઉપર બેરીકેટીંગ વડે બીન જરૂરી વાહનોનું પાર્કીગ રોકી, રોડ ઉપરથી પસાર થતા માણસો સાથે કોઇ દુર્ઘટના ન બને તે માટે પુરતી તકેદારી રાખવી, નેશનલ હાઇવે રોડ ઉપર રાખવામાં આવેલ તમામ કર્મચારીને રાત્રી દરમીયાન બંદોબસ્ત માટે સેફ્ટી જેકેટ અને લાઇટ બેટન વડે સુસજ્જ રહી રાત્રી દરમીયાન યોગ્ય તકેદારી રાખી ટ્રાફીક નીયમન કરવું, જરૂર જણાયે પોલીસ કર્મચારી દ્વારા દુરબીન તથા વાયરલેસ કમ્યુનીકેશન સાથે સંપર્કમાં રહી વોચ તકેદારી રાખવી, ડ્રોનની મદદથી સમગ્ર મેળા ગ્રાઉંન્ડ ઉપર મોનીટરીંગ કરવા સહિતની પોલીસ દ્વારા કામગીરી થઈ રહી છે.
મેળા મેદાન માં કામચલાઉ દવાખાના ઉભા કરાયા
મેળામાં લોકોની સારવાર માટે કામ ચલાઉ દવાખાના ઉભા કરાયા છે. અલગ અલગ શિફ્ટમાં ૯૦ તબીબ સહિત ૫૦૦ નો મેડિકલ સ્ટાફ ખડે પગે સેવા આપે છે. મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી બી.બી. કરમટાના માર્ગદર્શન હેઠળ. ઇમરજન્સી મેડિકલ સુવિધાઓ મેળા ગ્રાઉન્ડમાં ઉપલબ્ધ કરાઇ છે. આરોગ્ય વિભાગની ૧૦ એમ્બ્યુલન્સ અને ૪ જેટલી ૧૦૮ સ્ટેન્ડ બાય રાખવા, મેળા ગ્રાઉન્ડમાં ૬ જેટલા ઇમરજન્સી મેડિકલ સ્ટોલ ઉભા કરવા, ઓપીડીથી લઈને લોકોને જરૂર જણાય તે પ્રકારની તમામ મેડિકલ સુવિધાઓ પૂરી આપવાની વ્યવસ્થા કરાઇ છે. ૯૦ ડોક્ટરો, ૧૮૦ નર્સિંગ સ્ટાફ, ૩૦૦ જેટલો હેલ્થ સ્ટાફ ખડે પગે મેળા ગ્રાઉન્ડ ખાતે સેવા આપે છે.