પોરબંદર
રાણાવાવ ૧૦૮ દ્વારા પ્રસુતા ને એમ્બ્યુલન્સ માં જ ડીલેવરી કરાવી હતી.
આજે સવારના સમયે રાણાવાવ તાલુકાના રાણા વડવાળા ગામે વાડી વિસ્તાર માં ખેતી કામ કરતા સીમાબેન કમલેશભાઈ નામના પ્રસુતા ને 9 માસ પુર્ણ થતા પ્રસુતિની પીડા ઉપડી હતી.આથી 108 ની ટિમને જાણ કરવામાં આવી હતી.આથી ૧૦૮ ની ટીમ તુરંત ત્યાં પહોંચી ગઈ હતી.સીમાબેન ને હોસ્પિટલ લઇ જવાનો સમય ન હોવાથી 108 નાં ઈએમટી આરતી જાડેજા અને પાયલોટ સરમણભાઈ ચાવડા એ સમયસુચકતા વાપરી ૧૦૮ એમ્બ્યુલન્સ માં જ નોર્મલ ડીલેવરી કરાવી અને પુત્રી નો જન્મ કરાવ્યો હતો.અને માતા અને પુત્રી નો જીવ બચાવ્યો હતો.અને રસ્તામાં સારવાર આપી પોરબંદર સરકારી હોસ્પિટલ ખાતે વધુ સારવાર અર્થે ખસેડાયા હતા.
108ની સેવા આ સમય માં મહત્વની સાબીત થઈ રહી છે.ફરી એક વખત 108 ની સેવા એ સ્થળ પર પહોચી સમયસૂચકતા વાપરી પ્રસુતા નો જીવ બચાવ્યો છે.શ્રમિક પરિવારને ત્યાં પુત્રીનો જન્મ થતા ઈએમટી આરતી જાડેજા અને 108 ની ટિમ ની સરાહના કરી હતી.આ તકે જીલ્લા કોં-ઓડિનેટર જયેશ જેઠવા તથા પ્રોગ્રામ મેનેજર જયેશ કારેના દ્રારા અભિનંદન પાઠવવા માં આવ્યા હતા.