Thursday, April 18, 2024

|| तुम रक्षक काहू को डरना ||

પોરબંદર માં રઘુવંશી એકતા લેડી ટીમ દ્વારા આયોજિત સ્પર્ધાઓમાં મોટી સંખ્યા માં બહેનો જોડાયા

પોરબંદર

પોરબંદર ખાતે રઘુવંશી એકતા લેડી આયોજિત “કુકિંગ વિધાઉટ ફાયર” અને “એક મિનિટ” સ્પર્ધામાં મોટી સંખ્યામાં બહેનો જોડાયા હતા.

રઘુવંશી એકતા લેડી પોરબંદર દ્વારા સમયાંતરે બહેનો માટે બહેનોમાં રહેલી આંતરિક શક્તિને પ્રોત્સાહન આપવા માટે વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.ત્યારે આ વખતે સત્યનારાયણ મંદિર ના ગીતાહોલ ખાતે કુકિંગ વિધાઉટ ફાયર સ્પર્ધા નું આયોજન કરવામાં આવેલ હતું.જેમાં 25 જેટલા બહેનોએ ભાગ લીધેલ હતો.જેમાં વિવિધ પ્રકારની અનેક વાનગીઓ બનાવી મૂકવામાં આવેલ હતી.વાનગીઓની વિશિષ્ટતા એ હતી કે સ્પર્ધક બહેનોએ બનાવેલ વાનગી પોતાના ઘરે ગેસ કે અન્ય કોઈ રીતે ગરમ કરેલ ન હોય તેવી જ અલગ અલગ વસ્તુ માંથી બનાવેલ વાનગીઓ લાવેલ હતા.

એવી જ રીતે બહેનો માટે એક મિનિટ સ્પર્ધા નું આયોજન પણ કરવામાં આવેલ હતું.જેમાં 40 જેટલા બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધેલ.આ સ્પર્ધામાં પણ અલગ અલગ ગેમ જેવી કે કોથળાદોડ,લીંબુ ચમચી ન્યુઝ પેપર ના હાર વગેરે જેવી ગેમ શો બહેનોને રમાડવામાં આવી હતી.સ્પર્ધાના અંતે તમામ વિજેતા બહેનોને ઇનામો આપી પ્રોત્સાહિત કરવામાં આવેલ,કાર્યક્રમમાં સત્યનારાયણ મંદિરના ટ્રસ્ટી શીલાબેન ભરતભાઈ માખેચા તરફથી ખૂબ જ સહયોગ મળેલ હતો.કાઉન્સિલર કૃપા હિતેશ કારિયા,બીનાબેન કારિયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.કાર્યક્રમમાં નિર્ણાયક તરીકે બિંદિયાબેન મોનાણી,રિધ્ધીબેન કાનાણીએ સેવા આપેલ હતી.કાર્યક્રમને સફળ બનાવવા માટે રઘુવંશી એકતા લેડી ટીમના નયનાબેન સીમરીયા,ભક્તિ ગોકાણી,હિરલ કારિયા,ગીતાબેન સીમરીયા,બીનાબેન મોનાણી,ગીતાબેન તન્ના,પલ્લવીબેન તન્ના તથા મેમ્બર્સ એ જહેમત ઉઠાવી હતી.

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે