પોરબંદર
પોરબંદર ખાણખનીજ વિભાગ દ્વારા બળેજ,માધવપુર ગામે ચેકિંગ દરમ્યાન ત્રણ ગેરકાયદે ખાણો ઝડપી લીધી છે. ઉપરાંત દેવડા અને ગોરસર નજીક માટી તથા રેતી ભરેલા ટ્રક ઝડપી લીધા છે.અને કુલ ૬૫ લાખ નો મુદામાલ સીઝ કરી આગળ ની કાર્યવાહી હાથ ધરી છે.
પોરબંદર ખાણ ખનીજ વિભાગ દ્વારા માધવપુર ગામે આકસ્મિક ચેકિંગ હાથ ધર્યું હતું.જેમાં બિન અધિકૃત ખોદકામ વાળા વિસ્તાર માં બે ચકરડી મશીન દ્વારા બિલ્ડીંગ લાઈમસ્ટોન ખનિજનું બિન અધિકૃત ખનન થતું હોવાનું સામે આવ્યું હતું.આથી ૨ ચકરડી મશીનને સીઝ કરી ખાડાની માપણી શરુ કરી છે.ઉપરાંત બળેજ ગામે આકસ્મિક તપાસ દરમ્યાન એક બિન અધિકૃત ખોદકામવાળા વિસ્તારમાં બિલ્ડિંગ લાઇમસ્ટોન ખનિજ બે ટ્રકમાં ભરાતા હોવાનું સામે આવ્યું હતું આથી બન્ને ટ્રક સીઝ કરી નવી બંદર પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં રાખવામાં આવ્યા છે.તે સિવાય અન્ય એક સ્થળે થી 3 ચકરડી મશીન થી બિલ્ડિંગ લાઇમસ્ટોન ખનિજનું બિન અધિકૃત ખોદકામ જોવા મળતા ત્રણેય ચકરડી મશીનને સીઝ કરી નવી બંદર પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં રાખવામાં આવી છે.તથા ખોદકામ વાળા વિસ્તારની માપણી કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
એ સિવાય ગોરસર-માધવપુર હાઇવે પર રોડ ચેકીંગ દરમ્યાન એક ટ્રક માં ૬.૫૦૦ મે.ટન ઓવરલોડ સાદી રેતી ભરેલ હોવાથી ખનીજના વહન અન્વયે ટ્રક ને સીઝ કરી માધવપુર પોલીસ સ્ટેશનની કસ્ટડી માં રાખવામાં આવ્યો છે.તો દેવડા ગામે આકસ્મિક તપાસ દરમ્યાન હિટાચી મશીન તથા એક ટ્રક દ્વારા કાંપ,મુરમ નું બિનઅધિકૃત ખનન બદલ સ્થળ પર ની મશીનરી તથા વાહનને સીઝ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.આમ ખાણખનીજ વિભાગે ખનીજના બિન અધિકૃત વહન,ખનન બદલ ૫ ચકરડી મશીન,૧ હિટાચી મશીન તથા ૪ ટ્રક મળી ૬૫ લાખ ના મુદામાલ ને સીઝ કરી આગળ ની કાર્યવાહી હાથ ધરી છે.