પોરબંદર
પોરબંદરના બખરલા ખાતે વંદે ગુજરાત રથને ગ્રામજનોએ આવકાર્યો હતો. બખરલા,કોલીખડા તથા બોરીચાના સરપંચો,મહાનુભાવો તથા ગ્રામજનોએ આ તકે વંદે ગુજરાત ફિલ્મ પણ નિહાળી હતી. મહાનુભાવોએ રૂ.૯ લાખ ૩૮ હજારથી વધુ રકમના વિકાસકામોનું લોકાર્પણ કર્યું હતું. તથા જુદી જુદી યોજનાના લાભાર્થીઓને સહાય-કીટ વિતરણ કરી હતી.
આ તકે તાલુકા પંચાયતના પ્રમુખ પ્રતાપભાઇ કેશવાલા,જિલ્લા પંચાયતના સભ્ય રિધ્ધિબેન ખૂંટી,તાલુકા પંચાયતના સભ્ય લીરીબેન ખૂંટી,નોડલ ઓફિસર આર.આર. મોઢવાડિયા,આર.એફ.ઓ સરવૈયા, તાલુકા હેલ્થ ઓફિસર જીજ્ઞાસાબેન, તલાટી કમ મંત્રી,સરપંચ અરશીભાઇ ખુંટી સહિત મહાનુભાવો,અધિકારીઓ તથા બહોળી સંખ્યામાં ગ્રામજનો હાજર રહ્યા હતા.