પોરબંદર
પોરબંદર સહીત સૌરાષ્ટ્ર ના દરિયા માં ૪૦ થી ૫૦ કિમી ની ઝડપે પવન ફૂંકાવા ની હવામાન વિભાગ ની સુચના ના પગલે ફિશરીઝ વિભાગે માછીમારો ને તા ૨૯ સુધી દરિયો ન ખેડવા સુચના આપી છે.
અરબી સમુદ્ર માં હવા નું હળવું દબાણ સર્જાવા ના પગલે પોરબંદર સહીત સૌરાષ્ટ્ર ના દરિયા માં ૪૦ થી ૫૦ કિમી ની ઝડપે પવન ફૂંકવાની શક્યતા છે.જે અંગે હવામાન વિભાગ ની માહિતી ના આધારે પોરબંદર ફિશરીઝ વિભાગ દ્વારા પરિપત્ર બહાર પાડી જણાવ્યું છે.ભારતીય હવામાન ખાતું અમદાવાદ તરફથી મળેલી સુચના મુજબ તા.૨૫/૦૫ થી તા.૨૯/૦૫ સુધી દરીયો તોફાની બને તેવી તથા વધુ વરસાદ તથા ચક્રવાતની સંભાવના હોવાથી તા ૨૯ સુધી ફીશીંગ બોટોએ માછીમારી માટે ટોકન ન લેવા તેમજ દરીયામાં માછીમારી માટે ગયેલ તમામ ફીશીંગ બોટોને તાત્કાલીક પરત બોલાવી લેવા સુચના આપવામાં આવી છે.તથા ફિશરીઝ વિભાગે બોટોને ફિશિંગ માટે મોકલવાના ટોકન ઈશ્યુ કરવાનું બંધ કરાયું છે.જો કે આમ પણ મોટા ભાગ ની બોટો બે માસ થી કિનારે લાંગરેલી છે.અને માત્ર અમુક બોટો જ દરિયા માં ફિશિંગ કરી રહી છે.અને દરિયા માં પણ હજુ ખાસ કરંટ જોવા મળતો નથી.માત્ર સામાન્ય મોજા ઉછળી રહ્યા છે.