પોરબંદર.
આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ગુજરાત રાજ્યમાં શરૂ કરાયેલ વંદે ગુજરાત રથનું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવી રહ્યુ છે.ત્યારે પોરબંદર જિલ્લામાં આજ રોજ ફટાણા ખાતે વંદે ગુજરાત રથ પહોંચ્યો હતો. ફટાણા માં ગોરખનાથ જગ્યા ખાતે આવેલા રથનું ફટાણા, સોઢાણા અને મજીવાણાના ગ્રામજનો દ્રારા સ્વાગત કરાયું હતું.
આ તકે મહાનુભાવોના હસ્તે ફટાણા ગામના રૂ. ૦૮ લાખ ૬૫ હજારના કામોનું લોકાપર્ણ કરાયા હતા. જેમાં ૦૪ લાખ ૧૫ હાજર ખર્ચે કેનાલનું કામ તથા રૂ. ૦૪ લાખ ૫૦ હજારના ખર્ચે ભૂગર્ભ ગટરના કામનું ખાતમુહૂર્ત કરાયું હતું. આમ રૂ.૦૮ લાખ ૬૫ હજારથી વધુ રકમના વિકાસ કામોનું લોકાપર્ણ કરાયા હતા.
આ તકે રથને કુમ કુમ તિલક કરી સ્વાગત કરવામાં આવ્યું હતું. ત્યારબાદ મંચસ્થ મહાનુભાવોનું છોડ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું. છેલ્લા વીસ વર્ષના વિકાસ ગાથા દર્શાવતી ફિલ્મનું નિદર્શન કરવામાં આવ્યું હતું. . વંદે ગુજરાત વિકાસ યાત્રા કાર્યક્રમમાં વિવિધ યોજનાના લાભાર્થીઓને સહાય કીટ વિતરણ કરવામાં આવી હતી. જેમાં આયુષ્માન કાર્ડ, મુખ્યમંત્રી માતૃશક્તિ કીટ જેવી વિવિધ કીટ વિતરણ કરવામાં આવ્યું હતું.
આ તકે ગ્રામજનોને આરોગ્ય વિભાગની યોજનાઓ, મહિલા અને બાળ વિકાસ વિભાગની યોજનાઓ સહિત જન કલ્યાણકારી યોજનાઓ બાબતે અધિકારીઓએ જાણકારી આપી હતી.
કાર્યક્રમમાં મેડિકલ કેમ્પ પણ યોજાયો હતો. ઉલ્લેખનીય છે કે ૬૫ જેટલા ગ્રામજનો ને તાત્કાલિક સ્થળ પર આયુષ્માન કાર્ડ કાઢી આપવામાં આવ્યા હતા. તેમજ વેક્સિનેશનની કામગીરી પણ કરવામાં આવી હતી.
આ તકે તાલુકા પંચાયત સદસ્ય શ્રીમતી પાયલબેન ઓડેદરા, સરપંચ શ્રીમતી ટમુબેન ઓડેદરા, ગામના ઉપસરપંચ, તલાટી કમ મંત્રી, ઇ ગ્રામ સ્ટાફ, આરોગ્ય વિભાગનો સ્ટાફ, આંગણવાડીના બહેનો સહિત અધિકારી,પદાધિકારીઓ તથા બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.