પોરબંદર શહેરમાં સેવાભાવી સંસ્થા શ્રી શક્તિ મિત્ર મંડળ દ્વારા આયોજિત અને ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડીયાના સૌજન્યથી સતત પાંચમા વર્ષે ભવ્ય સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. છાયા નવાપરા ખાતે યોજાયેલા આ સમૂહ લગ્નમાં જુદી જુદી જ્ઞાતિના 20 નવયુગલોએ પોતાનું નવદામ્પત્ય જીવન શરૂ કર્યું હતું.
◆ મહાનુભાવોની ઉપસ્થિતિ :
આ સમૂહલગ્નમાં સામતભાઈ ઓડેદરા, ડો.સુરેશભાઈ ગાંધી, રામદેભાઈ મોઢવાડીયા, લાખણશી ગોરાણીયા, પાર્થભાઈ મોઢવાડીયા, રામભાઈ ઓડેદરા, ભરત ભાઈ શિંગરખિયા, અશોકભાઈ વારા, ભનુભાઈ ઓડેદરા, દેવશીભાઈ પરમાર, જ્યોતિબેન મસાણી, વિનુભાઈ ગોસ્વામી, કમલભાઈ ગૉસલીયા, માલદેભાઈ ઓડેદરા, વિજયભાઈ લાખાણી, પ્રતાપભાઈ ખૂટી, કેતનભાઈ પટેલ વગેરે મહાનુભાવોએ ઉપસ્થિત રહી શુભેચ્છાઓ પાઠવી હતી.
◆ ટીમની જહેમતથી સમૂહલગ્નને સફળતા મળી
શ્રી શક્તિ મિત્ર મંડળના પ્રમુખ નીતિન દવે, વિનોદભાઈ ભૂંડિયા, બાબુભાઇ સોનોગ્રા, ભરતભાઇ જોષી, કેશુભાઈ મકવાણા, મહેન્દ્ર તન્ના, અજયભાઈ મોઢા, દીપકભાઈ ફટાણીયા, યાજ્ઞિક કંસારા, હરિષભાઈ પરમાર, રાજુભાઇ દેવરિયા, અમરભાઈ ગોઢાણીયા, કિરીટભાઈ ઉમરણિયા, કિશોરભાઈ દવે, પરેશભાઈ ઉમરણિયા, ચિરાગ અગ્રવત, જ્યંતી સોનોગ્રા, વિનોદ ગોહેલ, ભાવેશ ખોખરી, પીયૂસ સલેટ, તુષાર સોલંકી, સંજયભાઈ અગરબત્તી વાળા વગેરે મિત્રોની સતત બે મહિનાની જહેમતથી આ પાંચમો સમૂહલગ્ન સફળતા પૂર્વક સંપન્ન થયા હતા.
◆ 31 વસ્તુઓનો કરિયાવર અપાયો.
સમૂહલગ્નમાં આયોજકો તથા દાતાઓના સહયોગથી તમામ દીકરીઓને પેટી પલંગ.કબાટ.સોના નો દાણો.ટીપોઈ.ખુરશી.મિક્સર. પારસી.સાડી.ડ્રેસ મટીરીયલ.વગેરે 31 જેટલી વસ્તુઓ કરિયાવરમા આપવામાં આવી હતી,
આ સમૂહલગ્ન દરમિયાન રક્તદાન કેમ્પ પણ યોજાયો હતો તેમાં રક્તદાતાઓએ મોટી સંખ્યામાં રક્તદાન કર્યું હતું.
તો બીજી તરફ માહી ગ્રૂપ ના સભ્યો દ્વારા શ્રી શક્તિ મિત્ર મંડળ સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન આયોજીત ૨૦ દીકરીઓ ના આ સમૂહ લગ્ન પ્રસંગે હાજરી આપી હતી. માહી ગ્રુપના પથદર્શક માર્ગદર્શક ડોક્ટર સુરેશભાઈ ગાંધી દ્વારા તેમના મજાકિયા અંદાઝ મા તેમના વક્તવ્ય મા કહ્યું કે “આવતા જન્મ મા જો મારા લગ્ન થાય તો હું પણ સમૂહ લગ્ન મા જ લગ્ન કરીશ ” ડોક્ટર સુરેશભાઈ ગાંધી ના હળવા મજાકિયા અંદાઝ થી ઉપસ્થિત સૌ એ તાળીઓ અને હાસ્ય થી વધાવી લીધેલ.
તેમજ ક્વીન્સ લાયોનેસ પ્રમુખ જ્યોતિબેન મસાણી એ તેના જ્વલંત અંદાજ મા દીકરીઓ ને લગ્ન મા સીતામાતા ની સિખ લઈ ને સાસરે જવાની સલાહ તો આપી પણ સાથે સાથે કોઈ ખોટી ચીજ ને સહન ના કરવાની પણ ટકોર કરી હતી અને દીકરીઓ તેમના સાસરા ના ઘર ને પોતાનું જ ઘર માની ને સ્વર્ગ બનાવે અને બંને કુળ ને દીપાવે તેવા આશીર્વચન આપ્યા હતા.
માહી ગ્રૂપ ઓફ પોરબંદર અને પોરબંદર ક્વિન્સ લાયોનેસ તરફ થી છેલા ચાર વર્ષ થી આ લગ્ન પ્રસંગ મા દીકરીઓ ને ફૂલ નહિ પણ ફૂલ ની પાંખડી સમાન કરિયાવર મા ભેંટ આપવામાં આવે છે માહી ગ્રૂપ ઓફ પોરબંદર ના પથદર્શક માર્ગદર્શક ડોક્ટર સુરેશભાઈ ગાંધી, પ્રમુખ કમલભાઈ ગોસલીયા, ઘનશ્યામભાઈ મહેતા, ડોક્ટર સુરેખાબેંન શાહ, જ્યોતિબેન મસાણી દ્વારા અવારનવાર પોરબંદર મા યોજાતા સમૂહ લગ્ન મા દીકરીઓ ને કરિયાવર મા ભેટ અપાઈ છે.માહી ગ્રૂપ ઓફ પોરબંદર દ્વારા કબાટ ,ફર્નિચર ,ઈલેક્ટ્રોનિક વસ્તુઓ,કિચન ના વાસણ હોઈ કે પછી કોઈ દાગીના મા ઘટતી આઇટમ હોઈ તે બધીજ કરિયાવર ની ભેંટ તેઓ તેમના આશીર્વાદ રૂપ દીકરીઓ ને અર્પણ કરેલ છે.









