Saturday, July 27, 2024

|| तुम रक्षक काहू को डरना ||

કુતિયાણા પીજીવીસીએલનાં મહિલા કર્મચારીને ગાળો કાઢી ફરજ માં રુકાવટ: સર્વિસ વાયર બદલવાની અરજી બાબતે બોલાચાલી કરી ટેબલ નો કાચ તોડી નાખ્યો

કુતિયાણા પીજીવીસીએલનાં મહિલા કર્મચારી સાથે વેકરી ગામના શખ્સે સર્વિસ વાયર બદલવાની અરજી બાબતે બોલાચાલી કરી ફરજ માં રુકાવટ કરી હોવાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

મૂળ ઉપલેટા અને હાલ કુતિયાણા ની હરીઓમ સોસાયટી માં રહેતા અને કુતિયાણા પીજીવીસીએલમાં જુનીયર એન્જીનીયર તરીકે ફરજ બજાવતા પાયલબેન પીયુષગીરી અપારનાથી (ઉવ.૨૮) એ નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ ગઈકાલે શનિવારે તેઓ પોતાની ફરજ ઉપર હાજર હતા. તે દરમ્યાન બપોરે બારેક વાગ્યે એક શખ્શ આવ્યો હતો. અને પોતે માણાવદર ના વેકરી ગામે રહેતો રાજશી રામશી ખોડભાયા હોવાનું જણાવ્યું હતું. અને કેબલ સર્વીસ બદલવા માટેની અરજી આપી હતી. આથી પાયલબેને તેને અરજીની ફી કેશ બારી ઉપર ભરવા જણાવ્યું હતું.

ત્યારબાદ તે ફિ ભરી ફરીથી તેની ઓફીસમાં આવી પોતાનું કામ ક્યારે થશે તેવું પૂછ્યું હતું. આથી પાયલબેને તેનું કામ થઇ જશે તેમ કહેતા રાજશી એકદમ ઉશ્કેરાઈ ગયો હતો. અને જોરજોરથી મોટા અવાજે જેમફાવે તેમ ગાળાગાળી કરવા લાગ્યો હતો. આથી પાયલબેને તેને શાંતિ રાખવા જણાવતા તે વધુ ઉશ્કેરાઇ જઇ ઓફીસના ટેબલ ઉપર રાખેલ કાચ ઉપર જોરથી હાથ પછાડ્યો હતો. આથી કાચ તુટી ગયો હતો. અને પાયલબેન ના હાથના અંગુઠામાં વાગ્યો હતો. તે દરમ્યાન અન્ય સ્ટાફ અને સિક્યુરીટી ગાર્ડ પણ આવી ગયા હતા. આથી રાજશી ઓફીસ માંથી બહાર નિકળી તમે કેમ નોકરી કરી લ્યો એ હવે હું જોઇ લઇશ તેમ કહી કાર માં બેસી જતો રહ્યો હતો. પોલીસે ફરજમા રૂકાવટ,સરકારી મીલ્કતને નુકશાન વગેરે અંગે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે