પોરબંદર

પોરબંદર ડિસ્ટ્રીકટ રાયફલ શુટિંગ એસો.ના ખેલાડીઓએ તાજેતર માં અમદાવાદ ખાતે યોજાયેલી શુટિંગ ચેમ્પીયનશીપ માં અગિયાર મેડલ મેળવ્યા છે.

તાજેતર માં અમદાવાદ ના ખાનપુરમાં આવેલ ‘રાયફલ કલબ’ ખાતે ઓપન તાપી ખેડા ડિસ્ટ્રીકટ શુટિંગ ચેમ્પીયનશીપ યોજાઈ હતી.જેમાં પોરબંદર ડિસ્ટ્રીકટ રાયફલ શુટીંગ એસો.ના ખેલાડીઓએ ૧૧ મેડલ મેળવી જિલ્લાનું ગૌરવ વધાર્યુ છે. જેમાં એર રાયફલ યુથ વુમન કેટેગરીમાં જાડેજા વિશાબા રાજેન્દ્રસિંહ એ બે ગોલ્ડમેડલ,ઓપન મેન કેટેગરીમાં મોઢવાડીયા અનિલભાઇએ બે સિલ્વર મેડલ,જુંગી હિમાંશુ અશોકભાઇએ બે બ્રોન્ઝ મેડલ મેળવ્યા છે.જયારે પિસ્તોલ શુટિંગ સ્પર્ધામાં ઓપન વુમન કેટેગરીમાં બાપોદરા અલ્પાબેન કેશવભાઈએ એક બ્રોન્ઝ,એક સિલ્વર મેડલ,યુથ વુમન કેટેગરીમાં સરમા હિલ રાજુભાઇએ બ્રોન્ઝ મેડલ મેળવ્યો છે.જયારે સમગ્ર સ્પર્ધામાં ખૂબ જ નાની માત્ર ૧૧ વર્ષની ઉંમરે ૧૦ મીટર એર પીસ્તોલ યુથ મેનમાં ૩૪૩ના સ્કોર સાથે ગોલ્ડ મેડલ મેળવનાર રાણા પૃથ્વીરાજસિંહ દિવ્યરાજસિંહનું ગુજરાત સ્ટેટ રાયફલ શુટીંગ એસો.ના સેક્રેટરી મનીષભાઇ પટેલે સન્માન કર્યુ હતું.આવી પ્રસિદ્ધિ બદલ પોરબંદર ડિસ્ટ્રીકટ રાયફલ શુટીંગ એસો.ના પ્રમુખ એમ. જી. શીંગરખીયા,સેક્રેટરી એન.જી. જોષી,ટ્રસ્ટી ભરતભાઇ લાખાણી દ્વારા કોચ દિવ્યરાજસિંહ રાણા અને ખેલાડીઓને આગામી સ્ટેટ, નેશનલમાં પોરબંદર જિલ્લાનું ગૌરવ વધારે તેવી શુભેચ્છા પાઠવી હતી.