Sunday, August 3, 2025

|| तुम रक्षक काहू को डरना ||

પોરબંદર માં પ્રથમ પ્રયત્ને જી.પી.એસ.સી.ની પરીક્ષા પાસ કરનાર યુવાન ને બિરદાવવામાં આવ્યો

ગુજરાત ગૌણ સેવા આયોગ (GPSC) દ્વારા તાજેતરમાં લેવાયેલી Dy.S.O.ની પરીક્ષા પ્રથમ પ્રયત્ન ઉર્તિણ થવા બદલ ભાવેશભાઇ રાજશીભાઇ પરમારનું સન્માન કરવામાં આવેલ હતું.

પોરબંદરના ભાગોળે આવેલ રોયલ આકેર્ડ કો-ઓપરેટીવ હાઉસિંગ સોસાયટી ખાતે રહેતા રાજશીભાઇ પરમારના પુત્ર ભાવેશભાઇ પરમારે નાયબ સેકશન અધિકારી વર્ગ ૩ની સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરતા રોયલ આકેર્ડ સોસાયટી દ્વારા યુવાનોને પ્રેરણાત્મક પ્રોત્સાહન મળી રહે એવા શુભ આશયથી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવેલ હતું.

આ સન્માન સમારોહમાં મુખ્ય અતિથિ અને કાર્યકમના અધ્યક્ષ સ્થાને ભરતભાઇ માલદેવજીભાઇ ઓડેદરા (પૂર્વ સંસદ સભ્ય)નું પુષ્પગુચ્છ વડે રોયલ આકેર્ડ સોસાયટીના પ્રમુખ મસરીજીભાઇ ઓડેદરા દ્વારા સ્વાગત કરવામાં આવેલ તેમજ અતિથિ વિશેષ સ્થાને સામતભાઇ ઓડેદરા (પૂર્વ પ્રમુખ, તાલુકા પંચાયત)નું પુષ્પગુચ્છ વડે રોયલ આકેર્ડ સોસાયટીના ગોગનભાઇ ઓડેદરા દ્વારા સ્વાગત કરવામાં આવેલ હતું.

તેમજ આ સોસાયટીના નવયુવાન અને Dy.S.O.ની પરીક્ષા પ્રથમ પ્રયત્ને ઉતિણ થયેલા ભાવેશભાઇ પરમારનું પુષ્પગુચ્છ વડે સામતભાઇ ઓડેદરા તથા કિશોરભાઇ આંત્રોલીયાએ સન્માન કરેલ તથા કાર્યકમના અતિથિ વિશેષ ભરતભાઇ ઓડેદરા દ્વારા સન્માનપત્ર અપર્ણ કરવામાં આવેલ. આ સન્માન પત્રનું વાંચન નિલેષભાઇ ઓડેદરા દ્વારા કરવામાં આવેલ હતું. સાથે ભાવેશભાઇની સફળતામાં સહભાગી પરીવારજનોનું પણ સોસાયટીના સભ્યો દ્વારા સન્માન કરવામાં આવેલ હતું.

આ તકે કાર્યક્રમના અતિથિ સામતભાઇ ઓડેદરાએ પોતાના વકતવ્યમાં જણાવેલ કે આજનો સમય યુવાનોનો છે અને શિક્ષિત યુવાન આપણા સૈા માટે એક સંપતિ સમાન છે. ભાવેશભાઇએ નાની વયે સફળતા પ્રાપ્ત કરવા બદલ તેમની મહેનત બિરદાવી અને યુવાનોને આ સફળતામાંથી પ્રેરણા લેવા આહવાન કરેલ હતું.

સન્માન સમારોહના મુખ્ય અતિથિ ભરતભાઇ માલદેવજીભાઇ ઓડેદરાએ ભાવેશભાઇ પરમારને અભિનંદન સાથે શુભકામનાઓ પાઠવી પોતાના પ્રાસંગિક વકતવ્યમાં જણાવેલ કે દરેક સમાજના વિકાસના પાયામાં શિક્ષણ રહેલું હોય છે શિક્ષિત યુવાન સમાજ અને રાષ્ટ્રની પ્રગતિનો કર્તા બની રહેશે. દરેક સમાજના યુવાનો પોતાના અભ્યાસ સાથે નકકી કરેલા ઘચ્ચ પ્રાપ્ત કરવા પ્રામાણિક મહેનત કરશે તો અચુક સફળતા પ્રાપ્ત કરી શકશે. જેનો લાભ સમાજના દરેક ક્ષેત્રને મળશે. આજે મહેર સમાજના યુવાનો પણ શિક્ષણની સાથે સ્પર્ધાત્મક પરિક્ષામાં ઉર્તિણ થઇ સરકારી ક્ષેત્રે આગવુ સ્થાન પ્રાપ્ત કરી પ્રગતિ કરી રહયા છે તેની ખુશી વ્યકત કરી હતી.

ગુજરાત ગૌણ સેવા આયોગ દ્વારા લેવાયેલી નાયબ સેકશન ઓફિસર વર્ગ – ૩ની પરીક્ષામાં ઉતિણ થયેલ ભાવેશભાઇ પરમારે પોતાનો પ્રારંભીક પ્રાથમિક અને માધ્યમિક સુધીનો અભ્યાસ પોરબંદર ખાતે અને ઉચ્ચતર માધ્યમિકનો અભ્યાસ ધોરાજી ખાતે કરી સિવિલ એન્જીનિયરીંગની ડિગ્રી પ્રાપ્ત કરી છે સરકારી ખાતામાં નોકરી પ્રાપ્ત કરવાના શુભ આશયથી ગાંધીનગર ખાતે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ શરૂ કરી બુલંદ અને ભરપુર આત્મવિશ્વાસ સાથે પ્રથમ પ્રયાસે જી.પી.એસ.સી.ની પરીક્ષા પાસ કરી પોતાના પરીવાર, મહેર સમાજ અને રોયલ આકેર્ડ સોસાયટી તેમજ ગોરસર ગામનું ગૈારવ વધારેલ છે. આ તકે તેઓએ તેમની સફળતાનો શ્રેત્ર પોતાના માતાપિતા, પરિવાર તેમજ શિક્ષકગણને આપેલ હતો.

કાર્યક્રમના અંતે રોયલ આકેર્ડ સોસાયટીના પ્રમુખ મસરીજીભાઇ ઓડેદરાએ આભારવિધી કરી સૈાનો આભાર માનેલ. રોયલ આકેર્ડ સોસાયટી દ્વારા યુવાનોને પ્રોત્સાહન પુરુ પાડવાના શુભ આશયથી આ સમારોહનું આયોજન કરવામાં આવેલ હતું. કાર્યક્રમનું સંચાલન હરિશભાઇ પરમાર કરેલ તેમજ રોયલ આકર્ડ સોસાયટી પરિવારજનો હાજર રહયા હતા. કાર્યકમના અંતે સાએ અલ્પાહાર કરી સન્માન સમારોહ પૂર્ણ જાહેર કરેલ હતો.

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે