પોરબંદરના યુવાને બે બાઇક અને બે મોબાઈલ ગીરવે મૂકીને 1.85 લાખ ની રકમ 10% વ્યાજે લીધા બાદ તેના ૩.30 લાખ ચૂકવ્યા બાદ પણ રકમ ની માંગ કરી મારી નાખવાની ધમકી આપવા અંગે બે શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
પોરબંદરના ઝુરી બાગ શેરી નંબર 14માં વીરભનુની ખાંભી પાસે રહેતા કેવલ દેવજીભાઈ જુંગી(ઉવ ૨૪)એ નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ તે છૂટક મજૂરી કામ કરે છે. અઢી વર્ષ પહેલા તેના બહેનના લગ્ન હતા અને નાનીમાં બીમાર હોવાથી પૈસાની જરૂરિયાત ઊભી થતા છાયા ચોકી ચાર રસ્તા પાસે નિલેશ ઉર્ફે નિક બળેજા પાસે પોતાનું બાઈક ગીરવે મૂકીને 10% માસિક વ્યાજે ₹35,000 લીધા હતા. અને 15 દિવસ પછી વધુ પૈસાની જરૂરિયાત ઊભી થતા પોતાનું બુલેટ બાઈક ગીરવે મૂકીને 1,10,000 માસિક 10 ટકા વ્યાજે લીધા હતા. ત્યાર પછી વધુ પૈસા ની જરૂરિયાત ઊભી થતા ૨ મોબાઇલ ગીરવે મૂકીને વધુ 40,000 માસિક 10% લેખે વ્યાજે લીધા હતા. આમ બંને બાઈક અને બંને મોબાઈલ સહિત કુલ 1 લાખ 85 હજાર રૂપિયા 10% વ્યાજ એ લીધા હતા.
ત્યારબાદ દોઢ વર્ષ સુધી કેવલે નિલેશ બળેજાને આ રકમનું ૩ લાખ 30 હજાર રૂપિયા જેટલું વ્યાજ ચૂકવ્યું હતું . અને દર મહિને નિક બળેજા ને ફોન કરીને છાયા ચોકી ચાર રસ્તા નજીક આવેલી પ્રિતમ પાન નામની દુકાને આપી આવતો હતો.
આમ નિયમિત રીતે નિલેશ ને લીધેલી રકમનું વ્યાજ દર મહિને ચુકવણી કરી આપેલ હોવાથી બાઇક અને મોબાઈલ પરત માંગતા તેણે બજાજ બાઇક પરત આપ્યું હતું પરંતુ બે મોબાઈલ અને બુલેટ બાઈક આપ્યું ન હતું પરંતુ આ બુલેટ મોટરસાયકલ તેણે તેના જાણીતા આશિષ કરસન ભુતિયા ને આપ્યું હોવાનું જણાવ્યું હતું.
આથી કેવલે બુલેટ બાઈક અને મોબાઈલ પરત માંગતા નિલેશે એવું જણાવ્યું હતું કે તારે હજુ એક લાખ ચાલીસ હજાર રૂપિયા આપવા પડશે તો જ હું તને તારું બુલેટ મોટરસાયકલ અને મોબાઈલ પરત આપીશ આથી કેવલે તેને કહ્યું હતું કે મેં બધી રકમ અને વ્યાજ ચૂકવી દીધું છે પરત આપી દો આમ છતાં નિલેશે તેને ગાળો દીધી હતી અને જો તું એક લાખ ચાલીસ હજાર નહીં આપે તો જીવતો રહેવા નહીં તો હું આમ ધમકી આપી હતી આ પછી નિલેશ તેના ઓળખીતા આશિષ ભુતિયા સાથે કેવલ પોરબંદર શહેરમાં ક્યાંય જાય ત્યારે તેને ગાળો બોલીને એક લાખ 40 હજાર રૂપિયાની પઠાણી ઉઘરાણી કરી મારી નાખવાની ધમકી આપતો હતો આથી નિલેશ અને આશિષ ભુતિયા સામે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.