રાણાવાવ ની સરકારી હોસ્પિટલ માં એક્સરે મશીન 5 દિવસ થી બંધ હોવાના કારણે દર્દીઓ ને મુશ્કેલી પડી રહી છે. આથી વહેલીતકે મશીન કાર્યરત કરવા માંગ ઉઠી છે.
રાણાવાવ ની સરકારી હોસ્પીટલે શહેર ઉપરાંત ગ્રામ્ય પંથક ના દર્દીઓ મોટી સંખ્યા માં સારવાર અર્થે આવે છે. પરંતુ અહી છેલ્લા પાંચ દિવસ થી એક્સરે મશીન માં ટેકનીકલ ફોલ્ટ સર્જાતા મશીન બંધ હાલત માં છે. આથી દર્દીઓ ને ભારે મુશ્કેલી નો સામનો કરવો પડે છે. સમગ્ર શહેર માં ક્યાય એક્સરે સુવિધા ન હોવાથી દર્દીઓ ને ન છુટકે પોરબંદર સુધી ધક્કા ખાવા પડે છે. અને મસમોટા ખર્ચ પણ કરવા પડે છે. અકસ્માત,પડી જવા સહીત અન્ય બનાવ માં એક્સરે કઢાવ્યા પછી જ સારવાર શક્ય બને છે. હોસ્પિટલ ના સુત્રો એ એવું જણાવ્યું હતું કે એન્જીનીયર આવ્યા બાદ તેનું સમારકામ હાથ ધરે ત્યાં સુધી માં હજુ પાંચેક દિવસ નીકળી જાય તેવી શક્યતા છે. જેને લઇ ને દર્દીઓ ની મુશ્કેલી માં વધારો થશે. .આથી વહેલીતકે મશીન નું સમારકામ કરી કાર્યરત કરવામાં આવે તેવી માંગ ઉઠી છે.