રાણાવાવમાં બસ ડેપો સામે આવેલ મોબાઇલની દુકાનમાંથી પોલીસે વરલી મટકાનો જુગાર રમતા બે શખ્શોને ઝડપી લીધા છે
રાણાવાવ પોલીસ ને બાતમી મળી હતી કે સિંધી જમાતખાના પાસે રહેતા ઇકબાલ કાસમની બસ ડેપો સામે આવેલી એમ. મોબાઈલ નામની દુકાનમાં વરલી મટકાનો જુગાર રમાડવામાં આવી રહ્યો છે. જેથી પોલીસે દરોડો પાડતા ઇકબાલ કાસમભાઈ (ઉ.વ. ૪૦ રહે. સીંધી જમાતખાનાની બાજુમાં) અને ઈમરાન સતારભાઈ મીઠવાણી (ઉ.વ. ૪૭, રહે. મૂડા મસ્જીદની બાજુ)ને વરલી મટકાના આંકડાનો જુગાર રમતા રૂા. ૪૪,૬૨૦ ની રોકડ તથા બે મોબાઇલ મળી કુલ રૂા. ૫૪૬૨૦ના મુદામાલ સાથે ઝડપી લીધા હતા અને બન્ને ની પુછપરછ કરતા તેઓ આદિત્યાણાના પ્રિયાંશ ઉર્ફે પીયુ નીતિન ભટ્ટ નામના શખ્શ પાસેથી કમીશનથી જુગાર રમાડતા હોવાની કબુલાત આપી હતી આથી પોલીસે પ્રિયાંશ સામે પણ ગુન્હો દાખલ કરી તેની શોધખોળ હાથ ધરી છે.