Friday, January 31, 2025

|| तुम रक्षक काहू को डरना ||

પોરબંદર ખાતે સુશાસન સપ્તાહ અંતર્ગત કાર્યશાળા યોજાઇ:ઉત્તમ કામગીરી કરનાર અધિકારીઓ ને બિરદાવાયા

પોરબંદર ખાતે સુશાશન સપ્તાહ અંતર્ગત કાર્યશાળા યોજાઈ હતી. જેમાં મોટી સંખ્યા માં વિવિધ વિભાગ ના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

તા.૧૯ થી તા.૨૫ ડિસેમ્બર દરમિયાન રાષ્ટ્રવ્યાપી સુશાસન સપ્તાહની ઉજવણીના ભાગરૂપે પોરબંદર જિલ્લા સેવા સદન-૧ ખાતે ‘પ્રશાસન ગાવ કી ઔર’ થીમ હેઠળ સુશાસન સપ્તાહની ઉજવણીના ભાગરૂપે કલેકટર અશોક શર્માના અધ્યક્ષ સ્થાને અધિકારીઓની કાર્યશાળા યોજાઈ હતી. જેમાં વિશેષ કામોનું પ્રેઝન્ટેશન કરવાની સાથે વર્ષ ૨૦૪૭ સુધીમાં જિલ્લાનું વિઝન નક્કી કરવા જરૂરી સૂચનો મૂકવામાં આવ્યા હતા.

કાર્યશાળામાં જિલ્લા કલેકટર અશોક શર્માએ સુશાસન શબ્દને સાર્થક કરી જિલ્લામાં આવેલી તમામ સરકારી કચેરીઓમાં આવતા તમામ લાભાર્થીઓને સંતોષ થાય તથા અધિકારીઓને આત્મસંતોષ થાય તેવા જનહિતલક્ષી કામો ઝડપી અને પારદર્શક સેવા આપવા તાકીદ કરી હતી. તથા જાહેર વહીવટને વધુને વધુ પારદર્શક, નિષ્ઠાવંત અને જનાભિમુખ બનાવવા સૌએ સાથે મળી કામ કરવા અપીલ કરી હતી. ખેડૂતો, માછીમારો, શ્રમિકોની આવક વધે, તેઓનું સશક્તિકરણ થાય, ખેતી, પશુપાલન, ફિસરીઝ, ટ્રાન્સપોર્ટ અને ટુરીઝમ જેવા વ્યવસાયો જિલ્લામાં વધુ વિકસે અને યુવાનોમા રહેલી સ્કીલ બહાર આવે, આઈ.ટી.આઈ અને પોલિટેકનિક જેવી સંસ્થાઓ ઇન્ડસ્ટ્રીઝ સાથે સંકલન કરી સ્થાનિક લેવલે વધુને વધુ રોજગારીની તકોનું નિર્માણ થાય તે દિશામાં કામગીરી કરવા તાકીદ કરી હતી.

આ તકે ગત વર્ષમાં જનસેવા લક્ષી ઉત્તમ કામગીરી કરનાર ત્રણ કચેરીઓના અધિકારીઓને પ્રમાણપત્ર પાઠવી સન્માન કરાયું હતું. જેમાં જિલ્લા રમત વિકાસ અધિકારી , જિલ્લા પુરવઠા અધિકારી હિરલ દેસાઈ તથા પાણી પુરવઠાના એક્ઝિક્યુટિવ એન્જિનિયર વી.પી.ચૌહાણને પ્રમાણપત્ર પાઠવી સન્માન કર્યું હતું. જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા એન.એફ.એસ.એ. તથા પ્રધાનમંત્રી અન્ન યોજના હેઠળ થયેલી વિશેષ કામગીરી, વાસ્મો,પાણી પુરવઠા અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નલ સે જલ યોજના હેઠળ પીવાને પાણીની લગતી થયેલી કામગીરી તથા જિલ્લા રમત સંકુલમાં શિક્ષણ સાથે વિવિધ રમતોમાં તાલીમ મેળવતા વિદ્યાર્થી ખેલાડીઓની સિદ્ધિની ગાથા પ્રેઝન્ટેશન દ્વારા રજુ કરવામાં આવી હતી.

આ તકે જિલ્લાના અધિકારીઓએ સુશાસનની વ્યાખ્યા પોતાના શબ્દોમાં વર્ણવી જનસેવા અને સરકારી યોજનાનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચે અને લાભાર્થીને સંતોષ થાય તે દિશામાં વધુને વધુ કામગીરી કરવા કટિબદ્ધતા દાખવી હતી.

કાર્યશાળામાં જિલ્લા વિકાસ અધિકારી બી.ડી. નીનામાએ પણ પોતાના વિચારો રજૂ કર્યા હતા. કાર્યશાળાનું સંચાલન નિવાસી અધિક કલેકટર એમ.કે.જોષી એ કર્યું હતું. કાર્યશાળામાં જિલ્લાની વિવિધ સરકારી કચેરીઓના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે