પાંડાવદર ગામની સરકારી શાળા ને દાતાઓ ના સહયોગ થી સ્માર્ટ બોર્ડ અને આર ઓ પ્લાન્ટ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો હતો ઉપરાંત વિદ્યાર્થીઓ નો વિદાય સમારોહ પણ યોજાયો હતો.
પોરબંદર નજીક આવેલ પાંડાવદર પ્રાથમિક શાળામાં સ્માર્ટ બોર્ડનું લોકાર્પણ અને ધોરણ આઠ ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ પોરબંદરના જાણીતા તબિબ સુરેશભાઈ ગાંધી, ઓ.એન. મોઢા વિદ્યાલયના પ્રમુખ રજનીકાંતભાઈ મોઢા, મોઢા વિદ્યાલયના મેનેજિંગ ટ્રસ્ટી મનસુખભાઈ જોશી, ગુરુકુળ મહિલા કોલેજના ભૂતપૂર્વ પ્રોફેસર કંચનબેન મોઢા અને જાણીતા તબિબ જનકભાઈ પંડિત ની હાજરીમાં યોજવામાં આવેલ. શાળાના શિક્ષકોએ સમયની જરૂરિયાતને ધ્યાનમાં રાખીને એવું નક્કી કર્યું કે જો શાળામાં સ્માર્ટ બોર્ડ હોય તો વિદ્યાર્થીઓને વધારે સારી રીતે ટેકનોલોજીના ઉપયોગ દ્વારા અભ્યાસ કરાવી શકાય આથી તમામ શિક્ષકોના પ્રયત્નો દ્વારા દાતાના સહયોગથી શાળામાં સ્માર્ટ બોર્ડ મેળવ્યું.
કાર્યક્રમની શરૂઆત શાળાના શિક્ષક અભય પંડિતને સૌ મહેમાનોને હૃદયના આવકાર આપી કરી. આ કાર્યક્રમમા તમામ મહેમાનોનું સ્વાગત ધોરણ આઠ ના વિદ્યાર્થીઓ દ્વારા પુષ્પગુચ્છ આપવી કરવામાં આવ્યું. ઉપસ્થિત સૌ મહેમાનોએ જીવનમાં શિક્ષણનું મહત્વ અને એમણે કરેલા સંઘર્ષ બાબતે વિદ્યાર્થીઓને જણાવી અને ખૂબ મહેનત કરી અને જીવનમાં આગળ વધવું અને આગળ ખૂબ અભ્યાસ કરવો.તેમજ દરેક મહેમાનોએ એવી ખાતરી આપી કે જો આપને આગળ ભણવામાં કોઈપણ તકલીફ હોય તો શાળાના શિક્ષક અભયભાઈ પંડિત દ્વારા અમને સંદેશો મોકલાવશો કે જેથી કરીને અમે તમને પડતી મુશ્કેલીઓનું નિવારણ ચોકકસ કરીશું . શાળા પરિવાર દ્વારા ધોરણ આઠ ના દરેક વિદ્યાર્થીઓને સ્મૃતિભેટ આપવામાં આવેલ.
સ્માર્ટ બોર્ડ ના દાતાઓ અમેરિકા સ્થિત નીરેનભાઈ દડિયા, એમ.ડી સાયન્સ કોલેજ પોરબંદરના ભૂતપૂર્વ પ્રિન્સિપાલ પી .એમ.જાની ની સ્મૃતિમાં તેમના પુત્રો ડોક્ટર ડો. ઋતુ જાની અને કુજતભાઈ જાની તથા પોરબંદરના ડો. જનકભાઈ પંડિત દ્વારા આપવામાં આવ્યું. કાર્યક્રમના દિવસે જ શાળામાં નવો આર.ઓ પ્લાન્ટ શ્રી સત્યનારાયણ મંદિર ટ્રસ્ટના શ્રી ભરતભાઈ માખેચા અને શીલાબેન માખેચા દ્વારા આપવામાં આવેલ. કાર્યક્રમનું સંચાલન શાળા શિક્ષક અભય પંડિતે કરેલ. અને આભાર વિધિ શાળાના શિક્ષક રાજુભાઈ મોઢવાડિયા દ્વારા કરવામાં આવેલ. આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાના આચાર્ય અલ્પેશભાઈ ભૂત, રાજુભાઈ મોઢવાડિયા, આસિતાબેન ખિસ્તરિયા, નીતેશભાઈ મોઢા, કિરણબેન બારૈયા અને અભયભાઈ પંડિતે જહેમત ઉઠાવેલ.