Sunday, May 19, 2024

|| तुम रक्षक काहू को डरना ||

પોરબંદર જીલ્લામાં ગૌચરની જમીન પરનું દબાણ તંત્ર ક્યારે દુર કરશે:છ મહિનાથી લેખિત રજુઆતો છતાં નક્કર કાર્યવાહી નહી

પોરબંદર જીલ્લામાં સીનીયર સીટીઝન દ્વારા ગૌચરની જમીન પરનું દબાણ દુર કરવા છતાં તંત્ર દ્વારા કોઈ કામગીરી ન થતા તેઓએ ચોથી વખત સ્વાગત કાર્યક્રમ માં આ પ્રશ્ન રજુ કર્યો છે.

પોરબંદરના સીનીયર સીટીઝન પુંજાભાઈ લાખાભાઈ કેશવાલાએ કલેકટરને કરેલી રજુઆતમાં જણાવ્યું છે કે, જિલ્લાના ગામડાઓમાં આવેલ ગૌચરની જગ્યાઓં.ખાલી કરાવવા બાબતની અનેક અરજીઓ ત્રણેય તાલુકા ના ટીડીઓ તથા મામલતદાર ને કરી છે. અને આ અંગે જાહેર માહીતી અધિકાર -૨૦૦૫ હેઠળ માહીતી માંગી. અને તેના આધારે ગૌચરની જગ્યાઓ ખાલી કરવા માટે અનેક વખત રજુઆત કરવા છતાં તંત્ર દ્વારા સરપંચો તથા મંત્રીઓને માર્ચથી મે -૨૦૨૩ માં નોટીસો આપી ફકત તેમની કામગીરી કાગળ ઉપર કરી છે.

જયારે જમીની હકીકત એવી છે કે, જીલ્લા માં હજારો હેકટરગૌચરની જગ્યા જમીન માફીયાઓ દબાવી રાખેલ છે. અને આ જગ્યાઓ ઉપર બુલડોઝર કયારે ફેરવાશે તે અંગે લોકો માં પણ સવાલ ઉઠી રહ્યા છે તેમના દ્વારા છ મહિના થી લેખિત રજૂઆત અને ત્રણ વખત સ્વાગત કાર્યક્રમ માં પ્રશ્ન રજુ કરવા છતાં કોઈ કામગીરી ન થતા અંતે તેઓએ ચોથી વખત સ્વાગત કાર્યક્રમ માં પ્રશ્ન રજુ કર્યો છે અને ૬૦ દિવસ માં ગૌચરની જગ્યાઓ ખાલી કરવામાં નહી આવે તો મામલતદાર તથા ટીડીઓ જમીન માફીયાઓ સાથે વ્હાલા-દવલાની નીતી અપનાવે છે તે ફલીત થશે અને તેની સામે લેન્ડ ગ્રેબીંગ એકટ હેઠળની કાર્યવાહી કરવાની ફરજ પડશે તેવું પણ જણાવ્યું છે.

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે