રાજ્ય સરકાર દ્રારા સમગ્ર રાજ્યમા યોજાઇ રહેલા વિશ્વાસથી વિકાસ યાત્રાના આજે પ્રથમ દિવસે પોરબંદરના બિરલા હોલ ખાતે પ્રાંત કક્ષાનો વિશ્વાસથી વિકાસ યાત્રા કાર્યક્રમ યોજાયો હતો. જેમા ૮.૭૬ કરોડના ૨૮૪ કામોનુ ખાત મુહૂર્ત તથા લોકાર્પણ કરાયા હતા. જેમા પાણીના અવેડાનુ કામ,કોમ્યુનિટી હોલ, રસ્તાના કામો, પાણીની લાઇનના કામો, ગટરના કામો, સ્ટ્રીટ લાઇટપુલીયાના કામો શૈાચાલયના કામો સહિતના કામોનુ ખાત મુહૂર્ત તથા લોકાર્પણ કરાયુ હતુ.
આ તકે પોરબંદરના ધારાસભ્ય બાબુભાઇ બોખીરીયાએ કહ્યુ હતુ કે, રાજ્યમા વસતા એક એક નાગરિકોએ અમારી સરકાર પર વરસોથી જે વિશ્વાસ મુક્યો છે તેના કારણે જ આ વિકાસની ગતિને અમે બળ પુરુ પાડી શક્યા છીએ. જેના કારણે આજે ગુજરાત વિકાસનુ પર્યાય બનીને અન્ય રાજ્યો માટે માર્ગદર્શકની ભૂમિકા ભજવી રહ્યુ છે. નાગરિકોની પાયાની જરૂરીયાતો પુરી કરવાની સાથે અન્ય ક્ષેત્રે પણ યોજનાઓ કાર્યરત કરીને છેવાડાના માનવીને યોજનાઓનો લાભ આપ્યો છે. તથા સાથે સાથે વિકાસના કામો પણ ક્યારેય અટકવા દીધા નથી આજે રૂ. ૮.૭૬ કરોડના ૨૮૪ કામોના લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કરતી વખતે ગૈારવ અનુભવુ છુ તેમ જણાવ્યુ હતુ.
આ તકે જિલ્લા કલેકટર અશોક શર્માએ કહ્યુ હતુ કે, સરકાર દ્રારા વિકાસના જુદા જુદા કામોનુ લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કરીને નાગરિકોને સરકાર દ્રારા જે સુવિધા આપવામા આવે છે તેની જાળવણી કરી તેને નુકશાન ન કરવુ એ નાગરિકોની ફરજ છે. રૂ.૩.૫૮ કરોડના કુલ ૧૦૮ વિકાસના કામોનુ લોકાર્પણ તથા રૂ.૫.૧૮ કરોડના ૧૭૬ એમ કુલ ૮.૭૬ કરોડના ૨૮૪ વિકાસ કામો પોરબંદર નગરપાલિકા વિસ્તાર તથા પોરબંદર તાલુકા વિસ્તારમા લોકોની સુખાકારી માટે ઉપયોગી બનશે.કાર્યક્રમનુ સ્વાગત પ્રવચન પ્રાંત અધિકારી જાડેજાએ કર્યુ હતુ.
કાર્યક્રમમા જિલ્લા વિકાસ અધિકારી વી.કે.અડવાણી, તાલુકા પંચાયતના પ્રમુખ પ્રતાપભાઇ કેશવાલા સહિત તાલુકા અને નગરપાલિકા વિસ્તારના અગ્રણીઓ સહિત શહેરીજનો હાજર રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન નિરવભાઇ જોષીએ કર્યું હતું.
પોરબંદર જિલ્લાના પ્રાંત કક્ષાનો વિશ્વાસથી વિકાસ કાર્યક્રમ મહેર સમાજ કુતિયાણા ખાતે યોજાયો
સરકાર દ્વારા રાજ્યમાં અનેકવિધ કામોના લોકાર્પણ તથા ખાતમુહૂર્ત માટે બે દિવસીય વિશ્વાસથી વિકાસ યાત્રા કાર્યક્રમનું આયોજન થઈ રહ્યું છે. ત્યારે પોરબંદર જિલ્લામાં કુતિયાણા અને રાણાવાવ સયુંકત પ્રાંત કક્ષાનો કાર્યક્રમ જિલ્લા પંચાયત પ્રમુખ મંજુબેન કારાવદરા અધ્યક્ષસ્થાને મહેર સમાજ કુતિયાણા ખાતે યોજાયો હતો.
વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની દીર્ઘદષ્ટિનાં પરિણામે ગુજરાત આજે વિકાસની નવી ઊંચાઇઓ સર કરી રહ્યું છે. ત્યારે તેમના દિશા નિર્દેશનમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વિકાયાત્રાને આગળ ધપાવી રહ્યા છે. ત્યારે સરકાર દ્વારા વિશ્વાસથી વિકાસ યાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે.
આ તકે કાર્યક્રમમાં પ્રાસંગિક ઉદબોધન કરતા પ્રમુખ મંજુબેન કારાવદરા જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ સરકાર આગળ વધી રહી છે. રાજ્યમાં તથા જિલ્લામાં વિવિધ વિકાસના કામોની હેલીઓ વર્ષી રહી છે. આજે આપના વિસ્તારમાં રૂ .૦૫ કરોડ ૦૭ લાખના ખર્ચે કુલ ૧૯૧ કામોનું ઇ-લોકાર્પણ તથા ઇ-ખાતમુહુર્ત કરવામાં આવ્યું છે. ડબલ એન્જિનની સરકારે છેવાડાના માનવી સુધી વિકાસના કાર્યો પહોંચાડ્યા છે. તેમજ સરકાર દ્વારા સ્ત્રી સશકિતકરણની દિશામાં પણ ઘણા કાર્યો કર્યા છે તેમજ અનેકવિધ યોજનાઓ થકી લોકોની સુખાકારીની કાળજી રાખવામાં આવી છે.
આ તકે કુતિયાણા તાલુકા પંચાયત પ્રમુખ વિજયાબેન ખૂંટી જણાવ્યું હતું કે, સરકાર દ્વારા અનેકવિધ કલ્યાણકારી યોજનાઓ થકી લોકોને લાભ મળ્યો છે. આજે વિશ્વાસથી વિકાસ યાત્રા અંતર્ગત આપના વિસ્તારમાં અનેકવિધ કામોનું લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે.
આ પ્રસંગે જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન રમેશભાઈ ઓડેદરા જણાવ્યું કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા હંમેશ માટે લોકોની સુખાકારી અને સલામતી પ્રાથમિકતા રહી છે. સરકાર પણ રાજ્યની સુખાકારી માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દિશા નિર્દેશનમાં આગળ વધી રહી છે. સરકાર દ્વારા અનેકવિધ કલ્યાણકારી યોજનાઓ અમલવારી કરી સાચા અર્થમાં પ્રજાની સરકાર બની છે.મહાનુભવોના પ્રાસંગિક પ્રવચન બાદ સરકારશ્રીનાં વણથંભી વિકાસના કાર્યોની ફિલ્મ દર્શાવવામાં આવી હતી.
આ તકે કાર્યક્રમનું સ્વાગત ઉદબોધન પ્રાંત અધિકારી પારસ વાંદા તેમજ આભારવિધિ રાણાવાવ મામલતદાર સંજય અસવાર દ્વારા કરવામાં આવી હતી.આ તકે કુતિયાણા ધારાસભ્ય કાંધલભાઈ જાડેજા, જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ ગોપાલભાઈ કોઠારી, જિલ્લા કારોબારી ચેરમેન રમેશભાઈ ઓડેદરા, પૂર્વ ધારાસભ્ય કરશનભાઈ ઓડેદરા, કુતિયાણા નગરપાલિકા પ્રમુખ ઢેલીબેન ઓડેદરા, કુતિયાણા તાલુકા પંચાયતના પ્રમુખ વિજયાબેન ખૂટી, રાણાવાવ નગરપલિકા પ્રમુખ જીવીબેન ઓડેદરા, રાણાવાવ તાલુકા પંચાયતના પ્રમુખ સામતભાઈ મોઢવાડીયા, અધિકારો તથા પદાધિકારીઓ સહિત બહોળી સંખ્યામાં પ્રજાજનો ઉપસ્થિત રહ્યા હતા