પોરબંદર
મહાબળેશ્વર ખાતે આયોજિત નેશનલ થાઇ બોક્સિંગ ફેડરેશન કપ ૨૦૨૨ માટે પોરબંદર ના વિદ્યાર્થીઓ ની પસંદગી થઇ છે.
મહારાષ્ટ્ર ના પંચગીની મહાબળેશ્વર ખાતે આયોજિત 8 મી નેશનલ થાઇ બોક્સિંગ ફેડરેશન કપ ૨૦૨૨ માટે એક્સ્ટ્રીમ ફિટનેસ કેર ના વિદ્યાર્થીઓ જુદી જુદી એઇજ અને વેઇટ કેટેગરીમાં પસંદગી પામ્યા છે. જેમાં હિતાર્થ સામાન,તેજ મદલાણી કેડેટ કેટેગરી,વેદાંત શર્મા અને સ્નેહા કોટિયા,જાનવી પાણખાણીયા અને કૃપા જુંગી જુનિયર જુનીયર કેટેગરી માં પસંદગી પામ્યા છે.જયારે મહેશ મોતીવરસ ની આ સ્પર્ધા ના રેફરી તરીકે પસંદગી થઇ છે.મહારાષ્ટ્ર ના પંચગીની મહાબળેશ્વર ખાતે ઇન્ડિયન થાઇબોક્સિંગ ફેડરેશન દ્વારા યોજાયેલ ૨૦૨૨ મા પોરબંદર ના પસંદગી પામનાર તમામ વિદ્યાર્થીઓને એક્સ્ટ્રીમ ફિટનેસ કેર ના મુખ્ય સંચાલક કેતન કોટિયા અને સુરજ મસાણી તેમજ માર્શલ આર્ટસ એક્સપર્ટ જયેશ ખેતરપાલ,અંજલિ ગંધરોકીયા અને સુનિલ ડાકી,દીપક રાનીંગા વગેરે એ શુભેચ્છા પાઠવેલ છે.
જુઓ આ વિડીયો