પોરબંદર
પોરબંદર માં ચાલીસેક વરસ બાદ બે બચપન ના મિત્રો નું મિલન થયું છે .જેનું માધ્યમ પોરબંદર ટાઈમ્સ બન્યું છે. .પોરબંદર ટાઈમ્સ ના માધ્યમ થી પોરબંદર ના બ્રહ્મ સમાજ ના અગ્રણી અને તબીબ ડો જનકભાઈ પંડિત અને તેમના બચપન ના મિત્ર જમાલભાઈ અજમેરી નું ૪૦ વરસ બાદ મિલન શક્ય બન્યું છે .જયારે બન્ને મિત્રો ચાલીસ વરસ બાદ રેડક્રોસ ની ઓફીસ ખાતે મળ્યા ત્યારે લાગણીભર્યા દ્રશ્ય સર્જાયા હતા
મિત્ર શબ્દ સાંભળતાની સાથે જ આપણો જે પ્રિય મિત્ર હોય તેનો ચહેરો આપણી નજર સામે આવી જાય છે અને તે સાથે જ આપણા ચહેરા પર સ્મિત પણ. મિત્રનો સંબંધ એક એવો અનોખો સંબંધ છે જે આ દુનિયાના બધા જ સંબંધોથી પર છે. સુખ હોય કે દુખ ચાહે ગમે તેવી પરિસ્થિતિ આવી જાય તો ભલે આખી દુનિયા સાથ છોડી દે પણ તે તો હંમેશા પડછાયાની માફક સાથે જ રહે છે. કોઈ તમને પૂછે કે તમે તમારા જીવન માં કુલ કેટલા માણસો ને મળ્યા હશો તો તમને યાદ ન હોય કોઈ તમને એમ પૂછે કે જેટલા માણસો ને મળ્યા છો ..તેમાંથી કેટલા માણસો તમને યાદ છે? તો કદાચ તેનો ઉત્તર મળી શકે અને એ યાદ રહી ગયેલા વ્યક્તિઓ માં થી મિત્રતા કેટલા સાથે તો તમને કદાચ તેનો ઉત્તર સહેલો પડે .અને જો ગાઢ મિત્રો ની વાત થાય તો- આંગળી ને વેઢે ગણી શકાય પરંતુ ઘણી વખત એવું બનતું હોય છે કે બચપણ માં સાથે રમેલા મિત્રો કાળક્રમે જીવન ની ઘટમાળ માં ખોવાતા જાય છે .કેટલાક મિત્રો નો સંપર્ક હોય તો પણ અલપઝલપ. બચપણ માં સાથે રમેલો મિત્ર જયારે જીવનસંધ્યા એ ફરી થી મળે ત્યારે જે ખુશી મળે છે તેનું વર્ણન ન થઇ શકે . આવું જ કઈક બન્યું છે પોરબંદર માં .પોરબંદર ના બ્રહ્મસમાજ ના અગ્રણી ડો જનકભાઈ પંડિત અને જમાલભાઈ અજમેરી નાનપણ માં ઘણા વરસો સુધી સાથે ક્રિકેટ રમ્યા છે. ત્યાર બાદ ડો પંડિત તબીબી અભ્યાસ માટે જામનગર ગયા હતા અને ત્યાર બાદ તેમના બચપન ના મિત્ર જમાલભાઈ અજમેરી સાથે મુલાકાત શક્ય બની ન હતી. તાજેતર માં પોરબંદર ટાઈમ્સ ન્યુઝ પોર્ટલ પર જમાલભાઈ અજમેરી અંગે એક આર્ટીકલ મુકવામાં આવ્યો હતો.જે પોરબંદર ટાઈમ્સ ના નિયમિત વાચક એવા ડો જનકભાઈ પંડિત ને ધ્યાને આવતા તેમને પોતાના નાનપણ ના મિત્ર જમાલભાઈ અજમેરી નો સંપર્ક કરવા પોરબંદર ટાઈમ્સ પાસેથી તેમના નંબર મેળવ્યા હતા અને ત્યાર બાદ આજે બન્ને મિત્રો રેડક્રોસ ની ઓફીસ ખાતે ઘણા વરસો બાદ મળ્યા હતા ત્યારે ખુબ લાગણીભીના દ્રશ્યો સર્જાયા હતા. બચપન ના મિત્ર ને મળી બન્ને નું દિલ બાગ બાગ થઇ ગયું હતું . હૃદય જૂની યાદો થી ભરાઈ ગયું હતું અને બાળપણમાં જેમણે સાથે વિદ્યાભ્યાસ કર્યો છે એવા બે મિત્રો કૃષ્ણ અને સુદામા, વર્ષો પછી જ્યારે દ્વારિકામાં મળે છે ત્યારે પોતાના બાળપણના સંસ્મરણોને વાગોળે છે – એ ભૂમિકા પર રચાયેલું કવિશ્રી પ્રેમાનંદ કૃત આ સુપ્રસિદ્ધ આખ્યાનોમાંનું એક આખ્યાન કૃષ્ણ સુદામા ના “તને સાંભરે રે …મને કેમ વિસરે રે” ની જેમ બચપન ની યાદો વાગોળી હતી બન્ને મિત્રો અત્યારે તો જીવન માં સારી રીતે સ્થિર થઇ ગયા છે……સંતાનો પણ મોટા થઇ ગયા છે…….સમયે એનું કામ કર્યું છે…..આજે બન્ને ની મુલાકાત પોરબંદર ટાઈમ્સ ના માધ્યમ થી થતા રેડક્રોસ ઓફીસ ખાતે અકબરભાઈ સોરઠીયા અને રેડક્રોસ ના સ્ટાફ ની પણ આંખો ભીની થઇ ગઈ હતી અને બધા ને એ વાત નો અહેસાસ થયો કે વરસો ભલેને વીતે પણ મિત્રતા અકબંધ રહે છે.
જુઓ આ વિડીયો
મોટા થયા પછી સૌથી વધુ સાંભરતી વસ્તુ બચપણ છે. લખોટી, ભમરડા, ગિલ્લી-દંડા, ક્રિકેટ દોસ્તદારો સાથે કલાકો રમવાનું અને એવું કંઈ કેટલુંય એ મજાની દુનિયામાં હતું. દુનિયાદારીના બોજથી વિહોણાં એ દિવસો મોટા થવાની લ્હાયમાં ઈચ્છાએ કે અનિચ્છાએ પાછળ છૂટી જાય છે ત્યારે જાણીતા કવી શૈલ મુન્શા ના શબ્દો માં કહીએ તો
મિત્રોની પરિભાષા કદી બદલાતી નથી,
યાદ એ બચપણની કદી જાતી નથી!
સંબંધો સહુ જિંદગીના થાય ભલે ઉપર નીચે,
કરી જે દોસ્તી એકવાર, ભુલાતી નથી!
રેતની એ લકીર નથી, ભુંસાય જે વાયરે,
મિત્રતાની એ ઈમારત કાળ થી એ મિટાતી નથી!
મળ્યા ન મળ્યા રોજ, રહ્યા આઘા ભલે વર્ષોથી,
મળ્યા જે ક્ષણે, એ જ મસ્તી રોકી રોકાતી નથી!
પહોંચ્યા ઉમરના એ મુકામે, કદી સાંપડે એકલતા,
વાતો એ દિલની, મિત્ર વિના કોઈને કહેવાતી નથી!
મિત્રોની પરિભાષા કદી બદલાતી નથી,
યાદ એ બચપણની કદી જાતી નથી!
મિત્રો તમને જો આ પોસ્ટ પસંદ આવી હોય તો તમારા દરેક મિત્ર સાથે આ પોસ્ટ શેર કરવાનું ભૂલશો નહી