પોરબંદર
ગુજરાત સ્થાપના દિવસ નિમિત્તે પોરબંદરમા મોક્ષા કપિંગ અને ફિઝિયો થેરાપી કેમ્પ જીવનદાસ ધામેચા હોસ્પિટલ ખાતે યોજાયો હતો.કપિંગ થેરાપીના પોરબંદર જિલ્લા ના નિષ્ણાત ડૉ સિદ્ધાર્થ ગોકાણીએ સેવા આપી હતી. બહોળી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો હતો.
તા. 1/5 ના ગુજરાત દિવસ નિમિતે જીવન દાસ ધામેચા હોસ્પિટલ,નવા ફુવારા પાસે પોરબંદર ખાતે સવારે 9 વાગ્યાથી વિનામૂલ્યે મોક્ષા કપિંગ અને ફિઝિયોથેરાપી કેમ્પ નું આયોજન કરવા માં આવ્યું હતું.ડો. સિદ્ધાર્થ ગોકાણીએ જણાવ્યું હતું કે,પોરબંદરના ભેજવાળા વાતાવરણ અને સાંપ્રત સમયમાં તથા અનિયમિતતા અને અનિશ્ચિત દિનચર્યાઓ ને કારણે શરીરના સ્નાયુ ઓમાં બંધારણીય ફેરફાર થાય છે,જેના કારણે શરીરના હાડકા,સ્નાયુ, તેમજ નસ ને લગતા ઘણા હઠીલા દુખાવાઓ થતાં રહે છે.જેમાં દવાઓ,ઈન્જેકશન થી રાહત મળે પણ કાયમી રાહત મળતી નથી.આવા સમયે ફીઝિઓ થેરાપીના મશીનો તથા કસરતો સ્નાયુ ના બંધારણ ને મજબૂતાઇ આપી દુખાવા માં દવા વિના કાયમી રાહત આપે છે.
મોક્ષા કપિંગ થેરાપી હાલ દુનિયા ભર માં ખૂબ પ્રચલિત છે.મોક્ષા કપિંગ માં એક ચાઈનીઝ વનસ્પતિ ના ધુમાડા નો ઉપયોગ કરવા માં આવે છે.આ પદ્ધતિ માં સોય મારવામાં આવતી નથી.આ મોક્ષા કેમ્પ ના આયોજનમાં બહોળી સંખ્યા માં દર્દીઓએ લાભ લીધો હતો.ખાસ કરીને હાથ પગ , ખભા – કમર ના દુખાવા, સાયટિકા, નસ ઝકડાવી, સ્નાયુ નિષ્ક્રિય થવા,ગરદન અને માથા નો દુખાવો,ચક્કર આવવા,વગેરે રોગો માટે જરૂરિયાત મુજબ કપિંગ થેરાપી અથવા ફિઝિયો થેરાપી દ્વારા કરી આપવામાં આવી હતી.
જરૂર લાગે તેવા તમામ દર્દી ને પાંચ દિવસ ની ફિઝિયો થેરાપી ની સારવાર “વિના મૂલ્યે” કરી આપવા માં આવી હતી. આ કેમ્પ માં પોરબંદર જિલ્લા નું એક માત્ર લેસર મશીન અને વિવિધ કપિંગ થેરાપીઓ ધરાવતા ધન્યતા ફિઝિયો થેરાપી સેન્ટર ના ડૉ.સિદ્ધાર્થ ગોકાણી અને ડૉ.રિતિજ્ઞા ગોકાણી તથા તેમની સમગ્ર ટીમ પોતાની સેવાઓ આપી હતી.
જુઓ આ વિડીયો