Saturday, November 23, 2024

|| तुम रक्षक काहू को डरना ||

video:હોલીવુડ ના ગાયકો જેવો અવાજ ધરાવતો પોરબંદર નો તરુણ:હોલીવુડ ના ૧૧૨ ગીતો કંઠસ્થ:જાતે અંગ્રેજી ગીત બનાવી,કમ્પોઝ કરી ગીત ગાયું

પોરબંદર
હોલીવુડ ના ગાયકો જેવો જ અવાજ ધરાવતા પોરબંદરના એક તરુણે તાજેતર માં એક અંગ્રેજી ગીત બનાવી કમ્પોઝ કરી ને ગાયું છે.આ તરુણ ને હોલીવુડ ના વિવિધ ગાયકો ના ૧૧૨ ગીતો કંઠસ્થ છે.

સામાન્ય રીતે આજ ની યુવાપેઢીને હિન્દી પોપ સોંગ અને ફિલ્મગીતો અથવા ગુજરાતી ગીત ગાવાનો શોખ હોય છે.પરંતુ પોરબંદર ના રોકડીયા હનુમાન મંદિર પાછળ રાધાકૃષ્ણ પાર્કમાં રહેતા અને એમઇએમ શાળા માં ધોરણ 10મા અભ્યાસ કરતા હેનીશ કેતનભાઈ બાદરશાહી નામના 16 વર્ષીય તરુણ ને નાનપણ થી જ હોલિવૂડના ગીતો ગાવાનો શોખ છે.

અને તે વિદેશી ગાયકો ના ગાયેલા ગીતો તેમના જ અવાજ માં હુબહુ રજુ કરે છે.જે સાંભળીએ તો પ્રથમ દ્રષ્ટિ એ આ ગીતો કોઈ વિદેશી ગાયકે ગાયા હોય તેવું જ જણાય છે.હોલિવૂડના સુવિખ્યાત સિંગર જસ્ટીન બીબરના ગીતોથી હેનીશે પ્રેરણા લીધી છે.પોતે જસ્ટીન ઉપરાંત સેમ સ્મિથ, એલિસ બેંજામીન, ચાર્લી યુથ સહીત ના વિદેશી ગાયકો ના ગીતો તેમના હુબહુ અવાજ માં જ ગાઈ શકે છે.અને તેને હોલીવુડ ના ગાયકો ના ૧૧૨ ગીતો કંઠસ્થ છે.

હેનીશે તાજેતર માં ‘ સમ વન ઇઝ ફોર મી’ ટાઇટલ વાળું અંગ્રેજી ગીત બનાવ્યું છે.અને જાતે જ કમ્પોઝ કરી ગાયું પણ છે.હેનીશ ને તેના પિતા કેતનભાઈ સહીત પરિવારજનો અને મિત્રો નો હંમેશા સપોર્ટ રહ્યો છે.અને તેના કારણે તે હજુ વધુ ને વધુ આ ફિલ્ડ માં આગળ વધવા માંગે છે.હેનીશ ને બચપન થી જ આ શોખ હતો.અને શોખને પેશન બનાવી આગળ વધતા પેશનને જ કેરિયર બનાવવા માંગે છે. જો આ તરુણ ને યોગ્ય પ્લેટફોર્મ મળે તો તે ચોક્ક્ક્સ ગાંધીભુમી પોરબંદર સહીત ગુજરાત નું નામ દેશ વિદેશ માં રોશન કરી શકે તેમ છે.

જુઓ આ વિડીયો 

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે