પોરબંદર
તાજેતર માં હિમાચલ પ્રદેશ ના સોલન ખાતે આયોજિત ૧૨ મી કૂડો નેશનલ ટુર્નામેન્ટ માં પોરબંદર ના ત્રણ વિદ્યાર્થીઓ એ 4 મેડલ મેળવ્યા છે.
બોલિવૂડ સ્ટાર અક્ષય કુમાર અને ઇન્ડિયાના નિપુણ અને ફેમસ માર્શલઆર્ટિસ્ટ કુડો ઇન્ટર નેશનલ ફેડરેશન ઓફ ઇન્ડિયા ના પ્રેસિડિન્ટ સોશિહન મેહુલ વોરા હાંસી દ્વારા ફિટનેસ તેમજ સેલ્ફડિફેન્સ શીખવા અને માર્શલ આર્ટસ ને સ્પોર્ટ્સ તરીકે પણ વિશેષ સ્થાન અપાવવા ખુબજ મહેનત કરવામાં આવી રહી છે.ત્યારે તાજેતર માં હિમાચલ પ્રદેશ ના સોલન શહેર માં ભારત સરકાર ના ખેલ મંત્રાલય દ્વારા આયોજિત ૧૨મી કુડો નેશનલ ટુર્નામેન્ટ ૨૦૨૨ માં એક્સ્ટ્રીમ ફિટનેસ કેર અને કુડો એસોસિએશન પોરબંદર ના વિદ્યાર્થીઓ પસંદગી પામેલ.જેમાં જુદી જુદી એઇજ અને વેઇટ કેટેગરીમાં રાધિકા સુરેશભાઈ દવે અને એક્સ્ટ્રીમ ફિટનેસ કેર ના વિવિધ માર્શલાઆર્ટ્સ નિષ્ણાત જયેશ દેવશીભાઈ ખેતરપાલ બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કરેલ છે.
જ્યારે કુડો ઇન્ટરનેશનલ ફેડરેશન ઓફ ઇન્ડિયા દ્વારા સોશિહન મેહુલ વોરા હાંસી ના સુદ્રઢ અને સુઆયોજિત દ્વિતીય કુડો નેશનલ ચેમ્પિયનશિપ ૨૦૨૨ માં પણ પોરબંદર એક્સટ્રીમ ફિટનેસ કેર અને કુડો એસોસિએશન પોરબંદરની વિદ્યાર્થીની રાધિકા સુરેશભાઈ દવે એ સિલ્વર મેડલ તેમજ પાર્થ વિક્રમજીભાઈ ઓડેદરાએ બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કરી પોરબંદર નું નામ રાષ્ટ્રીય કક્ષાએ રોશન કર્યું છે.
આ વિશેષ સિદ્ધિ માટે એક્સ્ટ્રીમ ફિટનેસ કેર વિવિધ માર્શલ આર્ટસ ના નિષ્ણાત અને કુડો એસોસિએશન પોરબંદર ના પ્રેસિડેન્ટ કેતન કોટિયા અને સેક્રેટરી સુરજ મસાણી અને મહેશ મોતી વરસ,સુનિલ ડાકી ,અંજલિ ગંધરોકીયા એ દરેક વિદ્યાર્થીઓને તેમના માતાપિતા -વાલીઓ તેમજ શાળાના પ્રિન્સીપાલો ને શુભેચ્છા પાઠવેલ છે.પોરબંદર ને આ સિદ્ધિ માટે નો તમામ શ્રેય પ્રેસિડેન્ટ કેતન કોટિયા એ વિદ્યાર્થીઓની મહેનત તથા તેમને તાલીમ આપનાર કોચ તેમજ પ્રશિક્ષકોને આપ્યો છે.અને વિશેષ આભાર ખુબજ ટૂંકા સમયમાં સચોટ માર્ગદર્શન અને શ્રેષ્ઠ ટ્રેનિંગ આપવા માટે કુડો એસોસિએશન ગુજરાત ના પ્રેસિડેન્ટ રેન્સિ દારયાસ કૂપર અને સેક્રેટરી રેન્સિ વીસ્પી ખરાડી અને કુડો ઇન્ટરનેશનલ ફેડરેશ ઓફ ઇન્ડિયા ના પ્રેસિડેન્ટ મેહુલ વોરા ને પાઠવેલ છે.
જુઓ આ વિડીયો