પોરબંદર
ભારત પાક વચ્ચે ના ૧૯૭૧ માં થયેલ યુદ્ધ ની ઐતિહાસિક જીત ને ૫૦ વર્ષ પૂર્ણ થયા છે તે નિમિતે સ્વર્ણિમ વિજય વર્ષ ની ઉજવણી કરવામાં આવે છે તે અંતર્ગત સૈનિકો દ્વારા મોઢવાડા ગામે આવેલ શહીદ નાગાર્જુન સિસોદિયા ના જન્મસ્થળ ની માટી પણ એકત્ર કરાઈ છે જે દિલ્હી ખાતે વોર મેમોરીયલ માં અર્પણ કરાશે
૧૯૭૧ના ભારત-પાકિસ્તાન વચ્ચે ના યુદ્ધ માં ભારત ને મળેલી ઐતિહાસીક જીતને ૫૦ વરસ પૂર્ણ થતા સરકાર દ્વારા સ્વર્ણીમ વિજય વર્ષ તરીકે ઉજવવામાં આવશે તે અનુસંધાને ભારત-પાકિસ્તાનના ઐતિહાસીક યુધ્ધમાં શહીદ થયેલાઓને જન્મ સ્થળે સાઉથૅન નેવલ કમાન્ડના ઓફિસરો વિજય મશાલ અને કળશ લઈને જાય છે. અને તેના જન્મ સ્થળની માટી કળશમાં એકઠી કરે છે. અને આ માટી દીલ્હીમાં આકાર લઈ રહેલા વોર મેમોરીયલમાં અપૅણ કરવામાં આવે છે. જેના ભાગરૂપે આજે મોઢવાડા ગામે ભારત-પાકિસ્તાનના યુધ્ધમાં શહીદ થયેલા મોઢવાડા ગામના પનોતા પુત્ર સેકન્ડ લેફ્ટન્ટ નાગાજૅન સીસોદીયાના નિવાસ સ્થાને સાઉથૅન નેવલ કમાન્ડના લેફ કર્નેલ સંતોષ ચૌધરી, નેવલ ઓફીસરો અને નેવલ સોલ્જરોની ટીમ વિજય મશાલ અને કળશ લઈને આવ્યા હતા. અને શહીદ નાગાર્જુન સીસોદીયા જન્મ સ્થળેથી માટી ક્ળશમાં લીધી હતી. અને નાગાર્જુન સીસોદીયાને ભાવપુણૅ શ્રધ્ધાંજલી અર્પણ કરી હતી.
૧૯૭૧નું ભારત-પાકિસ્તાનનું યુધ્ધ તત્કાલીન વડાપ્રધાન ઈંદિરા ગાંધીની આગેવાની નીચે લડાયું હતુ.૯૩૦૦૦ યુધ્ધ કેદીઓ શરણે થયા હતા.પાકિસ્તાનના બે કટકા કરી નાખ્યા હતા.પશ્ચિમ પાકિસ્તાન અને પુર્વે પાકિસ્તાન મળીને પાકિસ્તાન બન્યું હતું.આ ઐતિહાસીક યુધ્ધ દરમ્યાન પુર્વે પાકિસ્તાન બાંગ્લાદેશ તરીકે અસ્તિત્વમાં આવ્યું હતુ.આ રીતે ૧૯૭૧ના ભારત-પાકિસ્તાનના ઐતિહાસીક યુધ્ધ થી એશિયાની ભુગોળ બદલી ગઈ હતી.
આ યુધ્ધ ઐતિહાસીક યુધ્ધમાં શહીદ થયેલા નાગાર્જુન સીસોદીયા ઇન્ડીયન મીલટ્રી સીંસની પરીક્ષા પાસ કરીને બે મહીના પહેલા ગુરખા રેજીમેન્ટમાં કમીશન્ડ ઓફીસર તરીકે જોડાયા હતા. મીલટ્રીની મહત્વની પાંખ ઈન્ટેલીજન્સ વીંગમાં તેવી તેની ડયુટી હતી. અને ફરજના ભાગ રૂપે દુશ્મન દેશની મહત્વની માહિતી પાકિસ્તાનમાં લઈને ભારતમા પ્રવેશતો હતો એ દરમ્યાન છામ્બ મોરચે દુશ્મનોની ગોળી થી વિધાઈને ગૌરવપુણૅ રીતે શહીદ થયા હતા.
આજે જયારે નાગાર્જુન સિસોદિયા ના નિવાસ સ્થાને સાઉથૅન નેવલ કમાંડ ના લેફ્ટનન્ટ કર્નલ,કેપ્ટન. સુબેદારો , અને નેવલ ટ્રુપે જયારે વિજય મશાલ અને કળશ સાથે પ્રવેશ કર્યો ત્યારે સમસ્ત મોઢવાડા ગામના ગ્રામજનોએ દેશ ભકિતથી તરબોળ થઈને ભવ્ય સન્માન કર્યું હતું. સ્વાગત પ્રવચન શહીદ નાગાર્જુન સીસોદીયા સ્મારક ટ્રસ્ટના મેનેજીંગ ટ્રસ્ટી રામદેવભાઈ મોઢવાડીયાએ કર્યું હતુ.શહીદ નાગાર્જુન સીસોદીયાના નાનાભાઈ દેવશીભાઈ સીસોદીયા,સંદીપ દેવશીભાઈ સીસોદીયાનું નેવીના અધિકારીઓએ ભાવપુર્ણ રીતે સન્માન કર્યું હતું.લેફ કર્નેલ સંતોષ ચૌધરીએ પ્રાસંગીક પ્રવચન કર્યું હતુ.
ગામના સરપંચ જયમલભાઈ મોઢવાડીયા,ગામના આગેવાનો લાખણશી નાગાભાઈ મોઢવાડીયા,મંડળીના પ્રમુખ વિજયભાઈ મોઢવાડીયા,લીરબાઈ સમાજના ટ્રસ્ટીઓ રાજશીભાઈ મોઢવાડીયા,પોલાભાઈ મોઢવાડીયા,ભીમાભાઈ મોઢવાડીયા (પ્રમુખ),લાખાભાઈ દેવાભાઈ મોઢવાડીયા,પરબતભાઈ મોઢવાડીયા,માંડણભાઈ મોઢવાડીયા,માલદેભાઈ મોઢવાડીયા,વિક્રમભાઈ મોઢવાડીયા,અરજનભાઈ મોઢવાડીયા સહિતના આગેવાનો અને વિશાળ સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા.
જુઓ આ વિડીયો