પોરબંદર
સરકાર દ્વારા પોરબંદર ના ખાદી ભંડાર ને વેચાણ પર વળતર ન ચુકવતા ખાદી ભંડાર ને છેલ્લા ત્રણ માસ માં રૂ વીસ લાખ ની ખોટ ગઈ હોવાનું જણાવી વળતર ચુકવવા મુખ્યમંત્રી ને રજૂઆત કરાઈ છે.
પોરબંદર ભવનના પ્રમુખ અનિલભાઈ કારીયા અને મંત્રી મુકેશભાઈ દત્તાએ મુખ્યમંત્રી ને કરેલી લેખિત રજૂઆત માં જણાવ્યું છે.કે ગુજરાતનો ખાદી ઉદ્યોગ અને ખાદી ભંડારો મૃતપ્રાય થવાને આરે છે.સંસ્થા દ્વારા આ ત્રીજી રજૂઆત છે પરંતુ સરકાર ની નીતિ ને કારણે અથવા તો અધિકારીઓ ની અણસમજણ ના કારણે કાર્યવાહી થઇ નથી.દાયકાઓ થી ખાદી ઉદ્યોગ ને પ્રોત્સાહન આપવા માટે દરેક સરકાર દ્વારા તા 2 ઓક્ટોબર થી 6 માસ સુધી ખાદી પર ૨૫ ટકા વળતર આપવામાં આવતું હતું.આ વર્ષે ખાદી પર એક ટકા પણ વળતર ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવેલ નથી.
જે ખાદી ભંડારો ખાદીનું ઉત્પાદન કરતા હોય તેવા ખાદી ભંડારોને 20 ટકા ફક્ત એક માસ સુધી જ વળતર આપવાનું નક્કી કરાયું હતું.જેમાં પણ ઘણી વિસંગતા રહેલ છે.જેથી અગાઉ સો જેટલા ખાદી ભંડાર દ્વારા રજૂઆત કરવામાં આવી હતી.પરંતુ આજ સુધી કોઈ નિર્ણય આવેલો નથી.ગુજરાત માં ખાદી ના રીટેલ વેચાણ પર અપાતું રીબેટ બંધ કરવાથી ખાદી ઉદ્યોગ ને મરણતોલ ફટકો પડ્યો છે.
છતાં પણ પોરબંદર ખાદી ભવન દ્વારા લોકો સુધી ખાદી પહોંચે તે માટે ઓક્ટોબર થી ડીસેમ્બર માસ સુધી માં જ રૂ ૮૦ લાખ ની ખાદી નું વેચાણ કરેલ છે.પરંતુ એ વેચાણ માં રીબેટ આપતા રૂ વીસ લાખ ની ખોટ ગઈ છે.આ કામ લોકો ખાદી થી વિમુખ ન થાય તે માટે જ ફક્ત કરેલ છે.પોરબંદર જેવા ગુજરાતના બીજા 100 જેટલા ખાદી ભંડારોના વ્યવસ્થાપકો એ પ્રજા ને રીબેટ બાબત જવાબ આપવો મુશ્કેલ થઇ ગયો છે.આથી દાયકાઓ થી ચાલી આવતી વળતર ની પરંપરા ચાલુ રાખવા રજૂઆત માં જણાવ્યું છે.
જુઓ આ વિડીયો