પોરબંદર
વેરાવળ માં યુવતી પર થયેલ ઘાતક હુમલા ના સમગ્ર સૌરાષ્ટ્ર માં ઘેરા પગલા પડ્યા છે.ત્યારે પોરબંદર સમસ્ત બ્રહ્મસમાજ દ્વારા પણ પ્રમુખ પ્રેમશંકરભાઈ જોશી ની આગેવાની માં કલેકટર ને આવેદન પાઠવવામાં આવ્યું હતું.અને હુમલાખોર યશ કારિયા તથા તેને મદદ કરનાર તમામ સામે કડક હાથે કાર્યવાહી થાય તેવી માંગ કરી હતી.અને બનાવ ને વખોડી કાઢ્યો હતો.આવેદન આપવામાં કમલેશભાઈ થાનકી,દેવુભાઇ પંડ્યા ઉપરાંત સમસ્ત બ્રહ્મસમાજ મહિલા પાંખ ના પ્રમુખ ક્રિષ્નાબેન ઠાકર સહીત બહેનો પણ જોડાઈ હતી.
પોરબંદરના બ્રહ્મ સમાજના આગેવાન ભાઈઓ તથા બહેનોએ જિલ્લા કલેકટરને આવેદન પાઠવી આક્રોશભેર રજુઆત સાથે જણાવ્યું હતું કે,ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ શહેર માં સમસ્ત બ્રહ્મસમાજના ભાવેશભાઈ જોષીની પુત્રી તેજસ્વીની ના ઘરે આરોપી યશ બિપીન કારીયા દ્વારા તા. 25/2 ના રોજ સાંજના સમયે પૂર્વઆયોજીત કાવતરૂ ઘડી છરી, હથોડી તથા એસીડ જેવા જીવલેણ હથીયારો સાથે ગેરકાનૂની પ્રવેશ કરી તેજસ્વીનીને જાનથી મારી નાંખવાના બદઇરાદાથી તેણીના માતા-પિતા બજાર માં ઘર ની સામગ્રી ખરીદવા ગયેલ છે તેની જાણકારી મેળવી આરોપીએ તેજસ્વીની પર છરી થી ગંભીર ખૂની હુમલો કરી જાનથી મારી નાખવાના ગેરકાનૂની રીઢા ગુનેગાર તરીકે ની મોડસ ઓપરેન્ડી મુજબનો કરેલ.
ખૂની પ્રયાસને અનુલક્ષીને આરોપી સામે તથા આરોપીને મદદ કરી રહેલ શખ્સો સામે કાયદા મુજબ કડક કાર્યવાહી કરવા કરવામાં આવે તથા ગુંડાઓના ત્રાસથી મુક્ત કરવામાં આવે તેવી માંગ કરી છે.આ તકે વધુમાં જણાવ્યું હતું કે,બ્રહ્મ સમાજ પીડિતાના પરિવાર સાથે છે.છાસવારે રાજ્યમાં મહિલાઓ પર અત્યાચાર થાય છે.ત્યારે આ કેસમાં પોલીસ દ્વારા આરોપી સામે કડક કાર્યવાહી કરી સમાજમાં દાખલો બેસે અને આવારા તત્વોને ડામવામાં આવે તે પ્રકારની કાર્યવાહી કરવા રજુઆત કરી છે.
જુઓ આ વિડીયો