પોરબંદર
પોરબંદર જિલ્લાના બરડા પંથકની કેરી ખૂબ વખણાય છે, બરડા વિસ્તારમાં આવેલ ખંભાળા, હનુમાનગઢ,આદિત્યાણા, કાટવાણા,મોડપર વગેરે વિસ્તારોમાં કેરીના બગીચાઓ આવેલા છે, આ વિસ્તારની કેસર કેરી ખૂબ પ્રખ્યત છે, ગીરની કેરી કરતા બરડા વિસ્તારની કેસર કેરી વધુ રસદાર અને મીઠી તેમજ મોટું ફળ હોય છે કાળી માટીના કારણે કેસર કેરીનો પાક ગીર કરતા સારો હોય છે, અને પાક માટે વાતાવરણ પણ અનુકૂળ હોય છે. અમે બરડાની કેરી વિદેશ માં પણ એક્સપોર્ટ થાય છે પરંતુ આ વખતે કોરોના વાયરસ ને લઇ ને લોકડાઉન ના કારણે આ વખતે કેરી વિદેશ એક્સપોર્ટ થવામાં અનેક સમસ્યાઓ છે ત્યારે લોકડાઉનના સમય દરમ્યાન રાણાવાવ નજીકના મોડપર હિલ માં એક ખેડૂતે પોતાની 50 વિધા ખેતરમાં ઓર્ગેનિક ખેતી વડે કેરીનો મબલખ પાક ઉતારી ઓનલાઇન વેચાણ કરી બમણો લાભ મેળવ્યો છે, જેમાં તેના ખેતરમાં હાફુસ કેરીના 600 સહિત અન્ય 18 જાતની કુલ 1400 આંબામાં કેરીનો પાક ઉતાર્યો છે.
પોરબંદર ના માર્કેટિંગ યાર્ડ નજીક રહેતા અને રાણાવાવ નજીક મોડપર હિલ માં આવેલ રોયલ ફાર્મ ધરાવતા કિશોરભાઈ ઓડેદરા નામના ખેડૂતે પોતાના 50 વિધા ખેતરમાં વર્ષોથી ઓર્ગેનિક ખેતી દ્વારા કેરીઓ નો પાક ઉતારે છે, આ વખતે પણ આ ખેડૂતે પોતાના ખેતરમાં ઓર્ગેનિક ખેતી કરી 1400 જેટલા આંબાઓમાં 18 જેટલી જાતની કેરીઓ ઉતારી છે, જેમાં 600 આંબાઓમાં હાફૂસ કેરીનો પાક ઉતાર્યો છે. આ ખેડૂતે તેના ખેતરમાં રાસાયણિક ખાતર નહિ પરંતુ ગીર ગાય ના છાણ અને ગોમૂત્રનો ઉપયોગ કરી ઓર્ગેનિક ખેતી કરી છે, દર વર્ષે ઓમાન સહિત અન્ય દેશમાં કેરીઓની સપ્લાય થતી હોય, પરંતુ આ વખતે આ ખેડૂતે લોકડાઉનને પગલે ઓનલાઇન તેમજ ગ્રાહકોને સીધું કેરીનું વેચાણ કરી બમણો ફાયદો મેળવ્યો છે.
ગીરગાય ના ગૌમૂત્ર અને છાણ નો ખાતર તરીકે ઉપયોગ
કિશોરભાઈ આંબા માં કોઈ પણ જાતના રાસાયણિક ખાતર કે દવાનો ઉપયોગ કરતા નથી તેઓના ફાર્મ ખાતે ૧૦૦ થી વધુ ગીરગાય છે જેનું ગૌમૂત્ર,છાણ વગેરેનો જ પોતાના ફાર્મ ના તમામ આંબા માં ખાતર તરીકે ઉપયોગ કરે છે જેથી કેરી નો સ્વાદ અને ગુણવતા જળવાઈ રહે છે.
30 હજાર કિલો કેરીનું ઓનલાઇન વેચાણ કર્યું
કિશોરભાઈ ઓડેદરા કોન્કોર્ડ એગ્રો એક્સપોર્ટ ના નામ થી કેરી ની દેશ વિદેશ માં નિકાસ કરે છે પરંતુ આ વખતે લોકડાઉન ના કારણે કેરી વિદેશ એક્સપોર્ટ કરવામાં અનેક સમસ્યાઓ હોવાથી 50 વિધામાં કેરીનો પાક ઉતારી લોકડાઉન દરમ્યાન 30 હજાર કિલો કેરી નું ઓનલાઇન વેચાણ કર્યું છે, જેથી એજન્ટ ને વેપારી નું કમિશન નીકળી જતા તેઓને વધુ ફાયદો થયો છે.
બરડાના ખેડૂતો હાફૂસ કેરી વાવે તો વધુ લાભ મળે
કિશોરભાઈ ઓડેદરા એ જણાવ્યું હતું કે રાણાવાવ ના ખંભાળા,હનુમાનગઢ,મોડપર સહીત ના ગામો માં મુખ્યત્વે કેસર કેરી નું વાવેતર કરવામાં આવે છે કેરીઓ નો “રાજા” ગણાતી “હાફૂસ” કેરી માટે મહારાષ્ટ્રનો રત્નાગીરી જિલ્લો ગઢ ગણાય છે અને તેનો ભાવ પોરબંદર પંથક માં ખુબ ઉંચો આવે છે આથી તેઓએ હાફૂસના ૬૦૦ આંબા નું વાવેતર કર્યું હતું જે ખુબ સફળ રહ્યું છે.આથી રાણાવાવ પંથક ના ખેડૂતો પણ જો હાફૂસ નું વાવેતર કરે તો તેને કેસર ની સરખામણી એ સારું એવું વળતર મળી શકે છે
એક જ મેંગો ફાર્મ માં 18 જાતની કેરીઓ
મોડપર હિલમાં ખેડૂતે 50 વિધા ખેતરમાં કુલ 1400 આંબાઓ પરથી કેરીઓ ઉતરી છે, જેમાં હાફૂસ, કેસર, આમ્રપાલી, પાયરી, દૂધપેડો, દશેરી, લંગડો, વનરાજ, રાજાપૂરી, સુંદરી, નીલમ, બદામી હાફૂસ, શ્રાવણીયો, માલદારી, રેશમિયા, કરેજીયા સહિતની અલગ અલગ જાતી ની કેરીઓ ઉતરી છે.
આંબાઓ જમીન માંથી પોષણ ખેંચી મીઠી કેરી વાળું ફળ આપે છે
ખેડૂતે એવું જણાવ્યું હતું કે શરૂઆતમાં આંબાઓમાં પાણી પીવડાવવામાં આવે છે, બાદમાં આંબાઓ જમીન માંથી પોષણ ખેંચી પોષણ મેળવી મીઠું અને મોટું ફળ આપે છે, જેમાં સાંખ ની કેરી અંદરથી કુદરતી રીતે પાકે છે, જ્યારે કાચી કેરી પકવીએ ત્યારે બહારથી પાકે છે.
જુઓ આ વિડીયો