પોરબંદર
રાણાવાવ માં વૃદ્ધા પર હુમલો કરી 6 તોલા સોનાના દાગીના ની લુંટ નો બનાવ સામે આવ્યો છે.ઈજાગ્રસ્ત વૃદ્ધા નું સારવાર દરમ્યાન મોત થઇ જતા બનાવ હત્યા માં પલટાયો છે.પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
રાણાવાવ ના ગોપાલપરા વિસ્તાર માં રહેતા અને સરકારી હોસ્પિટલ પાસે નાસ્તા ની રેકડી ધરાવતા દિનેશભાઇ કરશનભાઇ લાખાણા(ઉ.વ.૪૦)એ નોંધાવેલ પોલીસ ફરિયાદ મુજબ તેઓ ત્રણ ભાઈઓ છે.અને તેના માતા સાજણબેન(ઉવ ૬૫) સૌથી નાના પુત્ર અશોકભાઇ સાથે ગોપાલપરા વિસ્તાર માં દરજીની વંડી પાસે ૨હે છે.ગઈ કાલે અશોકભાઇ દવાખાના ના કામ માટે રાજકોટ ગયા હતા.અને અશોકભાઇના પત્ની કોમલબેન બે દિવસથી તેના માવતરે પોરબંદર ગયા હતા.આથી સાજણબેન ઘરે એકલા હતા.
ગઈ કાલે સાંજે પાંચેક વાગ્યા આસપાસ કોઇ શખ્સો એ સાજણબેને પહેરેલ સોનાના ઘરેણાની લુટ કરવાના ઇરાદે ઘરમાં પ્રવેશ કરી સાજણબેન ના માથામાં કોઈ પણ હથિયાર વડે જીવલેણ ગંભીર ઇજા કરી હતી.અને તેઓએ હાથમાં પહેરેલ અંદાજે ૪૫૦૦૦ રૂ ની કીમત ના ૩૦ ગ્રામ સોનાના 2 પાટલા તથા ગળામાં પહેરલ ૪૫૦૦૦ ની કીમત નો ત્રીસ ગ્રામ સોનાનો ચેઇન ની લુટ કરી નાસી ગયો હતો.જે અંગે જાણ થતા દિનેશભાઈ ના ભાભી નયનાબેન સહિતના લોકો સાજણબેન ને લોહીલુહાણ હાલત માં રીક્ષા માં બેસાડી પ્રથમ સારવાર માટે રાણાવાવની સરકારી હોસ્પિટલ અને ત્યાર બાદ વધુ સારવાર અર્થે પોરબંદર ની ખાનગી હોસ્પીટલે લાવવામાં આવ્યા હતા.
પરંતુ તેની સ્થિતિ વધુ લથડતા રાજકોટની ખાનગી હોસ્પિટલ માં ખસેડવામાં આવ્યા હતા.અને ત્યાં થી વધુ સારવાર અર્થે અમદાવાદ લઇ જવાતા હતા.ત્યારે રસ્તા માં તેમનું મોત થયું છે.બનાવ ના પગલે ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ ઘટનાસ્થળે દોડી ગયા હતા.અને વધુ તપાસ હાથ ધરી છે.
ચાર વાગ્યે પૌત્રી ને બરફ આપ્યો
ગઈકાલે ચારેક વાગ્યે દિનેશભાઈ ની પુત્રી ઉર્વશી સાજણબેન ના ઘરે બરફ લેવા ગઈ હતી.ત્યારે તેઓ એકલા ઘરે હાજર હતા.અને તેને બરફ આપ્યો હતો.ઉર્વશી ચાલ્યા ગયા બાદ થોડા સમયગાળામાં જ વૃદ્ધા પર હુમલો કરી લુંટ ચલાવાઈ હતી.આથી સમી સાંજે બનેલા આ બનાવ માં કોઈ જાણભેદુ હોવાની પોલીસ ને આશંકા છે.
જુઓ આ વિડીયો