પોરબંદર
રાણાવાવના ટ્રાન્સવુમન નાયબ મામલદારને તેની બાળકીને કબ્જો સોંપવા પોરબંદર કોર્ટ દ્વારા હુકમ કરાયો છે.
રાણાવાવની મામલતદાર કચેરીમાં નાયબ મામલતદાર (મધ્યાહન ભોજન) તરીકે ફરજ બજાવતાં બીજલ ભાઈશંકર મહેતા(ટ્રાન્સ વૂમન) કે, જેઓ નિલેષકુમાર ભાઈશકર મહેતા તરીકે ઓળખાતા હતા, અને તેઓએ તેઓનું સેકસ ચેન્જ કરાવી ટ્રાન્સ વૂમન એટલે કે, પુરૂષ માંથી સ્ત્રી બનેલ.
આ રીતે બીજલ મહેતા ના પ્રથમ લગ્ન મીતલ સાથે થયેલા અને તે લગ્નજીવનથી તેઓને સગીર પુત્રી–મહેકનો જન્મ થયેલો,ત્યારબાદ તેઓનું લગ્નજીવન સુખરૂપ નહી ચાલતાં તેઓના લગ્નજીવનનો છુટાછેડાથી અંત આવેલો,અને જે છુટાછેડા થયેલા તે સમયે પુત્રી મહેકને કાયમી ધોરણે તેણીના કુદરતી-પિતાએ રાખવાનું નક્કી થતાં તેમના કાયદેસરના વાલીપણામાં પુત્રી વસવાટ કરતી હતી,અને ત્યારબાદ નિલેષકુમાર મહેતાએ પુનઃલગ્ન હેમાંગીબેન સાથે કરેલા,અને હેમાંગીબેનને પણ તેમના અગાઉના લગ્નજીવનથી પુત્રી–જીયા પ્રાપ્ત થયેલ હતી,
આમ હેમાંગીબેન તથા નિલેષકુમાર(બીજલ મહેતા) ના લગ્નજીવનમાં નાના-મોટા મન-મોટાવો રહેતા હોય,અને તેને લઈને હેમાંગીબેન દ્વારા નિલેષકુમાર(બીજલ મહેતા)ની સગીર પુત્રી–મહેક ને તેમના કાયદેસરના વાલીપણા માંથી લઈને તેઓ તેમના માવતરે ચાલ્યા ગયેલા હોય,અને ત્યારબાદ નિલેષકુમાર(બીજલ મહેતા) દ્વારા પોતાની સગીર પુત્રી–મહેકનો કબ્જો ક્રિ.પ્રો.કોડ કલમ-૯૭, ૯૮ ની જોગવાઈ મુજબ સર્ચ વોરંટથી મેળવવા માટે પોરબંદરની નામ. ચીફ જ્યુડી. મેજી. સાહેબની કોર્ટમાં અરજી દાખલ કરેલી,જે અરજી નામ. કોર્ટમાં ચાલી જતાં નામ. એડી. ચીફ કોર્ટે અરજદાર–પિતાની માંગણી ફગાવી દીધેલી.
ત્યારબાદ બીજલ મહેતા(ટ્રાન્સ વૂમન) દ્વારા નામ. જિલ્લા અદાલતમાં નામ. એડી. ચીફ કોર્ટના હુકમને ગેરકાયદેસરનું હોવાનું જણાવી પડકારેલો, જેમાં સામાવાળા હેમાંગીબેન તરફે તેમના વકીલશ્રીએ હાજર થઈ દલીલો કરતાં જણાવેલ કે, હાલના અરજદાર બીજલ મહેતા(ટ્રાન્સ વુમન) કે, જેઓ અગાઉ પુરૂષ હતા, અને ત્યારબાદ તેઓએ ટ્રાન્સજેન્ડર કરી હાલમાં સ્ત્રી બની ગયેલા હોય,અને તે સંજોગોમાં સગીર પુત્રી–મહેક ના પહેલા જે પિતા હતા તે હવે સ્ત્રી બની ગયેલા હોય,અને તેથી સગીર પુત્રી તેને પિતા કહેશે કે, માતા કહેશે ? અને તેમ થયેથી સગીર પુત્રીના માનસ ઉપર વિપરીત અસર થાય તેમ હોય તેવા તર્ક રજૂ રાખી અને નીચેની કોર્ટનો હુકમ ખરો, યોગ્ય હોવાની દલીલો કરી અરજદાર-બીજલ મહેતા(ટ્રાન્સ વુમન) ની અરજી ફગાવી દેવાની અરજ ગુજારેલી.
ત્યારબાદ જિલ્લા અદાલતમાં સમક્ષ દાખલ થયેલ રીવીઝન અરજીના કામે બીજલ મહેતા(ટ્રાન્સ વૂમન) તરફે પોરબંદરના વિધ્વાન ધારાશાસ્ત્રી એમ.જી.શીંગરખીયા તથા સલીમ ડી. જોખીયા હાજર રહેલા અને તેઓએ દલીલો કરી ઉચ્ચ અદાલતના ચુકાદાઓ રજૂ રાખી દલીલો કરતાં જણાવેલ કે, કોઈપણ સગીર સંતાનને તેમના કુદરતી વાલી એટલે કે, માતા-પિતાના વાલીપણામાં રાખવાથી જ તે કબ્જો ન્યાયીક અને કાયદેસરનો અને કુદરતી ગણાય, જયારે હાલના કિસ્સામાં હેમાંગીબેન કે,જેઓ સગીર પુત્રી–મહેકના ઓરમાન માતા થતાં હોય, અને તે સંજોગોમાં હેમાંગીબેન કે, જેઓ સગીર પુત્રી-મહેકના કુદરતી વાલી થતાં ન હોય,અને ગાર્ડીયન એન્ડ વોર્ડસ એકટની જોગવાઈ મુજબ હાલમાં હેમાંગીબેન પાસે જે સગીર પુત્રી–મહેકનો કબ્જો રહેલ છેતે ગેરકાયદેસરનો કબ્જો ગણાય
વળી અરજદાર બીજલ મહેતા(ટ્રાન્સ વૂમન) કે, જેઓ સગીર પુત્રી–મહેકના કુદરતી વાલી થતાં હોય,અને સગીર પુત્રી–મહેકની કુદરતી માતા કે, જેઓએ પણ સગીર પુત્રીનો કબ્જો અરજદાર બીજલ મહેતા(ટ્રાન્સ વૂમન) કે, જેઓ તેના પિતા થતાં હોય તે એકમાત્ર કારણોસર જ કાયમી કબ્જો સોપેલ હોય,અને તે સંજોગોમાં નામ. નીચેની અદાલતે હેમાંગીબેન પાસે જે સગીર પુત્રી–મહેકનો કબ્જો છે તેને કાયદેસરનો–કુદરતી કબ્જો માનવામાં ગંભીર ભૂલ કરેલ હોય,અને નામ. નીચેની કોર્ટના ભુલ ભરેલા નિર્ણયથી ન્યાયનું હિત જ નહી પરંતુ સગીરનું હિત પણ જોખમમાં મુકાયેલ હોય, અને તે સબંધેના વિગતવાર દલીલો રજૂ રાખેલી,તેમજ તે સાથે નામ. ઉચ્ચ અદાલતોના ચુકાદાઓ રજૂ રાખેલા
ત્યારબાદ નામ. જિલ્લા અદાલતે બન્ને પક્ષકારોની દલીલો સાંભળી અને રેકર્ડ ઉપર રજૂ થયેલ હકીતોને ધ્યાને લઈ અને અરજદાર-બીજલ મહેતા(ટ્રાન્સ વૂમન) ની માંગણી વ્યાજબી અને કાયદેસરની હોવાનું માની નામ. નીચેની અદાલતનો હુકમ ક્ષતિ યુકત ગણી તેને રદ કરેલ અને અરજદાર-બીજલ મહેતાને મહેતા(ટ્રાન્સ વૂમન) ની માંગણી વ્યાજબી અને કાયદેસરની હોવાનું માની નામ. નીચેની અદાલતનો હુકમ ક્ષતિ યુકત ગણી તેને રદ કરેલ અને અરજદાર-બીજલ મહેતા(ટ્રાન્સ વૂમન) ને તેઓએ માંગ્યા મુજબની દાદ અપાવવાનો વ્યાજબી અને મુનાસીફ સમજી નામ.નીચેની અદાલતને અરજદારની માંગણી મુજબની દાદ અપાવવાનો આદેશ ફરમાવી આગળની કાર્યવાહી કરવાનો હુકમ ખુલ્લી અદાલતમાં તાઃ૨૮/૦૧/૨૦૨૨ ના રોજ વાંચી,સંભળાવી જાહેર કર્યો.
આમ, ન્યાયની અદાલતે કુદરતી વાલીની તેમના સંતાન પ્રત્યેની વ્યથા સમજી સાચા અર્થમાં વાલી-સગીર સંતાન બન્નેને ન્યાય આપેલો.
આ કામે અરજદાર-બીજલ મહેતા(ટ્રાન્સ વુમન) તરફે પોરબંદરના જાણીતા ધારાશાસ્ત્રી જે.પી.ગોહેલ સાહેબની ઓફીસ તરફથી એમ.જી.શીંગરખીયા, એન.જી.જોષી, એમ.ડી.જંગી, પંકજ બી. પરમાર,વી.જી.પરમાર, જીજ્ઞેશ ચાવડા,મયુર સવનીયા, રાહલ એમ. શીંગરખીયા તથા જોખીયા એડવોકટસની ઓફીસ તરફથી સલીમ ડી. જોખીયા રોકાયેલા હતા.
જુઓ આ વિડીયો