પોરબંદર
રાંધણ ગેસમાં રૂ 50નો ભાવ વધારો કરવામાં આવ્યો છે.જેને લઈને પોરબંદરમાં બહેનો દ્વારા રોષ વ્યકત કરવામાં આવ્યો હતો.ભાવ વધારો થતાં ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ રહ્યું છે.ત્યારે આ ભાવ વધારો પાછો ખેંચવામાં આવે તેવી માંગ ઉઠી છે.
સરકાર દ્વારા જીવન જરૂરી એવા રાંધણ ગેસમાં એકસાથે રૂપિયા 50 નો ભાવ વધારો કરવામાં આવ્યો છે.ગઈકાલે રાંધણ ગેસના 921 રૂપિયા હતા જેમાં રાતોરાત રૂ. 50 વધારી દેવામાં આવતા હવે રાંધણ ગેસનો બાટલો 971 રૂપિયામાં મળશે.આ ભાવ વધારાની કારણે પોરબંદરની મહિલાઓએ રોષ પ્રગટ કર્યો હતો.મહિલાઓએ જણાવ્યું હતું કે, 6 માસ સુધી રાંધણગેસના ભાવમાં વધારો થયો ન હતો.બાદ એકાએક 50 રૂપિયા વધારી દેવામાં આવ્યા છે.
એક તરફ કોરોનાની મહામારી વચ્ચેની મંદી માંથી બહાર આવ્યા નથી.ત્યારે મંદી મોંઘવારી વચ્ચે રાંધણ ગેસમાં ભાવ વધારો કરી દેવામાં આવતા નાનો અને મધ્યમ વર્ગને વધુ મુશ્કેલી પડશે.આવકમાં કોઈ વધારો થતો નથી અને ભાવ વધારાને કારણે જાવક વધી છે.જેથી બચત કરવાની વાત તો દૂર રહી, ગૃહિણીઓનું બજેટ ખોરવાઈ રહ્યું છે.અસહ્ય મંદી અને મોંઘવારીએ માજા મૂકી છે.તેવામાં જીવન જરૂરી ચીજ રાંધણ ગેસમાં 50 રૂપિયાનો ભાવ વધારો સામાન્ય માણસની કમર તોડી નાખશે.આ ભાવ વધારાની કારણે પરિવારના બજેટમાં અસર પડશે.તો બીજી તરફ કેટરિંગ, ફરસાણ સહિતના ભાવમાં પણ વધારો થશે.આર્થિક મંદી માંથી બહાર નીકળવું મુશ્કેલ બનશે તેવું જણાવ્યું હતું.સરકારે જીવન જરૂરિયાત ચીજ વસ્તુઓના ભાવ ઘટાડવાના પ્રયાસ કરવા જોઈએ તેને બદલે ભાવો વધારતા રહેવું તે યોગ્ય નથી.તેવું પણ જણાવ્યું હતું.
જુઓ આ વિડીયો