પોરબંદર
ધંધુકા ના કિશન ભરવાડ ની હત્યા પહેલા મૌલાના ઐયુબે પોરબંદર ના સાજણ ઓડેદરા ની હત્યા નું કાવતરું પણ ઘડ્યું હોવાનું એટીએસ ની તપાસ માં સામે આવ્યું હતું.આથી એટીએસ ની ટીમ પોરબંદર દોડી આવી હતી.અને સાજણ ઓડેદરા ની હત્યાના કાવતરા અંગે અલગ અલગ લોકો ના નિવેદન લીધા હતા.તથા ઘટના નું રૂટ પંચનામું કર્યું હતું.
ધંધુકા ના કિશન ભરવાડ ની હત્યા થઇ તે પહેલા મૌલાના ઐયુબે પોરબંદર ના સાજણ ઓડેદરા ની હત્યા નું કાવતરું ઘડ્યું હોવાનું એટીએસ ની તપાસ માં સામે આવ્યું હતું.અને સાજણ ની હત્યા કરવા અગાઉ રેકી માટે મૌલાના ઐયુબ તથા શબ્બીર પોરબંદર આવ્યા ત્યારે સ્ટેટ લાયબ્રેરી પાછળ રહેતા મહમદ હુસેન કાસમ ચૌહાણે તેને સાજણ નું ઘર બતાવ્યું હોવાનું પણ સામે આવતા એટીએસ દ્વારા ત્રણ દિવસ પહેલા મહમદ હુસેન કાસમ ચૌહાણ ની ધરપકડ કરી હતી.
અને સાજણ ની હત્યા ના કાવતરા અંગે વધુ તપાસ અર્થે એટીએસ ના ડીવાયએસપી બી એસ ચાવડા તથા પી આઈ પટેલ સહિત ની ટીમ પોરબંદર આવી હતી.અને સાથે મૌલાના ઐયુબ જાવરાવાલા તથા મહમદ હુસેન અને શબ્બીર ને પણ સાથે લાવવામાં આવ્યા હતા.અને સમગ્ર કાવતરા અંગે રૂટ પંચનામું કર્યું હતું.
ડીવાયએસપી ચાવડા એ જણાવ્યું હતું કે મૌલાના કમરગનીએ જ સાજણ ની હત્યા કરવા માટે કહ્યું હતું.આથી મૌલાના અયુબે આ હત્યા કરવા માટે શબ્બીરને તૈયાર કર્યો હતો.અને સાજણનો વિડીયો વાઈરલ થયા બાદ પ્રથમ વખત જુન માસમાં મૌલાના ઐયુબ એકલો પોરબંદર આવ્યો હતો.પરંતુ તે સમયે સાજણ જેલ માં હોવાથી તે પરત ચાલ્યો ગયો હતો. ત્યાર બાદ ઓગસ્ટ ના અંતિમ અઠવાડિયા માં ફરીથી ઐયુબ અને શબ્બીર આવ્યા હતા.અને અહી તેઓ સ્ટેટ લાયબ્રેરી નજીક કબ્રસ્તાનની સામે આવેલ મુસ્લિમ મુસાફિર ખાના માં રોકાયા હતા.અને ત્યાર બાદ મહમદ હુસેન ને મળી તેને સાથે રાખી સાજણ ના ઘર ની રેકી કરી હતી.
એટીએસ ની ટીમે સાજણ તથા તેની બહેન નું પણ નિવેદન લીધું હતું.ઉપરાંત મૌલાના પ્રથમ વખત આવ્યો હતો.ત્યારે જે કરીયાણા ની દુકાને થી શબ્બીર ને ફોન કર્યો હતો.તેનું તથા બીજી વખત આવ્યા ત્યારે પંચરની દુકાને તેઓ મળ્યા હતા. આથી તે દુકાનદાર નું ઉપરાંત મુસાફિર ખાનાના સંચાલકનું પણ નિવેદન લીધું છે.આમ સમગ્ર બનાવ અંગે પુરાવા એકત્ર કરવા અને સાક્ષીઓ ના નિવેદન માટે એટીએસ ની ટીમ આવી હોવાનું જણાવ્યું હતું.
જુઓ આ વિડીયો