પોરબંદર
પોરબંદરની યુવતી એ ઇન્ડિયાસ ટોપ મોડેલ સિઝન 2મા ભાગ લઈ 6 રાજ્યો માંથી આવેલા સ્પર્ધકો માંથી મેદાન મારી મિસ ગુજરાત બની છે.સતત બીજા વરસે મિસ ગુજરાત નું ટાઈટલ પોરબંદર ની યુવતી એ મેળવી જિલ્લાનું ગૈરવ વધાર્યું છે.
પોરબંદરના રાજીવ નગર વિસ્તાર માં રહેતી ધ્રુવા અશ્વિનભાઈ સોમૈયા નામની 20 વર્ષીય યુવતીએ એકમાસ પહેલા પોરબંદર ખાતે યોજાયેલ ઈન્ડિયાસ ટોપ મોડેલ ના ઓડિશનમાં ભાગ લીધો હતો.જેમા તેણીનું સિલેકશન થયું હતું.ત્યાર બાદ સેમી ફાઈનલ માં વિવિધ રાજ્યો માંથી 150 જેટલા સ્પર્ધકો જોડાયા હતા.જેમાંથી ધ્રુવા સહિત 15 સ્પર્ધકો ફાઇનલમાં આવ્યા હતા.ગત તા. 1થી 3 ઓક્ટોબર સુધી રાજસ્થાન રણથંભોર સવાઈ માધોપુર ખાતે ઇન્ડિયાસ ટોપ મોડેલ સિઝન 2 નો ફાઈનલ યોજાયો હતો.જેમાં પ્રથમ દિવસે રેમ્પ વોક, બીજે દિવસે સ્પોર્ટ્સ ડે, ટેલેન્ટ રાઉન્ડ હતો જેમા ધ્રુવાએ ઇન્ડિયન આર્મીને રિપ્રેઝન્ટ કરી ડાન્સ કર્યો હતો.
ત્રીજે દિવસે નેશનલ કોસ્ચ્યુમ રાઉન્ડમાં ધ્રુવાએ મરાઠી ડ્રેસિંગ કરી સૌ નું આકર્ષણ નું કેન્દ્ર બની હતી.ત્યાર બાદ ટ્રેડિશનલ રાઉન્ડ અને વેસ્ટર્ન વેર રાઉન્ડ હતો.તેમાં પણ ધ્રુવા એ શ્રેષ્ઠ દેખાવ કર્યો હતો.છેલ્લે સવાલ જવાબ રાઉન્ડ માં પણ સારું પ્રદર્શન કર્યું હતું.સ્પર્ધાના જજો એ તમામ સ્પર્ધા ના ટેલેન્ટને નિહાળ્યા બાદ ધ્રુવાને મિસ ગુજરાત 2021 જાહેર કરી હતી.દેશ ના વિવિધ રાજ્યો તથા મેટ્રો સીટી ના સ્પર્ધકો ને મ્હાત કરી ને નાના એવા શહેર ની ધ્રુવા મિસ ગુજરાત બનતા ઠેરઠેરથી શુભેરછાઓનો વર્ષા વરસી રહી છે.
ધ્રુવાએ જણાવ્યું હતું કે,તેની સફળતા માં તેના માતા પિતા ઉપરાંત તેનો મેકઅપ કરનાર હિરલ ત્રિવેદી નો મહત્વ નો ભાગ છે.ઉલ્લેખનીય છે કે ધ્રુવા ના પિતા અશ્વિનભાઈ અનાજ કરીયાણા ના હોલસેલ વેપારી છે.જયારે માતા કાજલબેન ગૃહિણી છે.ધ્રુવા એ બીકોમ સુધી અભ્યાસ કર્યો છે.અને હવે તે મોડેલીંગ ક્ષેત્રે જ કેરીયર બનાવવા ઈચ્છે છે.ગત વર્ષે પોરબંદરની કશીશ થાનકી નામની યુવતી પણ મિસ ગુજરાત બની હતી.આમ સતત બે વર્ષથી મિસ ગુજરાત નો તાજ પોરબંદરની યુવતીના શિરે રહ્યો છે. જે પોરબંદર માટે ગૌરવની વાત છે.
જુઓ આ વિડીયો