પોરબંદર
માધવપુરના મેળામાં સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવે છે.જે માટે વિવિધ 7 રાજ્યના કલાકારોને પોરબંદરમાં ઉતારો આપવામાં આવ્યો છે.આ કલાકારો પોરબંદરના મહેમાન બન્યા છે અને પોતાના રાજ્યની સંસ્કૃતિ માધવપુર ખાતેના લોકમેળામાં ઉજાગર કરી રહ્યા છે.
પોરબંદર જિલ્લાના માધવપુર ગામે ભગવાન શ્રીકૃષ્ણ અને રાણી રૂકમણીજીના વિવાહનો પ્રસંગ તેમજ ભાતીગળ લોકમેળો રાષ્ટ્રીય ફલક પર પહોંચ્યો છે. ત્યારે રામનવમી ના દિવસથી ભગવાનના લગ્ન તેમજ લોકમેળો શરૂ થયા છે.આ લોકમેળો રાષ્ટ્રપતિના હસ્તે પ્રારંભ થયો છે.દરરોજ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાઈ રહ્યા છે.મેળામાં સાંસ્કૃતિક કાર્યક્રમ માટે નોર્થ ઈસ્ટના 7 રાજ્ય માંથી કલાકારો પોતાની કલા રજૂ કરવા પોરબંદર આવી પહોંચ્યા છે.અને પોરબંદરની મહેમાનગતિ માણી અભિભૂત થયા છે.
આ કલાકારોને રહેવા,જમવા સહિતની તંત્ર દ્વારા વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.જુદાજુદા રાજ્યોના કલાકારો પોરબંદરમાં જોવાલાયક સ્થળોની મુલાકાત લઈ રહયા છે. તેઓએ જણાવ્યું હતું કે પોતાના રાજ્યની સંસ્કૃતિ નૃત્ય દ્વારા માધવપુરના મેળામાં રજૂ કરશે.તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, પોરબંદર ગાંધીજીની જન્મભૂમિની મુલાકાત લઈને ગર્વ ની લાગણી અનુભવી છે.કાઠિયાવાડી ભોજનનો આસ્વાદ દાઢે વળગ્યો છે અને પોરબંદરના લોકોની લાગણી જોઈ તેઓ ગદગદિત થયા છે.આ કલાકારો પોતાના રાજ્યની સંકૃતિને મેળામાં ઉજાગર કરશે.
જુઓ આ વિડીયો