પોરબંદર
માધવપુર ખાતે આયોજિત મેળા માં ચાર દિવસ સુધી દેશભર ના કલાકારો સાંસ્કૃતિક કાર્યક્રમો રજુ કરશે.તો આ મેળા માં દરરોજ વિવિધ રાજ્યો ના મુખ્યમંત્રીઓ સહીત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહેશે.
માધવપુર ખાતે ભગવાન શ્રીકૃષ્ણ અને રૂકમનીજીના લગ્ન ધામધૂમ પૂર્વક યોજવામાં આવે છે.ત્યારે કોરોનાના બે વર્ષ બાદ આ વખતે ભગવાનના લગ્ન ધામધૂમ થી યોજવામાં આવશે.ઉપરાંત તા ૧૦ થી ૧૩ સુધી ભાતીગળ લોકમેળાનું આયોજન કરવામાં આવ્યું છે.જેને રાષ્ટ્રીય કક્ષાનો બનાવવા તંત્ર દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.કલેકટર અશોક શર્મા એ આ અંગે યોજાયેલ પ્રેસ કોન્ફરન્સ માં માહિતી આપતા જણાવ્યું હતું કે લોકમેળા નો પ્રારંભ તા. 10ના રોજ સાંજે 7 વાગ્યે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના હસ્તે થશે.જેમાં ગુજરાતના રાજ્યપાલ,રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ,કેન્દ્રીય મંત્રી કિરણ રીજ્જું સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહેશે.
ઉપરાંત દરરોજ અલગ અલગ રાજ્યો ના મુખ્યમંત્રીઓ તથા ગુજરાત ના વિવિધ વિભાગ ના મંત્રીઓ પણ મેળા માં ઉપસ્થિત રહેશે.મેળામાં અલગ અલગ રાજ્યો ના હસ્તકલા ના વેચાણ અને પ્રદર્શનના સ્ટોલ ઉપરાંત ખાણીપીણીના સ્ટોલ ઉભા કરવામાં આવશે.તથા વિવિધ મહાનુભાવો ઉપસ્થિત રહેવાના હોવાથી મેળા માં ૧૨૦૦ થી વધુ અધિકારીઓ અને કર્મચારીઓ નો ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે.અને બહારના જિલ્લાઓ માંથી પણ પોલીસકર્મીઓ ની મદદ લેવાશે તેવું એસપી ડો રવી મોહન સૈનિ એ જણાવ્યું હતું.
મેળા માં રજુ થનાર સાંસ્કૃતિક કાર્યક્રમ ની વિગત
માધવપુર ના મેળા માં દરરોજ સાંજે 7 વાગ્યા થી દેશભર ના સુવિખ્યાત કલાકારો અધ્યતન લાઈટ એન્ડ સાઉન્ડ સીસ્ટમ ની મદદ થી ભગવાન શ્રીકૃષ્ણ ની થીમ સાથે સાંસ્કૃતિક કાર્યક્રમો રજુ કરશે.8 રાજ્યો ના ૨૧૭ કલાકારો પોતાની કળા રજુ કરશે જેમાં તા. 10ના રોજ સાંજે 7 કલાકે લોકમેળા ના ઉદ્ઘાટન બાદ પાર્થિવ ગોહિલ ગુજરાતી જલસો નામક મલ્ટીમીડિયા સાંસ્કૃતિક કાર્યક્રમ રજુ કરશે ત્યાર બાદ આસામ, અરૂણાચલ પ્રદેશ, મણિપુરના કલાકારો ના ગ્રુપ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજુ કરાશે
તા. 11ના રોજ સાંજે મેઘાલય,નાગાલેંડ ના કલાકારો દ્વારા કાર્યક્રમ રજુ કરાશે ઉપરાંત પોરબંદર ના રાણાભાઈ સીડા ની ટીમ દ્વારા મહેર મણિયારો રાસ, જૂનાગઢના હકુભાઈ જોશી દ્વારા રાસ ગરબા, રાજ બોખીરિયા દ્વારા તલવાર રાસ,તથા ચોરવાડ ના ભીખાભાઈ વાજા દ્વારા ટીપ્પણી રાસ રજુ કરાશે અને સાહિત્યકાર આદિત્ય ગઢવી દ્વારા શ્રીકૃષ્ણ ને લગતું લોક સાહિત્ય પીરસવામાં આવશે
તા. 12ના રોજ સાંજે ભાવનગરની વિનિતા ઝાલા દ્વારા કૃષ્ણ વંદના,નાગાલેંડ, સિક્કિમ ના કલાકારો દ્વારા રાસ, કચ્છ ના ચિન્મય ભટ્ટ દ્વારા કચ્છી નૃત્ય, દ્વારકાના ઝાંઝરી ગ્રુપ દ્વારા રાસ, પોરબંદર ના સંસ્કૃતિ પરફોર્મિંગ આર્ટસ ના હરેશ મઢવી તથા તેના ગ્રુપ દ્વારા રાસ તથા સાઈરામ દવે દ્વારા લોક સાહિત્ય નો રસ પીરસવામાં આવશે
તા. 13 ના સાંજે ત્રિપુરાના કલાકારો દ્વારા નૃત્ય, બોટાદના જયપાલસિંહ ઝાલા દ્વારા મિશ્ર રાસ, મણિપુરના કલાકારો દ્વારા રાસ અને આસામ ના કલાકારો દ્વારા બિહુ નૃત્ય રજુ કરવામાં આવશે જયારે ચોરવાડ ના પ્રવીણભાઈ વાઢેર દ્વારા ટિપ્પણીરાસ, પોરબંદર ના કામદાર કલ્યાણ કેન્દ્ર દ્વારા ગરબા,લીલાભાઈ રાણાવાયા દ્વારા મણિયારો રાસ ઉપરાંત સચિન લીમયે અને કાજલ ઓઝા વૈદ્ય દ્વારા સાંગીતિક કાર્યક્રમ રજુ કરવામાં આવશે.
જુઓ આ વિડીયો