પોરબંદર
પોરબંદર એસઓજી ની ટીમ દ્વારા માધવપુર ચોપાટી નજીક થી એક શખ્શ ને ચોરી કરેલા બાઈક અને રીક્ષા સહીત સવા લાખ ના મુદામાલ સાથે ઝડપી લીધો છે ઝડપાયેલા શખ્શે અગાઉ પણ બે વાહનો ની ચોરી કરી હોવાની કબુલાત આપી છે
પોરબંદર એસઓજી ના ઇન્ચાર્જ પી આઈ એચ બી ધાંધલ્યા તથા સ્ટાફ પેટ્રોલિંગ માં હતા તે દરમ્યાન માધવપુર ચોપાટી રોડ ઉપર જતા રસ્તે એક શખ્શ છકડો રીક્ષામાં બાઇક લઇને આવતો હતો તે શખ્સ ને અટકાવી પોલીસે રીક્ષા તથા બાઇકના કાગળો માંગતા તે શખ્શ ગોળ-ગોળ જવાબો આપતો હતો આથી પોલીસે પોકેટ કોપ મોબાઇલમાં તપાસ કરતા આ બાઈક માધવપુર ના મુળુભાઇ હીરાભાઇ મોકરીયાનું હોવાનું સામે આવ્યું હતું આથી પોલીસે રીક્ષા ચાલક પ્રતાપ ઉર્ફે ભગો ભીખાભાઇ ઓડેદરા (ઉ વ રર રહે મેખડી ગામ તા માંગરોળ) ની ઉંડાણપૂર્વક પુછપરછ કરતા પોતે બાઈક માધવપુર તાલુકા શાળા પાસે ગલી માંથી ચોરી કરી હોવાનુ જણાવ્યું હતું આથી પોલીસે તેની આકરી પુછપરછ કરતા તેણે વધુ બે બાઇક તથા રીક્ષા ચોરી હોવાની કબુલાત આપી હતી જેમાં દોઢ વર્ષ પહેલા મેખડી ગામથી અરેણા ફાટક તરફ જતા રસ્તે વાડીમાંથી એક બાઈક તથા એક વર્ષ પહેલા ઘોડાદર ગામે ચોકમાંથી રાત્રીના સમયે એક બાઈક ની ચોરી કરી હોવાનું જણાવ્યું હતું આથી પોલીસે તેની પાસે થી રીક્ષા અને બાઈક મળી કુલ રૂ ૧,૩૦૦૦૦ નો મુદામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે ઝડપાયેલા શખ્શ સામે અગાઉ શીલ પોલીસ સ્ટેશન માં પ્રોહીબીશન નો ગુન્હો પણ દાખલ થયો હોવાનું પોલીસે જણાવ્યું છે.
આ સમગ્ર કામગીરી માં એસઓજી ના ઇન્ચાર્જ પીઆઈ એચ.બી.ધાંધલ્યા,પીએસઆઈ એચ.સી.ગોહીલ તથા એએસઆઈ એમ.એમ.ઓડેદરા,કે.બી.ગોરાણીયા,મહેબુબખાંન બેલીમ,તથા પો.હેઙકોન્સ સરમણભાઇ સવદાસભાઇ, રવિભાઇ ચાઉં,હરદાસભાઈ ગરચર,મોહિતભાઈ ગોરાણીયા,કોન્સ્ટેબલ વિપુલભાઈ બોરીચા,સમીરભાઈ જુણેજા,સંજયભાઈ ચૌહાણ,માલદેભાઇ મુળુભાઈ તથા ગીરીશભાઈ વાજા જોડાયા હતા.
જુઓ આ વિડીયો