Sunday, May 19, 2024

|| तुम रक्षक काहू को डरना ||

video:માધવપુરના કાચબા ઉછેર કેન્દ્ર ખાતેથી ૮૯૦ કાચબાના બચ્ચા સમુદ્ર માં વહેતા કરાયા

પોરબંદર

માધવપુર કાચબા ઉછેર કેન્દ્ર ખાતે વન વિભાગે આસપાસ ની દરિયાઈ પટ્ટી પર થી અત્યાર સુધી માં 36 માળા એકત્ર કર્યા છે.જેમાં રહેલા 2100 ઈંડા માંથી 890 કાચબાના બચ્ચા દરિયામાં મુક્ત કરવામાં આવ્યા છે.

પોરબંદર જિલ્લાના માધવપુર ગામના દરિયા કાંઠે છેલ્લા ત્રણ દાયકા થી કાચબા ઉછેર કેન્દ્ર આવેલું છે.હાલ માં અહી ૮૯૦ કાચબા ના બચ્ચા ને દરિયા માં મુક્ત કરવામાં આવ્યા છે.આ અંગે માહિતી આપતા નાયબ વન સંરક્ષક દીપક પંડ્યા એ જણાવ્યું હતું.કે સામાન્ય રીતે જે સ્થળે જન્મ થયો હોય તે જ કાંઠે કાચબા માદા પુખ્ત બન્યા પછી ફરી ઈંડા મૂકવા આવે છે.માધવપુર અને આસપાસ ની દરિયાઈ પટ્ટી કાચબી ને ઈંડા મુકવા માટે અનેક રીતે અનુકુળ હોવાથી આ દરિયાઈ પટ્ટી પર મોટી સંખ્યા માં કાચબીઓ હાલ ની સીઝન દરમ્યાન ઈંડા મુક્તિ હોય છે.

દરિયાકાંઠે કાચબીએ જ્યાં ઈંડા મૂક્યા હોય છે.ત્યાં શ્વાન સહિત ના પશુઓનો ત્રાસ હોય છે.અને તેઓ ઈંડાઓનો શિકાર કરતા હોય છે.જેથી કાચબો નું જતન અને સંવર્ધન થયા તે માટે કાચબા ઉછેર કેન્દ્ર ની સ્થાપના કરવામાં આવી છે.આ કાચબા ઉછેર કેન્દ્ર ખાતે વન વિભાગ ની ટીમ દ્વારા દરિયાઈ પટ્ટી પર સર્વે કરી ઈંડાઓને લાવવામાં આવે છે.અને અહી દરિયા કિનારે જે રીતે માળા બનાવ્યા હોઈ તે રીતે જ કેન્દ્ર ખાતે કૃત્રિમ ખાડા બનાવી ઇંડાનું જતન કરવામાં આવે છે. અંદાજે 50 થી 60 દિવસ બાદ ઈંડા માંથી કાચબાના બચ્ચા બહાર નીકળે છે.જેને દરિયામાં મુક્ત કરવામાં આવે છે.

હાલ દરિયાઈ કાચબાના નેસ્ટિંગની સિઝન ચાલુ છે.ત્યારે વનવિભાગ ટીમે 36 કાચબાના માળા કલેક્ટ કર્યા છે.જેમાંથી 2100 ઈંડા આવ્યા છે.હાલ 890 કાચબાના બચ્ચાને દરિયામાં મુક્ત કરાયા છે.આ વખતે માળા એકત્ર કરવા માટે વન વિભાગ ને ખાનગી કંપની એ રેતી માં ચાલતા બે બાઈક પણ આપ્યા છે.જેની મદદ થી દરિયાઈ પટ્ટી પર સર્વે કરવામાં આવે છે.

કાચબા ઉછેર ની સમગ્ર પ્રક્રિયા
વન વિભાગ ના કર્મચારીઓ વહેલી સવારે કે મોડી રાત્રીના દરિયા કાંઠા પર ધ્યાન રાખી કાચબી ક્યાં ઈંડા મૂકી ગઈ છે.તે શોધવા કાચબીના આવવા જવાનો ટ્રેક શોધી માળાઓ શોધે છે.અને કાચબીએ કરેલા ખાડાઓ માંથી મહામહેનતે રેતી માં કરેલો કાચબીનો માળો શોધી કાચબીના ઈંડાઓને માવજતથી કાઢી ડોલમાં ભરી તેનું વજન કરી કાચબા ઉછેર કેન્દ્ર ખાતે લઇ જઈ હેચરીમાં બનાવેલ કૃત્રિમ માળામાં મૂકવામાં આવે છે.આ કાચબાઓનું આયુષ્ય ૮૦ થી ૪૫૦ વર્ષ સુધીનું  હોય છે.એક કાચબી લગભગ ૬૦થી માંડીને ૧૦૦ સુધીના ઈંડાઓ મૂકે છે.આ કાચબી ઈંડાઓ મૂકી તરત જ ચાલી જતી હોય છે.ત્યાર બાદ અહીં સરક્ષણની જવાબદારી નિભાવતા વન કર્મચારીઓ કૃત્રિમ માળાઓમાં તેની માવજત કરવાની કપરી કામગીરી નિભાવે છે.

જુઓ આ વિડીયો

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે