Friday, November 22, 2024

|| तुम रक्षक काहू को डरना ||

video:મનોરંજન ના અનેક સાધનો ઉપલબ્ધ હોવા છતાં પોરબંદર ના તબીબ ક્લીનીકે નિયમિત સાંભળે છે રેડીયો:રેડિયો દિવસ નિમિતે જણાવી રેડિયો વિશે રસપ્રદ વાતો

પોરબંદર

૧૩ ફેબ્રુઆરી એ વિશ્વ રેડિયો દિવસ ની ઉજવણી કરવામાં આવે છે.ત્યારે પોરબંદર ના તબીબ તબીબ ડો.અમિત બદીયાણી મનોરંજન ના અનેક માધ્યમો ઉપલબ્ધ હોવા છતાં પોતાના ક્લીનીકે રેડિયો રાખ્યો છે.અને નિયમિત રીતે રેડિયો પર ગીત સંગીત ની મોજ માણે છે.તો તેઓના માતા પણ દરરોજ સવારે રેડિયો પર રામચરિતમાનસ ના પાઠ સાંભળ્યા બાદ જ દિવસ ની શરુઆત કરે છે.ત્યારે રેડિયો દિવસ નિમિતે તેઓએ રેડિયો અંગે રસપ્રદ વાતો જણાવી હતી.

13મી ફેબ્રુઆરીના દિવસે સમગ્ર વિશ્વમાં રેડિયો દિવસની ઉજવણી કરવામાં આવી છે.ગુગલીએલ્મો માર્કોની નામના ઇટાલિયન શોધક દ્વારા રેડિયોની શોધ કરવામાં આવી હતી.રેડિયો સંદેશાવ્યવહારની શક્યતાને સાબિત કરી અને પ્રત્યાયાનનું પ્રબળ માધ્ય્મ તરીકે પ્રસ્થાપિત કર્યું.વર્ષ 1895માં ઇટાલીમાં પોતાનું પ્રથમ રેડિયો સિગ્નલ મોકલ્યું અને પ્રાપ્ત કર્યું હતું.1899 સુધીમાં ઇંગ્લિશ ચેનલ પર પ્રથમ વાયરલેસ સિગ્નલ મોકલવામા સફળતા મેળવી ત્યારબાદ 13મી ફેબ્રુઆરી 1946ના દિવસથી યુનેસ્કો દ્વારા રેડિયો પર સમાચાર અને અન્ય ઉપયોગી માહિતીની આપવાની શરૂઆત કરવામાં આવી હતી.

સેટેલાઈટ રેડિયો,સામુદાયિક રેડિયો,બ્રોડબેન્ડ રેડિયો,કેમ્પસ રેડિયો,એફ.એમ. રેડિયો,એ.એમ રેડિયોના રૂપે આજે રેડિયો આપણને મનોરંજન,શિક્ષણ અને માહિતી આપતું સરળ અને સુલભ,શ્રાવ્ય માધ્યમ બની ગયું છે.ત્યારે આધુનિક ઉપકરણો વચ્ચે પણ પોરબંદર ના તબીબ રેડીયો  સાંભળી જૂની યાદો તાજા કરે છે.
5 દાયકા પહેલાં સમાચાર અને મનોરંજનનું માધ્યમ એવા રેડિયોની આજે પણ બોલબાલા છે.નેટના યુગમાં પણ રેડિયો મોબાઈલ, કારમાં ઉપલબ્ધ છે.5 દાયકા પહેલાં રેડિયો સમાચાર અને મનોરંજનનું શ્રેષ્ઠ માધ્યમ હતું.જીવનમાં રેડિયાનું ખાસ્સું મહત્વ હતું.માહિતી અને સંચાર, ગીતોના માધ્યમથી મનોરંજનના મહત્વના માધ્યમ તરીકે રેડિયાનો ઉપયોગ થતો હતો.રેડિયો માટે લાયસન્સ લેવું પડતું હતું.

પરંતુ ટેલિવિઝન અને મોબાઈલ આવ્યા બાદ સોસીયલ મીડિયાના યુગમાં રેડિયોનો પહેલાં જેવો ઉપયોગ નથી થઈ રહ્યો.5 દાયકા પહેલાં રેડિયો સાંભળવાનો અનેરો આનંદ હતો.એ સમયે જેની પાસે રેડિયો હોઈ તે ઘરની બહાર ઉભી નિર્દોષ મને રેડિયો સાંભળી ગીતો,મનોરજન અને દેશના સમાચારો ઉપરાંત ક્રિકેટ કોમેન્ટ્રી સાંભળતા.દુનિયાભરમાં માહિતીના આદાન-પ્રદાન અને લોકોને શિક્ષિત કરવામાં રેડિયાએ મહત્વની ભૂમિકા ભજવી છે.રેડિયો પત્રકારો માટે એક પ્લેટફોર્મ હતું જેના માધ્યમથી તેઓ પોતાનો રિપોર્ટ દુનિયા સુધી પહોંચાડતા હતા.પોરબંદરમાં ડેન્ટિસ્ટ તબીબ અમિત બદીયાણીને આજે પણ રેડિયો સાંભળવો ગમે છે.તેઓએ જણાવ્યું હતું કે તેઓએ ક્લીનિક ખાતે રેડિયો રાખ્યો છે.અને તેઓ નિયમિત રેડિયો સાંભળે છે.અને તેના ઘરે તેના માતા પણ દરરોજ રેડિયો પર સવારે રામચરિત માનસ સાંભળે છે.ત્યાર બાદ જ તેઓના દિવસ ની શરુઆત થાય છે.રેડિયો આજે પણ અનેક પોરબંદરવાસીઓ ના દિલ માં સ્થાન ધરાવે છે.ત્યારે જાણીએ રેડિયો વિષે કેટલીક રસપ્રદ હકીકત

વૈશ્વિક સ્તરે વિશ્વ રેડિયો દિવસ દર વર્ષે 13 ફેબ્રુઆરીએ ઉજવવામાં આવે છે.આ વર્ષ ૨૦૨૨ ની થીમ રાખવામાં આવી છે ‘ઈવોલ્યુશન – ધ વર્લ્ડ ઓલવેઝ ચેન્જિંગ’ એટલે કે વિકાસ સાથે વિશ્વ પણ વિકાસ કરી રહ્યું છે.આ રેડિયોની સુગમતા અને સ્થિરતા દર્શાવે છે.દુનિયા હંમેશા બદલાતી રહે છે,તેથી રેડિયો અનુકૂલન કરે છે અને નવીનતા લાવે છે. આ દિવસની ઉજવણી વર્ષ 2012માં શરૂ કરવામાં આવી હતી.વાસ્તવમાં, રેડિયો એ જનસંચારનું એકમાત્ર માધ્યમ છે.જેના દ્વારા અત્યાર સુધી અસંખ્ય લોકો સુધી સંદેશા પહોંચાડવામાં આવ્યા છે.ખાસ કરીને ગામડાઓ, નગરો અને એવા સ્થળો એ રહેતા લોકો માટે જ્યાં અન્ય કોઈ સંદેશાવ્યવહારના માધ્યમો સુધી પહોંચવું સરળ નથી.આજે પણ આ સ્થળોએ રેડિયો સંદેશાવ્યવહારનું મુખ્ય માધ્યમ છે.

સમગ્ર વિશ્વમાં રેડિયોએ સમગ્ર વિશ્વમાં માહિતીની આપલે કરવામાં અને લોકોને શિક્ષિત કરવામાં મહત્વની ભૂમિકા ભજવી છે.તેનો ઉપયોગ યુવાનોને અસર કરતા વિષયોની ચર્ચામાં સામેલ કરવા માટે કરવામાં આવતો હતો.તે કુદરતી અને માનવસર્જિત આફતો દરમિયાન લોકોના અમૂલ્ય જીવન બચાવવામાં મદદ કરે છે.હાલમાં પણ તે માહિતીના પ્રસારનું સૌથી શક્તિશાળી અને સસ્તું માધ્યમ છે.જોકે રેડિયો સદીઓ જૂનું માધ્યમ બની ગયું છે

વિશ્વ રેડિયો દિવસ અભિવ્યક્તિની સ્વતંત્રતા, જાહેર ચર્ચા અને શિક્ષણના પ્રસારમાં રેડિયોના મહત્વને સમજાવવાના ઉદ્દેશ્ય સાથે ઉજવવામાં આવે છે.તે નિર્ણય લેનારાઓને રેડિયો દ્વારા માહિતી સ્થાપિત કરવા અને પ્રસારિત કરવા, નેટવર્કિંગ વધારવા અને બ્રોડકાસ્ટર્સ વચ્ચે એક પ્રકારનું આંતરરાષ્ટ્રીય સહયોગ પ્રદાન કરવા માટે પણ પ્રોત્સાહિત કરે છે.
સ્પેન રેડિયો એકેડેમીએ સૌપ્રથમ 2010માં 13 ફેબ્રુઆરીએ વિશ્વ રેડિયો દિવસ ઉજવવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. તે પછી વર્ષ 2011માં યુનેસ્કોના સભ્ય દેશો દ્વારા જાહેર કરવામાં આવ્યું હતું.અને 2012માં સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દ્વારા અપનાવવામાં આવ્યું હતું.આ પછી યુનેસ્કોએ આ દિવસને 13 ફેબ્રુઆરી 2012ના રોજ વિશ્વ રેડિયો દિવસ તરીકે પ્રથમ વખત ઉજવ્યો.ત્યારથી, વિશ્વ રેડિયો દિવસ આ દિવસે સમગ્ર વિશ્વમાં ઉજવવામાં આવે છે.હકીકતમાં, 13 ફેબ્રુઆરીએ સંયુક્ત રાષ્ટ્ર રેડિયોની વર્ષગાંઠ પણ છે.વર્ષ 1946માં આ દિવસે તેની શરૂઆત કરવામાં આવી હતી.

દર વર્ષે યુનેસ્કો વિશ્વભરના બ્રોડકાસ્ટર્સ, સંસ્થાઓ અને સમુદાયો સાથે મળીને રેડિયો દિવસ નિમિત્તે વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરે છે. ઉપરાંત આ દિવસે સંદેશાવ્યવહારના માધ્યમ તરીકે રેડિયોના મહત્વ વિશે ચર્ચા કરવામાં આવે છે. અને જાગૃતિ ફેલાવવામાં આવે છે.એ પણ જણાવવામાં આવે છે કે રેડિયો એક એવી સેવા છે.જેના દ્વારા માત્ર રેડિયો ફ્રીક્વન્સી પર જ વાત કરી શકાતી નથી.તેના બદલે, આપત્તિ સમયે જ્યારે સંદેશાવ્યવહારના અન્ય માધ્યમો અટકી જાય છે ત્યારે અસરગ્રસ્તોને પણ મદદ કરી શકાય છે.

એક સમય હતો જ્યારે આપણાં જીવનમાં રેડિયાનું ઘણું મહત્વ હતું.માહિતી અને સંચાર,ગીતોના માધ્યમથી મનોરંજનના મહત્વના માધ્યમ તરીકે રેડિયાનો ઉપયોગ થતો હતો પરંતુ ટેલિવિઝન અને મોબાઈલ આવ્યા બાદ રેડિયોનો પહેલાં જેવો ઉપયોગ નથી થઈ રહ્યો.તેમ છતાં રેડિયાનું મહત્વ આજે પણ ઓછું નથી થયું.દુનિયાભરમાં માહિતાના આદાન-પ્રદાન અને લોકોને શિક્ષિત કરવામાં રેડિયાએ મહત્વની ભૂમિકા ભજવી છે.તેનો ઉપયોગ યુવાનો તે વિષયોની ચર્ચામાં સામેલ કરવામાં આવ્યો જે તેને પ્રભાવિત કરે છે. તેનાથી પ્રાકૃતિક અને માનવ નિર્મિત આપદાઓ દરમિયાન લોકોના જીવ બચાવવામાં મદદ મળી. રેડિયો પત્રકારો માટે એક પ્લેટફોર્મ હતું જેના માધ્યમથી તેઓ પોતાનો રિપોર્ટ દુનિયા સુધી પહોંચાડતા હતા.

જો કે પહેલા ના સમય માં મનોરંજન માટે જે મોટા વાલ્વ વાળા રેડિયો બજાર માં મળતા તે આજ ના ડીઝીટલ યુગ માં લુપ્ત થઈ ગયા છે.હાલ જુના રેડિયો રીપેર કરવા ના કોઈ કારીગરો પણ મળતા નથી.કે તેના સ્પેરપાર્ટસ પણ મળતા નથી.આથી આવા બંધ રેડિયો કબાડી બઝાર માં કચરા ના ભાવે વેંચતા જોવા મળે છે.લોકો હાલ મોબાઈલ ફોન તેમજ કાર માં બ્લુટુથ દ્વારા રેડિયો નું મનોરંજન માણતા હોય છે.

જુઓ આ વિડીયો

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે