Thursday, November 21, 2024

|| तुम रक्षक काहू को डरना ||

video:ભાગ્યેજ જોવા મળતું સ્ટેપી ઇગલ પક્ષી પોરબંદર ના પક્ષી અભયારણ્યનું મહેમાન બન્યું

પોરબંદર

ભાગ્યે જ જોવા મળતું સ્ટેપી ઇગલ પક્ષી રાણાવાવ ના પાદરડી ગામ નજીક થી બીમાર હાલત માં મળી આવતા વન વિભાગ દ્વારા રેસ્ક્યુ કરી પક્ષી અભ્યારણ ખાતે લાવવામાં આવ્યું છે. અહી તેની સારવાર બાદ મુક્ત કરવામાં આવશે.

તાજેતરમાં રાણાવાવ ના પાદરડી ગામે એક પક્ષી બીમાર હાલત માં જોવા મળતા સ્થાનિકો એ વન વિભાગ ની ટીમ ને આ અંગે જાણ કરતા વન વિભાગ ની ટીમે તેને પ્રાથમિક સારવાર આપી પોરબંદર ના પક્ષી અભયારણ્ય ખાતે વધુ સારવાર માટે લાવવામાં આવ્યું છે.અહીંના વેટનરી ડો. ભરત કણઝારીયાએ જણાવ્યું હતું કે, ભાગ્યે જ જોવા મળતું આ પક્ષી એ સ્ટેપી ઇગલ પક્ષી છે.જેને ગુજરાતીમાં નેપાળી ઝૂમ્મસ તરીકે ઓળખવામ આવે છે.આ પક્ષીને ડીહાઇડ્રેશનના કારણે બીમાર પડ્યું હતું.જેથી સારવાર અને પૂરતો ખોરાક આપી આ પક્ષી સાજું થશે એટલે નાયબ વન સંરક્ષક દિપકભાઇ પંડ્યા ના આદેશ મુજબ તેને મુક્ત કરવામાં આવશે.

વનપાલ આર.બી.મોઢવાડિયા એ પક્ષી અંગે માહિતી આપતા જણાવ્યું હતું કે આ પક્ષી સમગ્ર એશિયા ખંડમાં તેમજ આફ્રિકા ખંડમાં તથા મધ્ય પૂર્વીય આફ્રિકા ખંડમાં સવાના રણમાં, અર્ધ રણમાં તથા હિમાલયના પર્વતો અને કૃષિ ક્ષેત્રોમાં તેમનું આવર્તન વધુ છે.આ શિકારી પક્ષી છે.અને કેટલાય દેશોની ઇન્ટરનેશનલ સરહદો તથા હજારો કિમિના પ્રવાસ માટે જાણીતું છે.શિયાળામાં રશિયા, કઝાકિસ્તાન તથા મંગોલીયામા પ્રજનન કરે છે.અને ભારતમાં પણ બીજા નંબરના પ્રવાસી શિકારી કે રેપ્ટર પ્રજાતી તરીકે શિયાળાના સમયમાં પ્રવાસ કરે છે.ઊંચા વીજપોલ કે વીજવાયરો સાથે તેની અથડામણ નો ભય હોવાથી  તે તેના માટે ખતરો છે ઉપરાંત હાઈબ્રીડ તથા કૃષિ ઉત્પાદનો માટેની જંતુનાશક દવાઓ ખાધેલા પક્ષીઓ ના શિકાર ને કારણે ગત વર્ષો માં તેની સંખ્યા માં વધુ પડતો ઘટાડો નોંધાયો હતો પરંતુ હાલ ના સમય માં થોડો ઘણો વધારો નોંધાયો છે.

જુઓ આ વિડીયો  

Related News

આ પોસ્ટ શેર કરો

Facebook
Twitter
LinkedIn
WhatsApp
Email
Print

You cannot copy the content of this page.

આ વેબસાઇટનો ઉપયોગ કરતી વખતે તમારો અનુભવ કેવો રહ્યો?

તમારો જવાબ અમને આ વેબસાઇટને વધુ સારી બનાવવામાં મદદ કરશે