પોરબંદર
બિન સચિવાલય પરીક્ષા રદ થવા મામલે પોરબંદર યુથ કોંગ્રેસ દ્વારા રસ્તા રોકો આંદોલન કરી સુત્રોચ્ચાર કરાયા હતા. જેથી પોલીસે ૨૫ યુથ કોંગી કાર્યકર્તાઓ ની અટકાયત કરી હતી.
ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા યોજાનાર બિન સચિવાલય કારકૂન અને સચિવાલય ઓફિસ આસિસ્ટન્ટની ભરતી માટેની પરીક્ષા રદ કરી દેતા ગુજરાત પ્રદેશ યુવક કોંગ્રેસ દ્વારા સમગ્ર ગુજરાતમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે.ત્યારે પોરબંદર ખાતે પણ યુથ કોંગ્રેસ પ્રમુખ ધર્મેશ પરમાર ની આગેવાની માં યુથ કોંગ્રેસ ના કાર્યકર્તાઓ એ ખીજડી પ્લોટ નજીક વિરોધ પ્રદર્શન કરી રસ્તા રોકો આંદોલન કર્યું હતું.તથા સરકાર સામે સુત્રોચ્ચાર કર્યા હતા.જેને લઇ ને પોલીસે ૨૫ યુથ કોંગી કાર્યકર્તાઓ ની અટકાયત કરી હતી.
યુથ કોંગ્રેસ પ્રમુખ ધર્મેશ પરમારે જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીની સરકાર જાણે યુવાનોના રોજગારની વિરોધી સરકાર હોય એમ છેલ્લા 7 વર્ષ માં 9 થી વધારે વખત પરીક્ષાના પેપર લીક થયા છે.અને પરીક્ષાઓ રદ થઈ છે.બિન સચિવાલય ની પરીક્ષા રદ થયા બાદ યુવાનો ફરીથી એ પરીક્ષાની તૈયારીમાં લાગ્યા હતા.પરંતુ સરકારના અને ગૌણ સેવા પસંદગી મંડળના અણઘડ વહીવટને કારણે ફરીથી પરીક્ષા રદ કરી દેવામાં આવી છે.જેથી પરીક્ષાની તૈયારી કરતા લાખો યુવાનો ફરી એક વાર નિરાશ અને હતાશ થયા છે.
યુવા કોંગ્રેસ અન્યાયનો ભોગ બનનાર યુવાનોના સમર્થનમાં છે અને યુવાનોને ન્યાય મળી રહે તે માટે કટીબદ્ધ છે.જેથી આજે યુથ કોંગ્રેસ દ્વારા યુવાનો સાથે થયેલા અન્યાયના વિરોધમાં અને યુવાનો ના પ્રશ્નોને વાચા આપવા પ્રદર્શન કરવામાં આવ્યું છે.તો બીજી તરફ એન એસ યુ આઈ એ પણ પત્ર લખી તાત્કાલિક પરીક્ષા યોજવા માંગ કરી હતી.
જુઓ આ વિડીયો