પોરબંદર
તાજેતરમાં મહારાષ્ટ્રના ખંડાલા શહેર મા “કુડો ઇન્ટરનેશનલ ફેડરેશન ઓફ ઇન્ડિયા “દ્વારા સિનિયર નેશનલ કેમ્પ અને એડવાન્સ ટ્રેનિંગ ની સાથોસાથ એક્ઝામ અને ગ્રેડેશન નું આયોજન સંસ્થાના પ્રેસિડેન્ટ સોશિહાન મેહુલ વોરા હાંસી ના નેતૃત્વમાં કરવામાં આવેલ.
કુડો માર્શલ આર્ટસ આધુનિક સમય ની ખૂબજ લેટેસ્ટ અને સાયન્ટિફિક મિક્સ માર્શલ આર્ટસ છે જેમાં કરાટે ,જુડો,મુવથાઈ,જુજુત્સુ અને કિકબોક્સિંગ જેવી પાંચ માર્શલઆર્ટસ નો સમાવેશ થાઈ છે.જ્યારે આ માર્શલાઆર્ટ્સ ફુલકોન્ટેક્ટ ફાઇટ ના નિયમો સાથે રમવામાં આવે છે.જે માટે એક્સ્ટ્રીમ ફિટનેસ કેર ના માર્શલઆર્ટિસ્ટ કેતન કોટિયા અને તેમના સ્ટુડેંટ્સ સુરજ મસાણી,જયેશ ખેતરપાલ,રિયા જોગિયા,આનંદી વાઘેલા,ધ્યાન પાલા,ધવલ દેસાઈ સઘન તાલીમ સાથે આ કેમ્પને સફળતા પૂર્વક સંપન્ન કરેલ.જ્યારે કેતન કોટિયાએ ફોર્થ -યોનડાન ની પરીક્ષા સફળતા પૂર્વક પૂર્ણ કરેલ જે બદલ કુડો ઈન્ટર નેશનલ ફેડરેશન ઓફ ઇન્ડિયા ના પ્રેસિડેન્ટ સોસિહાન હાંસી મેહુલ વોરા દ્વારા વિશેષ બેલ્ટ અને પદવી એનાયત કરી શુભેચ્છા પાઠવવામાં આવી.આ સાથે કેમ્પ ને સફળતા પૂર્વક સંપન્ન કરવા માટે તમામને કુડો એસોસિએશન ઓફ ગુજરાત ના પ્રેસિડેન્ટ રેનશી દારયાસ કૂપર એ દરેક ને અભિનંદન પાઠવ્યા હતા.
જુઓ આ વિડીયો